ISC ICSE Result 2024: ICSE ના ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો જાહેર, ચેક કરો તમારું રિઝલ્ટ

ISC ICSE Result 2024: મિત્રો કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ICSE ના ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો જાહેર કરવામાં આવેલ છે. જે વિધાર્થી મિત્રો વર્ષ 2024ની ISC ICSE ની પરીક્ષા આપી હતી તેઓ ઝડપથી પોતાના ધોરણ 10 અને 12 ના પરિણામો સત્તાવાર સાઈટ પરથી મેળવી શકે છે.

ICSE ISC પરિણામો જાહેર થતાં હવે વિધાર્થી મિત્રો પોતાનું પરિણામ એક્સેસ કરી શકે છે. આ વર્ષે ધોરણ 12 માં કુલ 98.19 ટકા વિધાર્થીઓ પાસ થયા છે જ્યારે ધોરણ 10માં 99.47 ટકા વિધાર્થીઓ પાસ થયા છે. હવે વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cisce.org પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે.

આ વર્ષે કમ્પાર્ટમેન્ટની પરીક્ષા લેવામાં આવશે નહીં

મિત્રો કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે આ વર્ષ વિધાર્થીઓને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની તક નહીં મળે જેથી કરીને જો કોઈ વિધાર્થી પોતાના ગુણ ચકાસણી કરાવવા માંગતા હોય તો તેઓ સુધારણા પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ પરીક્ષા વિધાર્થીઓ માત્ર વધુમાં વધુ 2 વિષય માટે જ આપી શકે છે અને આ સુધારણા પરીક્ષા જુલાઇ 2024માં યોજાશે,

આ વર્ષની ISC પરીક્ષામાં કુલ 2.5 મિલિયનથી વધુ વિધાર્થીઓ પરીક્ષામાં હાજર રહયા હતા. આ પરીક્ષા ધોરણ 10 માટે 21 ફેબ્રુઆરીથી 28મી માર્ચ વચ્ચે યોજાઇ હતી જયારે ધોરણ 12 માટે 12મી ફેબ્રુઆરીથી 2જી એપ્રિલ દરમિયાન યોજાઇ હતી. આ પરિક્ષામાં લગભગ 904 શાળાઓમાં 100% ની પાસ ટકાવારી નોંધાઈ હતી.

ISC ICSE Result 2024 Check Online

  • ISC ICSE Result 2024 પરીણામ તપાસવા માટે વિધાર્થી મિત્રોએ સત્તાવાર સાઇટ results.cisce.org પરથી પોતાનું રિઝલ્ટ તપાસવાનું રહેશે.
  • જેમાં તમને નીચે મુજબનું પેજ દેખાશે, આ પેજમાં તમારો કોર્સ પસંદ કરો.
  • ત્યારબાદ UID નંબર અને ઇંડેક્સ નંબર દાખલ કરવાનો રહેશે.
  • હવે તમારો કેપચા કોડ દાખલ કરીને “Show Result” બટન પર ક્લિક કરો
  • હવે તમારી સ્ક્રીન પર તમારું પરિણામ દેખાશે જેને સેવ કરીને ડાઉનલોડ કરી રાખો.

SMS દ્વારા તમારુ પરિણામ તપાસો

જો વિધાર્થી મિત્રો તમે sms દ્વારા તમારું પરીણામ તપાસવા માંગો છો તો તમે 09248082883 નંબર પર ISC અથવા ICSE સાથે તમારો યુઆઇડી નંબર દાખલ કરીને મેસેજ કરો, તમને જવાબમાં તમારું પરિણામ મળશે.

Read More:- GSEB 12th Result 2024: ધોરણ 12 ના પરીણામને લઈને આવ્યા અગત્યના સમાચાર, જુઓ તમારું રીઝલ્ટ

2 thoughts on “ISC ICSE Result 2024: ICSE ના ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો જાહેર, ચેક કરો તમારું રિઝલ્ટ”

Leave a Comment