AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૭૩૧ જગ્યાઓ પર ભરતી, અહીથી અરજી કરો

AMC Recruitment 2024 I અમદાવાદ મહાનગર પાલિકા ભરતી 2024 :  અમદાવાદ  મહા નગરપાલિકામાં વિવિધ સંવર્ગની બંપર સંખ્યામાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી સહાયક જુનિયર ક્લાર્ક 612 જગ્યાઓ, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ની 93 જગ્યાઓ તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) ની 26 જગ્યાઓ પર ભરતી કરવા સારું માત્ર ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ :15 એપ્રિલ 2024 રાખવામાં આવી છે. આ જગ્યાઓ કરાર આધારિત નથી પરંતુ કાયમી ધોરણે ભરવામાં આવનાર છે. મિત્રો જો તમે આ લાયકાતને અનુરૂપ લાયકાત ધરાવો છો. અને તમે હજી સુધી અરજી કરી નથી તો અહીથી આજેજ અરજી કરી શકશો.

AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

ભરતી કરનાર સંસ્થાઅમદાવાદ મહાનગર પાલિકા
ભરવાની પોસ્ટસહાયક જુનિયર ક્લાર્ક
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ)
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૪/૨૦૨૪
સત્તાવાર સાઈટhttps://ahmedabadcity.gov.in/
ઓન લાઇન ફી ભરવાની છેલ્લી તારીખ25/04/2024

ભરવા પાત્ર જગ્યાઓની સંખ્યા  :

  • સહાયક જુનિયર ક્લાર્ક :- 612
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર :- 93
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) :- 26

ઉપરોક્ત તમામ જગ્યાઓ પૈકી અનામત સંવર્ગના ઉમેદવારો માટે નિયમો અનુસાર અનામત જગ્યાઓ ભરવામાં આવશે ઉમેદવારો વધુ વિગતો માટે  AMC નું સત્તાવાર નોટિફિકેશન જોઈ શકશે.

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત કોષ્ટકમાં જણાવ્યા મુજબની રહેશે. જયારે  ઉમેદવારો કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.તેમજ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

  • સહાયક જુનિયર ક્લાર્ક માટે કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતકમાં સેકન્ડ ક્લાસ તેમજ સીસીસી
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર(ઇજનેર) માટે બી.ઈ  સિવિલ અથવા ડી.સી.ઈ
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) માટે બી.ઈ  ઇલેક્ટ્રીક  અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રીક

પગાર ધોરણ :

  • સહાયક જુનિયર ક્લાર્ક માસિક રૂપિયા 26000 ફિક્સ દર માસે ચૂકવવામાં આવશે. તેમજ ત્રણ વર્ષ બાદ નિયમ મુજબ સાતમા પગાર પંચ અનુસારના પે મેટ્રિક લેવલ 2  મુજબ 19900 -63200 માં સમાવેસ કરવામાં આવશે.
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર(ઇજનેર)ને માસિક રૂપિયા 40800 ફિક્સ દર માસે ચૂકવવામાં આવશે. તેમજ ત્રણ વર્ષ બાદ નિયમ મુજબ સાતમા પગાર પંચ અનુસારના પે મેટ્રિક લેવલ 5  મુજબ 29200 -92300 માં સમાવેસ કરવામાં આવશે.
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) ને માસિક રૂપિયા 40800 ફિક્સ દર માસે ચૂકવવામાં આવશે. તેમજ ત્રણ વર્ષ બાદ નિયમ મુજબ સાતમા પગાર પંચ અનુસારના પે મેટ્રિક લેવલ 5  મુજબ 29200 -92300 માં સમાવેસ કરવામાં આવશે.

વય મર્યાદા :

ઉમેદવારોની વય મર્યાદા 30 વર્ષથી વધુ નહી તેટલી રાખવામાં આવી છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારીઓને વય મર્યાદાનો બાધ નડશે નહી. અનામત સંવર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ આપવામાં આવશે.

જરૂરી ડૉક્યુમેન્ટ :

ઉમેદવારોએ ઓનલાઇન અરજી સાથે નીચે દર્શાવેલ ડૉક્યુમેન્ટ ઓન લાઈન અપલોડ કરવાના રહેશે.

  • ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • સહીનો નમૂનો
  • આધાર કાર્ડ
  • અનુભવનાં ડોક્યુમેન્ટની pdf
  • જાતિનું પ્રમાણપત્ર
  • નોન ક્રિમિલેયર સર્ટિ વગેરે

પરીક્ષા ફી અને અન્ય વિગતો :

  • સામાન્ય સંવર્ગના ઉમેદવારોએ રૂપિયા 500 તેમજ પછાતવર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ઓન લાઈન ભરવાના રહેશે દિવયાંગ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી.
  • પરીક્ષા ફી માત્ર ઓન લાઈન ગેટવે મારફત ભરવાના રહેશે.

અરજી કરવા માટે :- અહી ક્લિક કરો

મિત્રો,વધુ માહિતી માટે AMC ની સત્તાવાર વેબ સાઈટ પરથી અરજી કરતાં પહેલાં ઉમેદવારોની સૂચનાઓ ડાઉનલોડ કરી કાળજી પૂર્વક વાંચવા વિનંતી છે. આ ઉપરાંત તમે અમદાવાદ  મહા નગરપાલિકા ની સત્તાવાર વેબ સાઈટ પરથી વધુ માહિતી મેળવી શકશો. અમારો આજનોઆ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અચૂક કોમેંટમાં જણાવશો.

Leave a Comment