Solar Panel Loan: હવે 7 હજાર રૂપિયામાં ઘરે 3kW સોલાર પેનલ મેળવો, જાણો જરુરી માહિતી

Solar Panel Loan: મિત્રો શું તમે ક્યારે વિચાર્યુ કે માત્ર 7000માં 3KW ની સોલાર પેનલ તમારા ઘરમાં લગાવી શક્શો, તો હવે સરકાર તમને આપી રહી છે સસ્તા વ્યાજ દર અને હપ્તા પર આપી રહી છે લોન, જેની મદદથી તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ ઈંસ્ટોલ કરાવી શકો છો.

મિત્રો અત્યારે સરકારની સૌર મફત ઘર યોજના ની સૌ કોઈ પરિચિત હશે જે તમને ઘણા બધા ફાયદા કરાવે છે જેમાં સરકાર પણ તમને 78000 સુધીની સબસિડી આપી રહી છે અને બાકીના નાણાં હવે તમે લોન લઈને પણ તમારું સપનું સાકાર કરી શકો છો.

મિત્રો સોલાર પેનલ લગાવવા થી તમને ઘણા બધા ફયાદા થશે જેમ કે તમારૂ વીજળી બિલ ઝીરો થઈ જશે અને તમે પ્રદૂષણને કારણે થતા કાર્બન ઉત્સર્જન પણ ઓછું થશે. તો આ પહેલનો ફાયદો લઈને તમે સોલાર સિસ્ટમ તમારા ઘરે ઇન્સ્ટોલ કરી શકો છો.

સોલાર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના અગણિત ફાયદા છે. આ તમારા ઉર્જા ખર્ચને ઘટાડીને તમારા ઉર્જા બિલને ઘટાડે છે અને તમારા પ્રદૂષણને કારણે થતા કાર્બન ઉત્સર્જનને પણ ઘટાડે છે. આ સિવાય તે તમને અનિયમિત પાવર સપ્લાયથી પણ બચાવે છે.

સોલાર પેનલ સિસ્ટમ લોન હવે ઘરે બેઠા મળશે

મિત્રો તમે જો સોલાર પેનલ સિસ્ટમ લોન માટે અરજી કરવા ઈચ્છા ધરાવતા હોવ તો હવે તમે નજીકની બેંકમાં જઈને અરજી કરી શકો શકો છો, જેના માટે તમારે કેટલાક અગત્યના દસ્તાવેજો ની જરૂર રહેશે. જેમ કે આવકનો પુરાવો, ઓળખાણ ના પુરાવા અને સંપત્તિની વિગત બેંકમાં જઈને જમા કરાવાની રહેશે.

મિત્રો સોલાર પેનલ સિસ્ટ્મ એક વાર સેટ કર્યા બાદ તે સૂર્યના કિરણોને ઊર્જામાં રૂપાંતરિત કરે છે અને તેનો ઉપયોગ તમારા ઘર માટે વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. જેનાથી તમારુ વિજળીનું બિલ ઝીરો થઈ જશે અને પર્યાવરણને પણ બચાવી શકો છો.

સોલાર સિસ્ટમ કેટલા વોલ્ટેજ ની હોવી જોઈએ?

મિત્રો સોલાર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે તમારે તમારી ઈલેક્ટ્રીસિટી જરુરીયાત મુજબ તેની સિસ્ટ્મ ઇન્સ્ટોલ કરવી જોઈએ. જેમાં નાના કુંટુબ અથવા ઘર માટે 3 kW થી 7 kW સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરિએ તો પણ ચાલ્યુ જાય છે. જ્યારે મોટી ઓફિસો અથવા કોમર્શિયલ સાઇટ્સ માટે 15 kW થી 50 kW સુધીની સોલાર સિસ્ટમનો ઉપયોગ થાય છે. તો તમારે તમારી જરુરીયાતોને ધ્યાનમાં રાખીને સોલાર નખાવી જોઈએ. વધુ માહિતી માટે તમે નજીકની સોલાર સિસ્ટ્મ ઇંસ્ટોલેશન ઓફિસની પણ મુલકાત લઈ શકો છો.

સોલાર સિસ્ટમ માટે લોન કેવી રીતે મેળવવી – Solar Panel Loan

હવે દરેક બેંક તમને સોલાર સિસ્ટમ માટે લોન ઉપલબ્ધ કરાવી રહી છે ત્યારે તમે તેનો ફાય્દો ઉઠાવી અને તમારી વિજળી બિલને ઝીરો કરીને સરકારની આ સ્કીમનો લાભ મેળવી શકો છો. 

મિત્રો બેંક દ્વારા ૮ થી ૧૫ ટ્કાના વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે જ્યારે અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા ૧૦ થી લઈને ૧૨ ટકા સુધીના સસ્તા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. તમારે જો સોલાર પેનલ લગાવવી છે તો તમારે પહેલા તેના કુલ ખર્ચ અને કેટ્લા કિલો વોલ્ટની સોલારની જરુર છે તેને સમજ્વુ પડશે, ત્યારબાદ તમે બેંકમાં ૧ લાખથી લઈને ૧૦ લાખ સુધીની લોન માટે અરજી કરી અને આસાનીથી લોન પ્રાપ્ત કરી શકો છો.

Read More:- આપના બાળકને આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 થી 12 માં પ્રવેશ અપાવવા આજે જ ઓન અરજી કરો, અહીથી જાણો સંપૂર્ણ વિગતો

મિત્રો અહિ અમે બેંકો દ્વારા શરુ કરવામાં આવેલ નવી લોન શ્રેણીની વાત કરી રહ્યા છીએ જેનાથી હવે દરેક કોઈ પોતાના છત પર સોલાર પેનલ ઈંસ્ટોલ કરીને સરકારની મફત વિજળી યોજનાનો લાભ મેળવી શકે છે, આભાર.

.

2 thoughts on “Solar Panel Loan: હવે 7 હજાર રૂપિયામાં ઘરે 3kW સોલાર પેનલ મેળવો, જાણો જરુરી માહિતી”

Leave a Comment