SBI Solar Rooftop Loan: SBI સસ્તા વ્યાજ દરે સોલર પેનલ લગાવવા માટે આપી રહી છે લોન

SBI Solar Rooftop Loan: અત્યારે ભારત સરકાર દ્વારા સોલાર રૂફટોફ યોજના શરૂ કરવામાં આવેલ છે જેના અંતર્ગત કુલ 1 કરોડ ઘરોની છત પર સોલાર લગાવવામાં આવશે. આ યોજના માટે સરકાર દ્વારા પણ 78000 રુપીયાની સબસિડી આપવામાં આવી રહી છે જેથી ઘણા લોકો અત્યારે આ સ્કિમનો લાભ મેળવી રહ્યા છે. તેવામાં SBI દ્વારા સોલાર ઇન્સ્ટોલેશન માટે સસ્તા વ્યાજ દરે લોન આપવામાં આવી રહી છે. જેથી કરીને જે નાગરીકો પોતાની છત પર સોલાર રૂફટોપ લગાવવા માંગે છે તેમનું સપનું સાકાર થઈ શકે.

SBI Solar Rooftop Loan

SBI દ્વારા સોલાર રૂફટોપ લોન માટે તમે કોઈપણ ગેરંટી વગર ૭ ટકાથી ઓછા વ્યાજે 3 kw સુધીની સોલાર રૂફટોપ માટે અરજી કરી શકો છો. આ લોન મેળ્વવા માટે કોઇપણ વ્ય્કતી જેની ઉમર 18 થી 70 વર્ષ સુધીની છે તે અરજી કરી શકે છે જેના માટે કોઇપણ ગેરંટીની પણ જરુર રહેશે નહી.

  • જો તમે 3 KW વાળી સોલાર પેનલ લગાવશો જેમાં 2 લાખ સુધીની લોન માટે 7 ટ્કા વ્યાજ દરે તમને બેંક લોન આપશે.
  • જ્યારે 3 kW થી 10 kW સિસ્ટમ માટે ₹6 લાખ સુધીની લોન પર 10.15% ના વ્યાજ દર રહેશે.

આ લોન લેવા માટે CIBIL સ્કોર શું હોવો જોઈએ?

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે લોન લેવા અરજદારનો CIBIL સ્કોર 680 સુધી હોવો જોઈએ. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા પણ સબસિડી આપવામાં આવે છે જેની વિગતો નિચે મુજબ છે.

તમને કેટલી સબસિડી મળે છે?

અત્યારની કિંમતો આધારીત તમને 1 kW સિસ્ટમ ઈંસ્ટોલેશન માટે રૂ. 30,000, 2 kW સિસ્ટમ માટે રૂ. 60,000 અને 3 kW અથવા તેનાથી વધુ સિસ્ટમ ઈંન્સ્ટોલેશન પર રૂ. 78,000ની સબસિડી મળશે.

મિત્રો જો તમે આ યોજના માટે લોન મેળવ્વા માંગતા હોવ તો નજીકની SBI બેંકની મુલાકાત લઈને લોન માટે જરુરી ડોક્યુમેન્ટ જોડીને ઓનલાઈન અરજી કરી શકો છો. આ સિવાય SBI દ્વારા ‘સોલર રૂફ ટોપ ફાઇનાન્સ સ્કીમ’ ચલાવવામાં આવે છે જેમાં તમે ૫ વર્ષ માટે 10 લાખ સુધીની લોન મેળવી શકો છો અને આ લોન પર તમને ૯.૬૫ ટકાથી ૧૦.૬૫ ટકા સુધીના વ્યાજ દરો પર લોન ઓફર કરશે.

Leave a Comment