Mahila Samman Saving Certificate: પોસ્ટ ઓફિસ મહિલા બચત યોજના મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનામાની આ એક પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ છે. દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે પોતાનાં નાણાં યોગ્ય જગ્યાએ સુરક્ષિત રહે અને તેનું વળતર પણ સારું મળે, તે દરેક વ્યક્તિ પહેલું વિચારે છે. તો મિત્રો આજે અમે આપને પોસ્ટ ઓફિસની મહિલાઓ માટેની બેસ્ટ બચત યોજના વિશે જણાવી રહ્યા છીએ. આપ પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં આપનાં નાણાં રોકશો તો આપનાં નાણાં સુરક્ષિત પણ રહેશે અને આપને મળશે પૂરું 7.5 ટકાનું બંપર વ્યાજ મળશે.
Mahila Samman Saving Certificate
આ સ્કીમનું નામ છે મહિલા સન્માન સેવિંગ્સ સ્કીમ (Mahila Samman Saving Certificate), આ સ્કીમ દ્વારા સરકાર મહિલાનો સશક્ત અને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. તે પૈકી આ પોસ્ટ ઓફિસની મહત્વની યોજના છે. નાની 10 વર્ષની બાલિકાથી માંડી કોઈ પણ મહિલા આ યોજના હેઠળ પોતાનું ખાતું ખોલાવી શકે છે.
વ્યાજ દર:
આજકાલ પોતાનાં ભવિષ્યને સુંદર બનાવવા માટે દરેક વ્યક્તિ બચત કરે છે. લોકો પોતાના નામે,પોતાનાં બાળકોના નામે અને પરિવારની મહિલાઓના નામે બચત કરી પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યમાટે બચત કરતો હોય છે. સરકાર દ્વારા મહિલાઓ માટેની સારી યોજનાઓ પૈકીની આ એક સારી ફાયદા કારક બચત યોજના છે. અમે મહિલાઓ માટે ચાલતી પોસ્ટ ઓફિસની આ બેસ્ટ સ્કીમ મહિલા સન્માન બચત યોજના જે તમે નાની નાની રકમ દ્વારા આ સ્કીમમાં રોકાણ કરીને વધુ આકર્ષક વ્યાજ મેળવી શકશો. જેમાં પોસ્ટ ઓફિસ 7.5 ટકા બંપર વ્યાજ આપવામાં આવે છે. આપનાં નાણાં સરકાર પાસે સુરક્ષિત રહેશે, અને વ્યાજની આવક પણ સારી આપતી આ બચત યોજના મહિલાઓ માટે બેસ્ટ છે.
રોકાણની મર્યાદા :
પોસ્ટ ઓફિસ અને બેન્કો દ્વારા ચલાવાતી ઘણી યોજનાઓ અમલમાં છે. પરંતુ પોસ્ટ ઓફિસની Mahila Samman Savings Certificate યોજના ટૂંકા ગાળામાં સારું વ્યાજ આપે છે. તેમાં 2 વર્ષના ટૂંકા ગાળા માટે રૂપિયા 200000 નું રોકાણ કરવાથી ભારતીય પોસ્ટ દ્વારા અસરકારક વ્યાજ મળશે આ યોજનામાં નાણાંનું રોકાણ કરવાની વધુમાં વધુ મર્યાદા 2 લાખની છે. આ નાની બચત યોજના વર્ષ 2023 માં આપણા વડા પ્રધાન નરેંદ્ર મોદી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને વધુ શશ્ક્ત બનાવવા શરૂ કરવામાં આવી હતી.
ખાતું કોણ ખોલાવી શકે ?
પોસ્ટ ઓફિસની મહિલા સન્માન બચત સર્ટીફીકેટ્સ સ્કીમ યોજનામાં 7.5 જેટલું વ્યાજ તો આપે જ છે. પરતું મહિલા સન્માન બચત સર્ટિફિકેટ્સ યોજના હેઠળ રોકેલાં નાણાં આવકવેરા ખાતાની કલમ 80C હેઠળ કરવામાં આવેલું રોકાણ આવક વેરામાં રાહત આપે છે. જે બચત સાથે મળનારો મહત્વનો લાભ છે. આ સ્કીમ હેઠળ 10 વર્ષની બાલીકાઓ પણ પોતાનું ખાતું ખોલાવી શકે છે. અને તેનાથી નાની ઉમરની બાલીકાઓના ખાતાં પણ માતાપિતા ખોલાવી શકે છે. એટલેજ પોસ્ટ ઓફિસની આ સ્કીમ ખૂબ લોકપ્રિય બની છે.
પાકતી મુદતે લાભની ગણતરી
Mahila Samman Saving Certificate યોજનાના મળનારા લાભની વાત કરવામાં આવેતો જો તમે પોસ્ટ ઓફિસમાં આ સ્કીમ હેઠળ રૂપિયા 2 લાખનું રોકાણ કરોછો તો પોસ્ટ ઓફિસ દ્વારા 7.5 ટકા વ્યાજ આપવામાં આવતું હોવાથી પહેલા વર્ષે તેના વ્યાજના 15000 રૂપિયા બીજા વર્ષના મુદ્દલમાં ઉમેરાશે અને બીજા વર્ષે તેનું વ્યાજ 16125 રૂપિયા થશે. બે વર્ષનું કુલ વ્યાજ 31125 રૂપિયા થશે એટલેજ વ્યાજ અને ઇન્કમ ટેકસમાં રાહતની ગણતરી કરતાં લગભગ કહેવાય .બે વર્ષના અંતે 231125 રૂપિયા પોસ્ટ દ્વારા પાછા મળશે.
Read More:- : PM Kisan 17th Installment Date: PM કિસાન 17મા હપ્તાની તારીખ જાહેર, અહીંથી ચેક કરો તમારું સ્ટેટસ