Tat Bharti 2024: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 7500 શિક્ષકોની ભરતી થશે

Tat Bharti 2024: મિત્રો રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ ૭૫૦૦ શિક્ષકોની જગ્યાઓ માટે ભરતી કરાશે. જે અંગે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે જે લોકો ટાટ પાસ છે અને તેઓ શિક્ષકની નોકરી શોધી રહે છે તેમના માટે આ ઉત્તમ તક હોઈ શકે કેમ કે સરકાર દ્વારા થયેલ જાહેરાત મુજબ સરકારી શાળાઓ અને ગ્રાન્ટઈન શાળાઓમાં માધ્યમિક માટે 3500 શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક માટે 4000 શિક્ષકોની જગ્યાઓ ભરાશે. જેના સામે કુલ 1,18,000 જેટલા ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં અરજી કરશે.

Tat Bharti 2024: ટાટ પાસ ઉમેદવારો માટે ઉત્તમ તક

મિત્રો ગાંધીનગરમાં ઉમેદવારો દ્વારા મંગળવારના રોજ આંદોલન કરવામાં આવી હતી. જેના અંતર્ગત ગાંધીનગરમાં રોજ મળેલી કેંન્દ્રીય બેઠકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકોની ભરતી અંગે લઈને સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે ટુંક જ સમયમાં ભરતી પ્રક્રિયાને હાથ ધરવામાં આવશે. તેમજ ટાટ વન અને ટાટ ૨ ઉમેદવારો માટે પણ ૩ મહિનાના સમયમાં ભરતી પ્રક્રિયા જાહેર થઈ શકે છે. જે અંગે સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવેલ છે.

તો જે ઉમેદવાર મિત્રો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ ગ્રાન્ટેડ સરકારી શાળાઓમાં ભરતી આધારે લાયકાત ધરાવે છે તેઓને કાયમી ભરતી કરવા માટે નિર્ણયની જાહેરાત માનનીય શ્રી શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવેલી છે. તો આવો આ ભરતીની જગ્યાઓ વિશે વિગતવાર માહિતી મેળવિએ.

ભરતીની કુલ જગ્યાઓ

મિત્રો ટાટ ભરતી 2024 વિશે વાત કરવામાં આવે તો માધ્યમિક શાળામાં એટલે કે ધોરણ 9 થી 10 માટે સરકારી શાળાઓમાં 500 શિક્ષકોની જગ્યાઓ તેમજ ગ્રાન્ટેજ શાળાઓમાં 3000 શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવે છે. જે અંતર્ગત ટાટ 1 ઉમેદવારોને કુલ જગ્યાઓ ₹3,500 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે એટલે કે ધોરણ 11 અને 12 માટે સરકારી શાળાઓમાં કુલ 750 શિક્ષક તેમજ ગ્રાન્ટ ઈન એડ શાળાઓ માટે 3250 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. એટલે કે કુલ 4000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે જેથી ટાટ ૨ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક હોઈ શકે છે.

તો આવનારા દિવસો આપવા ભરતી પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ થાય અને લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો પ્રક્રિયામાં પસંદગી પામી અને તેમની કારક્રિદિ તરફ એક પગલું આગળ વધે તેવી તરફથી હાર્દિક શુભેચ્છાઓ આભાર.

Read More:- New MSP Price: 14 ખરીફ પાકો પર MSP વધારવાની કેબિનેટની મંજૂરી, જાણો તમામ પાકોના ટેકાના ભાવ

Leave a Comment