Solar Water Pump: ખેડૂતો માટે મોટી ઓફર, સોલર પંપની કિંમતમાં ઘણો ઘટાડો, જાણો 3 અને 5 HPની કિંમત.

Solar Water Pump: ખેડૂત મિત્રો શું તમે પણ હવે તમારી ઉજ્જડ જમીનને  ફળદ્રુપ બનાવો માટે સોલાર પંપની મદદથી ખેતી  કરી શકો છો. પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જે આર્થિક રીતે નબળા હોવાથી તેઓ સોલાર પંપ ખરીદી શકતા નથી અને સરકાર દ્વારા આપવામાં આવતી સોલર સબસીડીનો લાભ મેળવવામાં પણ વંચિત રહી જાય છે. તો આ તમામ ખેડૂતો માટે અમે આજનો આ લેખ લઈને આવ્યા છે. આ લેખની મદદથી તમે પણ હવે સોલર પંપને સસ્તી કિંમત એ ખરીદી શકો છો અને તેના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે અહીંથી મેળવીશું.

Solar Water Pump: ખેતી માટે જરૂરી સોલાર પંપ

Solar Water Pump: સોલાર પંપની મદદથી હવે તમે તમારા ખેતરમાં સિંચાઈના નવા દોર જોડી શકો છો. જો તમે તમારા ખેતરમાં સોલાર પંપ નું ઇન્સ્ટોલેશન કરાવો છો તો તમારે કોઈપણ પ્રકારનો વીજળી બિલ ભરવાનું રહેતું નથી. તેમજ આ એક સુર્ય ઊર્જાનો સ્ત્રોત છે જે પર્યાવરણ માટે પણ ખૂબ જ ફાયદાકારક નીવડે છે અને તમે આ સૌર ઊર્જા ના મદદ થી પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ પણ કરી શકો છો.

જો તમારે જમીન બંજર છે અને તમારી પાસે વીજળી કનેક્શન નથી તો પણ તમે હવે સોલાર કંપની મદદથી તમારા જમીનનું પાણીનું સ્થળ ચકાસ્યા બાદ સોલાર પંપ લગાવી શકો છો અને તમારું પાણીનું સ્તર જેટલું નીચું હશે તેટલો જ વધુ HP નો સોલાર પંપ તમારે લગાડવાનું રહેશે. મિત્રો સોલાર પંપમાં રેન્જની વાત કરવામાં આવે તો 1 HP થી લઈને 15 HP સુધીની રેન્જના સોલાર પંપ બજારમાં મળતા હોય છે અને જેમાંથી ખેતી માટે મોટાભાગના ખેડૂતો 3 એચપી થી લઈને 10 એચપી સુધીના રેન્જના સોલાર પંપ નો ઉપયોગ કરતા હોય છે.

સોલાર પંપ લગાવવા માટે કેટલી જગ્યા રોકાવી પડે?

મિત્રો જો તમે સોલાર પંપ ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો તમારે તમારા ખેતરમાં 3 hp નો સોલર પંપ ઇન્સ્ટોલ કરવાનો રહેશે જેના માટે 10 સોલા પેનલનું સ્ટ્રક્ચર બનાવવું પડશે જે 330 વોટ ને ક્ષમતા ધરાવતું હશે. જ્યારે તમે 5 એચપીની સોલાર લગાવવા માગતા હો તો તમારે 16 સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવી પડશે. જ્યારે 7.05 hp સોલાર પંપ માટે તમારે 24 સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની રહેશે અને 10 એચપી સોલર પંપ માટે તમારે 32 સોલર પેનલ ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેમાં તમારે ચાર જેટલા સ્ટેન્ડ અને ચાર જેટલા સ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કરવા પડશે.

સૌર પંપ માટે પોલિક્રિસ્ટલાઇન સોલાર પેનલ્સ સૌથી ઉત્તમ રહેશે

Solar Water Pump: મિત્રો સોલાર પંપ પર પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ્સ ઇન્સ્ટોલ  કરવામાં આવે છે. જેના  લીધે તમે સોલર પેનલમાં હાઈ વૉલ્ટેજ નો ફાયદો લઈ શકો છો અને જો તમે ઓછા વોલ્ટેજ મેળવવા માગતા હો તો તમારે મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલ નો ઉપયોગ કરવાનો રહેશે. ખેતી માટે પોલિક્રિસ્ટલાઇન સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે કેમ કે તેનાથી તમે તમારા ખેતરમાં મોટરને આરામથી ચલાવી શકો છો અને હાઇ પાવર સાથે તમે સારી એવી સિંચાઈ માટે કરી શકો છો.

પીએમ કુસુમ યોજના હેઠળ સબસિડી મળશે

મિત્રો જો તમે પીએમ કુસુમ યોજના અંતર્ગત કોઈપણ કંપનીની સોલર ઇન્સ્ટોલ કરો છો. તો તમારે સરકાર દ્વારા મળતી સબસીડી નો લાભ પણ મેળવી શકો છો પરંતુ આ સબસીડી દરેક સોલાર પંપના એચપી અનુસાર અલગ અલગ હોઈ શકે છે.

સોલર પંપની કિંમત શું છે?

મિત્રો Solar Water Pump ની કિંમતની વાત કરવામાં આવે તો હાલના સમયમાં સોલાર કંપની કિંમતમાં મોટો એવો ઘટાડો જોવા મળે છે અને જેમાં ઉચ્ચ ગુણવત્તાના 3 HP સોલાર પંપની પંપની બજાર કિંમત 1,20,000 થી લઈને 1,30,000 વચ્ચે છે અને જો તમે 5 HP સોલાર પંપ મેળવવા માગતા હો તો તમને બે લાખ રૂપિયાની અંદરના ભાવે આ સોલાર પંપ મળશે. તેમજ 7.5 એચપી સોલારની પંપની કિંમતની વાત કરીએ તો તે લગભગ ત્રણ લાખ રૂપિયા સુધીમાં તમે ખરીદી શકો છો.

Read More:- New MSP Price: 14 ખરીફ પાકો પર MSP વધારવાની કેબિનેટની મંજૂરી, જાણો તમામ પાકોના ટેકાના ભાવ

Leave a Comment