Kesar Mango Price: મિત્રો અત્યારે કેસર કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ગીર, બરડા અને કચ્છની કેસર કેરી આવક મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે હાફૂસ કે રત્નાગીરી કેરીની આવક પણ જોવા મળી છે. તો આજે આપણે સૌરાષ્ટ્રના પોરબંદર અને ગોડલ માર્કેટયાર્ડની કેસર કેરીની કુલ આવકો અને કેરીના બજાર ભાવ શું બોલાયા તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીના ભાવ – Kesar Mango Price in Porbandar
મિત્રો પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક મોટા પ્રમાણમાં થઈ છે. જેમાં કુલ 6000 બોક્સની કેસર ક્યારે આવક જેમાંથી 4000 જેટલા બોક્સની માત્ર બરડા પંથકની કેસર કેરીની આવક થઈ હતી. પોરબંદર માર્કેટ યાર્ડમાં બરડા પંથકની કેસર કેરીનો સ્વાદ લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં ગમતો હોય છે અને આ કેરીની આવક છેલ્લા એક મહિનાથી સતત ચાલુ છે. જેમાં બરોડા પથ્થરના કેસર કેરીના બોક્સની ભાવની વાત કરીએ તો તે ₹500 થી લઈને 1320 રૂપિયા સુધી બોલાયો હતો.
પોરબંદર માર્કેટયાર્ડમાં ગીરની કેસર કેરીની આવક પણ જોવા મળી હતી. જેનો ભાવ ₹400 થી લઈને ₹1,000 સુધી જોવા મળ્યો હતો અને જો કચ્છની કેસર કેરીના ભાવની વાત કરીએ તો તેનો ભાવ 400 થી 550 રૂપિયા પ્રતિ પાંચ કિલો જોવા મળ્યો હતો.
મિત્રો સૌરાષ્ટ્રના ગીર તેમજ બરડા પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન વહેલું થતું હોય ત્યાં કેસર કેરી આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક વધી
ગોંડલ માર્કેટયાર્ડમાં પણ કેસર અને હાફૂસ કેરીની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ હતી. જેમાં આજે ગોંડલ માર્કેટયાર્ડમાં 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1150 રૂપિયા વચ્ચે રહ્યો હતો. જ્યારે હાફુસ કેરીના 10 કિલો બોકસનો ભાવ 850 થી 1350 રૂપીયા સુધી બોલાયો હતો.
મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં કુલ 31,700 બોક્સની આવક થઈ છે. તેમજ આફુસ કેરીને બોક્સની વાત કરીએ તો તેને કુલ 25 જેટલા બોક્સની આવક થઈ છે એટલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં કેસર તેમજ હાફુસની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં વધી છે.
આ પણ વાંચો:- દીકરીને ધોરણ 9 માં દાખલ કરી હશે તો માતાના બેંક ખાતામાં દર મહિને 500 રૂપિયા સહાય આવશે – Namo Laxmi Yojana
મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરી ઉપરાંત અન્ય ફળોની પણ આવકો મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને તમે જાણો જ છો કે ગોંડલ માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને પ્રાચલીત માર્કેટયાર્ડ છે અને જો તમે ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ ફાળો તેમજ પાકોના તાજા બજાર ભાવ જાણવા માગતા હોવ તો અમને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો, જેથી કરીને અમે તમામ પાકોના તાજા ભાવ તમારી સાથે અપડેટ કરતા રહીએ.