New MSP Price: 14 ખરીફ પાકો પર MSP વધારવાની કેબિનેટની મંજૂરી, જાણો તમામ પાકોના ટેકાના ભાવ

New MSP Price: કેંદ્ર સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં 14 ખરીફ પાકો પર MSP વધારવાની મંજુરી આપવામાં આવેલ છે. જેમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસ જેવા પાકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP વધારો કરીને 2300 રૂપિયા કરવામાં આવી છે. તો આજે આપણે અહીં કેંદ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ તમામ પાકોના નવા ટેકાના ભાવ વિશે જાણીશુંં.

મિત્રો કેંદ્ર સરકાર દ્વારા કપાસના નવા ટેકાના ભાવ જાહેર થતાં કપાસની નવી જાતના ટેકાના ભાવ રૂ.7121 જ્યારે તેની બીજી જાત માટે રૂ. 7521 રૂપિયા નિર્ધારીત કરાઈ છે. તો અગાઉના વર્ષના ટેકાના ભાવ કરતા કપાસમાં પણ 501 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તો આજે અપણે અહી તમામ ખરીફ પાકોના ટેકાના ભાવ વિશે જાણીશું.

New MSP Price: ખરીફ પાકોના ટેકાના ભાવ

પાકનું નામ ટેકાના ભાવગયાં વર્ષ કરતાં
કેટલો વધ્યો?
ડાંગર (સામાન્ય)2300117
ડાંગર (એ ગ્રેડ)2320117
જુવાર (હાઈબ્રિડ)3371191
જુવાર (માલદંડી)3421196
બાજરી2625125
રાગી4290444
તુવેર7550550
મગ8682124
અદડ7400450
મગફળી6783406
સૂર્યમુખી7280520
સોયાબીન4892292
તલ9267632
કપાસ (મિડિલ સ્ટેપલ7121501
કપાસ (લોંગ સ્ટેપ્લ)7521501

મિત્રો અમે ઉપરોક્ત તમામ ખરીફ પાકોના નવા ટેકાના ભાવ તમારી સાથે શેર કર્યા છે જેમાં આ વર્ષે કઠોળના MSP ભાવમાં જોરદાર વધારો કર્યો છે તેમજ મગફળી અને કપાસના ભાવમાં પણ મોટો એવો વધારો જોવા મળ્યો છે જેથી ખેડુતોને આ તમામ પાકોના ઉચા ભાવ મળી રહે.

MSP એટલે શું?

મિત્રો MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ જેને આપડે ગુજરાતીમાં સમજીએ ઓછામાં ઓછો ભાવ. મિત્રો સરાકાર દ્વારા ખેડુતોને નુકસાનનથી બચાવવા માટે દરેક પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેને આપડે લઘુત્તમ ટેકાના ભાવ અથવા MSP તરીકે ઓળખીએ છીએ. તો સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાવ મુજબ ખેડુતોને ભાવ ન મળતા સરકાર આ તમામ MSP પાકોને ખરીદે છે જેથી ખેડુતને થતું નુકસાન અટકાવી શકાય છે.

મિત્રો સરકાર તરફ્થી કુલ ૨૪ પ્રકારના પાકો પર ટેકાના ભાવ દર વર્ષે જાહેર થતા હોય છે. જેમાં ૭ પ્રકારના અનાજ, ૫ પ્રકારના કઠોળ પાકો, ૭ પ્રકારના તેલીબિયાં પાકો અને અન્ય ૪ પ્રકારના વ્યવસાયિક પાકોનો સમાવેશ થાય છે. આ તમામ પાકોના ભાવ સરકાર દ્વારા સિઝન મુજબ જાહેર કરતાં હોય છે અને ૧૯ જુનનાં રોજ સરકાર દ્વારા ૧૪ પાકોના નવા ટેકાના ભાવ જાહેર કરયા છે.

Read More:- Tomato market price: ટામેટાના ભાવમાં અચાનક વધારો, 80 રૂપિયા પ્રતિ કિલોને પાર

તો ખેડુતો મિત્રો તમે ઉપર ટેકાના ભાવ વિશે જાણ્યું, તો સરકાર દ્વારા જાહેર કરાયેલ આ ટેકાના ભાવ વિશે તમારુ શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરુરથી જણાવજો અને ખેતીને લગતી વધુ માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો આભાર.

Leave a Comment