Good News: મિત્રો હવે ગરીબો અને મજૂર વર્ગના લોકો માટે એક સારા ન્યુઝ આવી રહ્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને લઘુત્તમ વેતનનું માળખું નક્કી કરવામાં આવશે જેમાં એક ફિક્સ કિંમત નક્કી કરી અને તેનાથી વધું કિંમત કોઈપણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂર વર્ગના લોકોને મળશે.
Good News: કેદ્ર સરકારા દૈનિક વેતનને 400 વટાવાના વિચારણા પર
તાજેતરમાં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દૈનિક વેતનને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે જે મુજબ તમામ રાજ્યોને આ ફ્લોર લેવલ મુજબ નક્કી થયેલ લઘુતમ વેતન ચૂકવવાનું રહેશે પરંતુ કોઈ પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ વેતનના લેવલને સ્વીકારવા માટે બંધાયેલ નથી. કારણ કે બંધારણમાં સમર્વિત સૂચિમાં તે સમાવેશ છે, જેથી તમામ કેન્દ્ર અને રાજ્ય સરકાર અલગ અલગ પોતાની અનુકૂળતા મુજબ જે તે રાજ્યની લઘુતમ વેતન નક્કી કરે છે.
મિત્રો કેન્દ્ર સરકારના આ પગલાથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 50 કરોડથી વધુ મજૂર વર્ગના લોકોને ડાયરેક્ટ ફાયદો મળશે અને તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લઘુત્તમ વેતનનું વિરોધ કરશે નહીં કેમકે વર્ષ 2024 ને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પણ લઘુત્તમ વેતન વધારવા ને લઈને વચન આપવામાં આવ્યું હતું.
મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદો અમલમાં લાવવા જઈ રહ્યા છે જેમાં કોઈપણ રાજ્ય મજૂર વર્ગના લોકોને દૈનિક વેતન થી ઓછું રકમ ચૂકવી શકશે નહીં અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ વેતન કરતા વધુ વેતન ચૂકવવા માટે સ્વતંત્ર રહેશે પણ તેનાથી ઓછું વેતન ચૂકવી શકશે નહીં તો જો આ કાયદો લાગુ થશે તો 50 કરોડથી વધુ લોકોને તેનો ફાયદો થઈ શકે છે.
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા લઘુતમ કિંમત નક્કી કરવામાં આવે છે અને વર્ષ 2017 માં કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ વેતનનું માળખું જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત 176 રૂપિયા પ્રતિ દિવસ વેતન તરીકે મળતા હતા જ્યારે હવે કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા નવા વેતનની કિંમત ₹400 હોઈ શકે અને આ માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનની પણ મદદ લેવામાં આવી રહી છે.
આમ તો દરેક રાજ્ય દ્વારા કુશળ અને બિનકુશળ કામદારો માટે લઘુતમ વેતન અપડેટ કરતું રહે છે. જેમાં જીવન નિર્વાહ ખર્ચ તેમજ આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ અત્યારના મોંઘવારીના જમાનામાં કોઈપણ વ્યક્તિને જુના લઘુતમ વેતનથી ખુશ નથી હોતા અને કામદારોને શોષણથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ એક અગત્યનો નિર્ણય હોઈ શકે
તો મિત્રો દૈનિક વેતન ૪૦૦ રૂપિયાને વટાવી જશે તેવા ન્યુઝ વિવિધ સોર્સના માધ્યમથી આવી રહ્યા છે તો આ અંગે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
Read More:- Rs 100 Note Update: 100 રૂપિયાની નવી નોટ લઈને આવ્યું મોટું અપડેટ, જાણો આ નોટની ખાસીયત