આપના બાળકને આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 થી 12 માં પ્રવેશ અપાવવા આજે અરજી કરો, અહીથી જાણો સંપૂર્ણ વિગતો

આદર્શ નિવાસી શાળા : આપના બાળકને આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 થી 12 માં પ્રવેશ અપાવવો હોયતો આજેજ ઓન લાઈન અરજી કરો, અહીથી જાણો સંપૂર્ણ વિગતો : અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 થી 12 માટે પ્રવેશ મેળવવા માટે આવતીકાલ તારીખ 06 મે 2024 થી ઓનલાઈન પ્રવેશ માટે ઓન લાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધોરણ 9 થી 12 ના પછાત વર્ગોના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

Aadarsh Nivasi School pravesh

અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા પછાત વર્ગના વિદ્યાર્થીઓને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં ધોરણ 9 થી 12 નું શિક્ષણ મેળવવા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવા પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. હાલ સંસ્થામાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ સિવાય વિદ્યાર્થીઓની સંખ્યા સામે ખાલી જગ્યા ઉપર પ્રવેશ આપવા માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 6 મેથી શરૂ કરવામાં આવી રહી છે. જો આપ નીચે દર્શાવ્યા મુજબની પાત્રતા ધરાવો અને આપના બાળકને આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરાવવા ઇચ્છો છો તો આપે અચૂક અરજી કરવી જોઈએ. આ માટે પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

આદર્શ નિવાસી શાળાઓમાં આજે પ્રવેશ મેળવવા માટેની પાત્રતા :

આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 થી 12 માં હાલ ભણતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવામાં આવશે, અને ત્યારબાદ માન્ય સંખ્યાની સામે અરજી કરેલ ઉમેદવારો પૈકી મેરીટ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
નવા વિદ્યાર્થીઓએ ગત વાર્ષિક પરીક્ષામાં 50% ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક મેળવેલા હોવા જોઈએ.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ,અને તે પૈકી અતિ પછાત જાતિ, તેમજ દિવ્યાંગ અને વિધવા બહેનોનાં બાળકોને પ્રવેશ માટે અગ્રતાક્રમ આપવામાં આવશે.


અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સંવર્ગમાં આવતા વાલીઓ માટે આવક મર્યાદા રાખવામાં આવેલી નથી. જ્યારે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે આર્થિક પછાત વાલીની આવક મર્યાદા રૂપિયા 6 લાખ રાખવામાં આવેલ છે.
ધોરણ 11 માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ ધોરણ 10 ની માર્કશીટ મળ્યા બાદ આ વેબસાઈટ પર પોતાની અરજી કરવાની રહેશે.
જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પ્રવેશ મેળવેલો છે. અને અન્ય આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા માગતા હોય તો તેમણે પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આદર્શ નિવાસી વિજ્ઞાન પ્રવાહની શાળાઓની યાદી :

કુમાર માટે :

1 ગાંધીનગર
2 ખમીસણા તાલુકો: વઢવાણ જીલ્લો: સુરેન્દ્રનગર.
3 કેશોદ જીલ્લો જુનાગઢ
4 રાજકોટ
5 ભાવનગર
6 પાલનપુર
7 સુરત
8 ઇડર
9 મહેસાણા

કન્યા માટે :

  1. વડોદરા

ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાઓની યાદી

કુમાર માટે: અમરેલી,જામનગર, પાટણ, પોરબંદર.

કન્યા માટે: જુનાગઢ,રાજકોટ,પોરબંદર, રાણીપ, ગાંધીનગર, પાલનપુર, વલ્લભ વિદ્યાનગર, સુરત, મોડાસા, અમરેલી.

ધોરણ 9 થી 10 માટે આદર્શ નિવાસી શાળાની યાદી :

સતલાસણા

સામાન્ય સૂચનાઓ :

  • પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓએ સમયાંતરે વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
  • પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી માટે એસએમએસ અથવા તો ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • ઓનલાઇન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા માટે ઉપસ્થિત થવાનું રહેશે જો કોઈ અરજદારના ઓનલાઈન ફોર્મ પરીક્ષા ના ગુણ ની ટકાવારી અને અસલમાં માર્કેની ટકાવારીમાં તથા લાયકાત અંગેના અન્ય પ્રમાણપત્રમાં તફાવત જોવા મળશે તો અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • પ્રવેશ માટેનો આખરી નિર્ણય નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર રહેશે.

Leave a Comment