ગુજરાત પોલીસ ભરતી ની જાહેરાત માર્ચ મહિનામાં આવતા તમામ ઉમેદવારો પોલિસ પરીક્ષા ક્યારે લેવાશે તેની અટકળ લાગાવીને બેઠા હતા અને પોલીસ ભરતીની શારીરીક કસોટી ક્યારે લેવાશે તે સૌ કોઈ અમને પ્રશ્ન કરતું હતુ પરંતુ હવે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતીની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં ફોર્મ ભરવાથી લઈને પસંદગી પામો ત્યાં સુધીની તમામ વિગતો આજે અમે આ લેખમાં તમારી સાથે ચર્ચા કરીશું.
મિત્રો તમામ ઉમેદ્વારોને સૌ પહેલો પ્રશ્ન હોય તો એજ છે કે શારીરિક કસોટી ક્યારે લેવાશે કેમ કે શારિરિક કસોટી માટે તમારે અત્યરાથી ફિઝિક્લ તૈયારી કરવી જરુરી છે અને લેખીત કસોટીની તો તૈયારી સૌ કોઈ કરતું જ હોય છે તો ચાલો જાણીએ પોલિસ પરીક્ષાની તમામ અગત્યની તારીખો વિષે વિગતવાર માહિતી અહિથી.
ગુજરાત પોલીસ ભરતી 2024 ફોર્મ ભરવાની તારીખો
- ગુજરાત પોલીસ ભરતી જાહેરાત :- ૧૩/૦૩/૨૦૨૪
- પોલીસ ભરતીનો અરજીનો સમયગાળો :- ૦૪ એપ્રિલ ૨૦૨૪ થી ૩૦ એપ્રિલ ૨૦૨૪
- અરજી ફી ભરવાની છેલ્લી તારીખ :- ૦૭/૦૫/૨૦૨૪
- જે ઉમેદવારો આ વર્ષ 12 પાસ અને ગ્રેજ્યુએશન પાસ કરશે તેમના માટે અરજી વિન્ડો ઓગષ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં ખુલશે.
પોલીસ ભરતી શારીરિક કસોટી તારીખ
- LRD ભરતીની શારીરિક કસોટી નવેમ્બર તેમજ ડિસેમ્બર 2024 ના રોજ લેવામાં આવશે જેના પરિણામો જાન્યુઆરી 2025 માં જાહેર કરવામાં આવશે .
બિન હથિયારી પો. સ. ઇ. લેખીત પરીક્ષાની તારીખો
બિન હથિયારી પો. સ. ઇ. લેખીત પરીક્ષા જાન્યૂઆરી અને ફેબ્રુઆરી 2025 માં યોજાશે જેના માર્ક, વાંધા અરજી અને રીચેકિંગ વગેરેનું આયોજન પણ ફેબ્રુઆરી 2025 માં પૂરું કરવામાં આવશે.
જ્યારે લેખીત પરીક્ષાનું પરિણામ માર્ચ, 2025 માં જાહેર થશે.
ત્યારબાદ લેખતી પરીક્ષાનું પેપર 2 કે જે સબ્જેકટિવ છે તેના ગુણ ઓગષ્ટ 2025 સુધી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ રીચેકિંગ બાદ લેખતી પરીક્ષાનું પરિણામ ઓગષ્ટ 2025માં જાહેર કરાશે.
બિનહાથયારી પો. સ. ઇ ની દસ્તાવેજ ચકાસણી, હંગામી પરિણામ અને ફાઈનલ પરિણામ સપ્ટેમ્બર 2025 માં જાહેર થશે .
લોકરક્ષક કેડર લેખીત પરીક્ષા
- લોકરક્ષક કેડર લેખીત પરીક્ષા :- ફેબ્રુઆરી, 2025
- પરીક્ષાના ગુણ જાહેર : માર્ચ, 2025
- લેખતી પરીક્ષાનું પરિણામ :- એપ્રિલ 2025
- આખરી પરિણામ :- મે 2025
નોંધ:- ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજીત છે તેમાં કોઈપણ કારણોસર ફેરફારો થઈ શકે છે. આ માહિતી વિધાર્થીઓ તૈયારી કરવા માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.
વધુ માહિતી માટે તમે નીચે આપેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સતાવાર સાઈટની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
ગુજરાત પોલીસ ભરતીનું ટાઈમ ટેબલ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |