GUJCET 2024 Answer Key: ગુજકેટ પરીક્ષા આન્સર કી ડાઉનલોડ કરવાની સંપુર્ણ રીત જાણો

GUJCET 2024 Answer Key: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તાજેતરમાં ગુજકેટ પરીક્ષા 2024નું સંચાલન કર્યું હતું, જેમાં 1.34 લાખ વિધાર્થીઓ આ પરીક્ષા અપાવાના હતા. શિક્ષણ બોર્ડ દ્વારા નિયુક્ત અસંખ્ય પરીક્ષા કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા માર્ચ 31, 2024 ના રોજ લેવામાં આવી હતી. નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને તેઓ આતુરતાપૂર્વક GUJCET આન્સર કી બહાર પાડવાની રાહ જોઈ રહ્યા છે. ચાલો આ લેખના માધ્યમથી આ પરીક્ષાની આન્સર કી કેવી રીતે તપાસવી તેના વિશેની સંપુર્ણ માહિતી મેળવીએ.

GUJCET 2024 Answer Key

GSEB બોર્ડ તેની સત્તાવાર વેબસાઈટ પર એક સપ્તાહની અંદર ગુજકેટની આન્સર કી બહાર પાડવા માટે તૈયાર છે, જે વિદ્યાર્થીઓને તેમના પ્રતિભાવોને ચકાસવાની અને તેમના પેપરોની ચોક્કસ મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડશે.

વર્ષ 2024 માટે ગુજરાત CET નોટિફિકેશન જાન્યુઆરીમાં જારી કરવામાં આવ્યું હતું, જેમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2024 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. નોંધણી પ્રક્રિયા બાદ, GSEB એ 31 માર્ચ, 2024ના રોજ સફળતાપૂર્વક ગુજકેટ પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું હતું.

જ્યારે GUJCET પરીક્ષા 2024ની આન્સર કીનું થોડા જ દિવસોમાં થવાની ધારણા છે, GSHSEB એ હજુ સુધી ચોક્કસ પ્રકાશન તારીખ અથવા સમયની પુષ્ટિ કરી નથી. GUJCET પરીક્ષા આપનાર ઉમેદવારો તેમના રજીસ્ટ્રેશન ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ગુજકેટ આન્સર કી એક્સેસ કરી શકે છે. નોંધનીય છે કે GSHSEB શરૂઆતમાં GUJCET પ્રોવિઝનલ કી બહાર પાડશે, જેનાથી ઉમેદવારો કોઈપણ વિસંગતતાને પડકારી શકશે.

ગુજરાત CET આન્સર કી 2024 કેવી રીતે ડાઉનલોડ કરવી?

GSEB તેની અધિકૃત વેબસાઇટ દ્વારા GUJCET 2024 Answer Key ઓનલાઈન સેર કરશે. વિદ્યાર્થીઓ નિર્ધારિત પોર્ટલ પર જઈને તેને એકસેસ કરી શકે છે અને નિચે આપેલ પગલાં અનુસરીને GUJCET Answer Key 2024 Download કરી શકે છે.

  • સૌ પ્રથમ સત્તવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો
  • ત્યારબાદ હોમપેજ પર GUJCET ટેબ પર નેવિગેટ કરો
  • હવે તમારા મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન થાઓ.
  • ત્યારબાદ Gujarat CET Answer Key લિંક પર ક્લિક કરો
  • હવે ગુજકેટ પરીક્ષાની આન્સર કી તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર ડાઉનલોડ કરો.

Read More:- KVS Admission 2024: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 થી 12 સુધીના પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

આવી રીતે તમે ગુજકેટ પરીક્ષાની આન્સર કી ડાઉનલોડ કરી શકશો અને તમારા ગુણની ચકાસણી કરી શકો છો.

GUJCET Answer Key 2024 Questions Objection – વાંધા અરજી

ગુજરાત બોર્ડ દ્વારા કામચલાઉ જવાબ કી બહાર પાડવા પર, ઉમેદવારોને ઓનલાઈન વાંધો ઉઠાવવાની મંજૂરી આપીને જે ઉમેદવારોને જવાબ વાહીમાં કોઈપણ પ્રશ્નનના જવાબમાં ભુલ હોય તો ઉમેદવારો નજીવી વાંધા ફી સાથે નિયુક્ત વિન્ડો દ્વારા તેમના વાંધા અરજી સબમિટ કરી શકે છે. ત્યારબાદ, બોર્ડ ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલા વાંધાઓની કાળજીપૂર્વક સમીક્ષા કરશે અને ત્યારબાદ અંતિમ ગુજકેટ આન્સર કી બહાર પાડશે.

GUJCET આન્સર કી 2024 ની રાહ જોઈ બેઠેલા વિધાર્થીઓ ટુંંક સમયમાં તમને પ્રવિઝન જવાબવાહી ડાઉનલોડ કરી શકશે જેની લિંક અમે આ લેખના માધ્યમથી તમારી સાથે સેર કરીશું . GUJCET 2024 સંબંધિત વધુ અપડેટ્સ અને ઘોષણાઓ માટે સત્તાવાર વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

અગત્યની લિંક

Leave a Comment