Bank of India Recruitment 2024: બેંક ઓફ ઈંડિયામાં બેંક અધિકારીની 143 જગ્યાઓ પર બંપર ભરતી, અહીથી અરજી કરો

Bank of India Recruitment 2024: મિત્રો, બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 143 ઓફિસરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા માટે સત્તાવાર સૂચનાના પ્રકાશન સાથે શરૂ થઈ છે. BOI ઓફિસર ભરતી 2024 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો તેમને ગમતી અને અરજી કરવા માટે જે જગ્યા માટે લાયકાત ધરાવતા હોય તે જગ્યા માટે અહીથી અરજી કરી શકે છે.

Bank of India Recruitment 2024

બેકની ઓફિસરની આ જગ્યા માટે આકર્ષક પગાર પણ આપવાની છે. મિત્રો તમે બેંકનું સત્તાવાર નોટિફિકેશન વાંચી વધુ વિગતવાર માહિતી મેળવી શકો છો. બેક અધિકારીની આ જગ્યાઓ માટે માત્ર https://Bankofindia.co.in વેબ સાઇટ પર જઈ ઓન લાઇન અરજી કરવાની છે. તે માટે ઉમેદવારોએ અરજી કરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર અરજી કરવી જોઈએ. ઉમેદવારો અરજી કરવા બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અરજીની પ્રક્રિયા 27 માર્ચે જાહેરનામું બહાર પાડવાની સાથે સાથે શરૂ થઈ હતી. અને ઉમેદવારો પાસે તેમની અરજીઓ સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ એપ્રિલ 10, 2024 રાખવામાં આવી છે.

અરજી ફી:

બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અરજી ફી રૂપિયા 850 સામાન્ય સંવર્ગના ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે. જ્યારે અનામત સંવર્ગમાં આવતા SC, ST અને PWD ઉમેદવારોએ માત્ર રૂપિયા 175 ચૂકવવાની જરૂર છે. ઉમેદવારોએ અરજી ફી માત્ર ઓન લાઇન પેમેન્ટ પધ્ધતિથી ચૂકવવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા:

બેક ઓફ ઇન્ડિયાની ઓફિસરની પાત્રતાના માપદંડ મુજબ, ક્રેડિટ ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે CA/CMA/CS અથવા MBA/ હોવું જોઈએ. અથવા સમકક્ષ અનુસ્નાતક ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોની ઉંમર 1 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 23 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કાયદા અધિકારીની જગ્યાઓ માટે, ઉમેદવારોએ કાયદાની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને તેમની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેવી જ રીતે, IT વિભાગમાં હોદ્દા માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત શાખામાં BE/BTech ડિગ્રી અથવા MCA અથવા કમ્પ્યુટર સાયન્સ/ITમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ, જેની ઉંમર 28 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અન્ય જગ્યાઓ માટે વિગતવાર લાયકાતની આવશ્યકતાઓ માટે, ઉમેદવારોને BOI ઓફિસર ભરતી 2024ની સૂચનાનો વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે.

અરજી કરવાની રીત:

બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત કરાયેલ વિવિધ ઓફિસર હોદ્દા માટે અરજી કરવામાં રસ ધરાવતા સંભવિત ઉમેદવારો બેંકની અધિકૃત વેબસાઈટ દ્વારા અથવા નીચે આપેલી સીધી લિંકને અનુસરીને ભરતીની સૂચના સરળતાથી મેળવી શકે છે. અરજી પ્રક્રિયા માટે , ઉમેદવારોએ શરૂઆતમાં નોંધણી કરાવવી જરૂરી છે અને પછી તેમની અરજી સબમિટ કરવા માટે તેમની નોંધાયેલ વિગતો સાથે લૉગ ઇન કરવું જરૂરી છે. એટ્લે કે ઉમેદવારોએ સૌ પ્રથમ પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યારબાદ વિગતવાર અરજી ફોર્મ ભરવું પડશે. અરજી ફોર્મમાં કોઈ પણ વિગત લખ્યા વગર રહી ના જાય તે કાળજી રાખવાની રહેશે.ત્યાર બાદ બેંક દ્વારા માગવામાં આવતાં ડૉક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે. છેલ્લે પોતાને ભરવાની થતી અરજી ફી ઓન લાઇન ભરી જરૂરી પ્રિન્ટ મેળવી લેવી જરૂરી છે.

મિત્રો, અરજી કરતાં પહેલા બેક ઓફ ઇન્ડિયાની જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન વાંચી https://bankofindia.co.in વેબ સાઇટ પર ઓન લાઇન અરજી કરવી. વધુ માહિતીની જરૂર પડેતો બેક ઓફ ઇન્ડિયાની વેબ સાઇટ પરથી માહિતી મેળવવી અથવા હેલ્પ લાઇનનો ઉપયોગ કરવા વિનંતી છે.

આ પણ વાંચો : http://AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૭૩૧ જગ્યાઓ પર ભરતી, અહીથી અરજી કરો

1 thought on “Bank of India Recruitment 2024: બેંક ઓફ ઈંડિયામાં બેંક અધિકારીની 143 જગ્યાઓ પર બંપર ભરતી, અહીથી અરજી કરો”

Leave a Comment