Free Ration Update: નમસ્કાર મિત્રો આજના અમારા લેખમાં તમારું સ્વાગત છે. આજે અમે રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ જેના અંતર્ગત હવે જુલાઈ મહિનાથી તમામ રેશનકાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાધ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે. જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલ 60 વર્ષથી વધુ વયના નાગરિકો અને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે.
Free Ration Update: રાશનકાર્ડ ધારકોને સરકાર કરશે હોમ ડિલિવરી
મિત્રો તમને જણાવી દઈએ કે રાશનકાર્ડ ધારકો માટે સમયસર કેટલાક ફેરફારો થતા રહે છે. જેના લીધે તેઓએ તમામ માહિતીનું જાણ હોવી જરૂરી છે અને રેશનકાર્ડ અપડેટ ને લઈને પણ 30 જૂન સુધી તમામ ગ્રાહકોને બાયોમેટ્રિક દ્વારા પોતાનું આધાર કાર્ડ લિંક કરાવી દેવું જરૂરી છે જે પ્રક્રિયાને આપણે કેવાયસી તરીકે ઓળખીએ છીએ અને જે લોકો કવાયસી કરવામાં સફળ નહીં રહે તેમનો ભવિષ્યમાં રાશનનો લાભ મળવા પાત્ર પણ નહીં રહે.
તો મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ રેશનકાર્ડ અપડેટ ને લઈને તમામ લોકોને હવે ઘરે બેઠા રાશનકાર્ડ વસ્તુઓ પહોંચાડવામાં આવશે તેમજ આ લિસ્ટમાં સામેલ લોકોને એક જુલાઈથી તમામ પ્રકારની સુવિધાઓ ઘરે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી કરીને જો તમારું નામ પણ રેશનકાર્ડ લિસ્ટમાં હોય તો તમારે ચકાસી લેવું જરૂરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કેટલાક રાજ્યોએ લાગુ કરવાનું પણ અમલ આપી દીધો છે. જેમાં રાજસ્થાન સરકાર સૌથી મોખરે છે જેમણે એક જુલાઈથી ઘરે-ઘરે રાશન આપવાની સુવિધા શરૂ કરી દેવામાં આવેલ છે અને જેમાં 32 લાખ લોકોના નામ ઉમેરવામાં આવેલ છે.
તો મિત્રો હવે આ નવી સુવિધા નો લાભ મેળવતા લોકોને 10 કિલોની બેગમાં રાશનની ડીલેવરી પોતાના ઘરે કરવામાં આવશે અને જેના માટે સરકાર દ્વારા પણ 34 કરોડ રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે તેમજ બે રાશનકાર્ડ પર 50 રૂપિયાનું પેમેન્ટ પણ આપવામાં આવશે.
વરિષ્ઠ અને વિકલાંગ લોકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ
મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો એટલે કે જે નાગરિક ૬૦ વર્ષ કે તેથી વધુ વયના છે તેમજ વિકલાંગ વ્યક્તિઓ અને જેમની ઉંમર 18 વર્ષથી નીચે છે અને ગરીબી રેખા નીચે જીવતા હોય તેઓને સસ્તા અનાજની દુકાને જવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાના લાભ હેઠળ હવે તેમને રાશનમાં થેલો ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે.
મિત્રો સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય તમને કેવો લાગ્યો અને શું તમે પણ તમારું નામ લિસ્ટમાં તપાસયું, જો તમારું નામ આ લિસ્ટમાં સામેલ છે તો તમને પણ હવે ઘરે બેઠા રાશન મળશે તેમજ તમારે રાશનની લાઇનમાં ઊભું રહેવાનું આવતું નથી જેથી કરીને આ યોજના વરિષ્ઠ અને વિકલાંગ લોકો માટે ખાસ જ ઉપયોગ સાબિત થઈ શકે છે.