Mango Bhav Today: આજરોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીની આવકોમાં ઘટાડો જોવા મળતાં કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેરીના ભાવ વધતાં કેરીના રસીયાઓમાં નિરાશા.
ગુજરાતનાં કેસર કેરીનાં હબ ગણાતાં અમરેલી,ગોંડલ પોરબંદર અને તાલાલા ગીર સહિત પોરબંદર માર્કેટયાર્ડોમાં કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી ,આર્કેટયાર્ડમાં કેરીના ભાવ 20 કિલોના 1200 રૂપિયાથી માંડી ₹2700 સુધીના ભાવ જોવા મળ્યા હતા. અમરેલી માર્કેટ યાર્ડ કેરીની આવક પણ સારી નોંધાઈ છે. જ્યારે આફૂસ કેરીના ભાવ ₹1200 થી 2700 જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લામાં ઓફૂસ કેરીનું બમ્પર ઉત્પાદન કરવામાં આવે છે. ઉનાળામાં કેસર, બદામ તોતાપુરી, રાજાપુરી, ઉપરાંત કેસર કેરી પણ અમરેલી માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણે વેચાણ માટે લાવવામાં આવે છે. આ વખતે ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડ માં આફૂસ કેરીનો સારો ભાવ મળી રહ્યો છે.
અમરેલી માર્કેટયાર્ડના કેરીના ભાવ – Mango Bhav Today
અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા,ધારી, ખાંભા વગેરે કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતા છે. અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં આંબાના બગીચા પણ છે. અમરેલી ફ્રુટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે. જ્યારે કેસર કેરીનો સરેરાશ ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં રૂપિયા 2400 નો થયો છે. કેરીના ભાવ કેરીની ક્વોલિટી અને સાઈઝ ઉપર આધાર રાખે છે.
આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થવાના સંકેતો છે. તેથી કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 1000 રૂપિયા પ્રતિ 10 કિલો નું બોક્સ વેચાતું હતું તે કેરી આજે ₹1500 માં 10 કિલોનું બોક્સનું વેચાણ જોવા મળી રહ્યું છે.
પોરબંદર માર્કેટયાર્ડના કેરીના ભાવ – Mango Bhav Today
પોરબંદર માર્કેટ યાર્ડમાં તલાલા ગીરની કેસર કેરીનો ભાવ પણ ₹1500 સુધી બોલાઈ રહ્યો છે. પોરબંદર માર્કેટ યાર્ડમાં તલાલા ગીરની કેસર કેરી, આફૂસ કેરી અને બરડાની કેસર કેરીની આવક જોવા મળી રહી છે. પોરબંદર માર્કેટ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેરીની આવકો શરૂ થઈ ગયેલી છે. બરડાની કેસર કેરીનો ભાવ ₹1,000 થી ₹1200 એક બોક્સ એટલે કે ૧૦ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. સરેરાશ ભાવ રૂપિયા 700 થી 1500 જોવા મળી રહ્યો છે. જ્યારે એક કિલો નો ભાવ રૂપિયા 140 થી 170 જોવા મળી રહ્યા છે. રત્નાગીરી કેરીના 16 કિલો ની 50 પેટી ની આવક થઈ હતી જ્યારે કેરીનો એક કિલોનો ભાવ રૂપિયા 70 થી ₹150 જોવા મળી રહ્યો છે 20 કિલોના ભાવ રૂપિયા 400 જોવા મળી રહ્યા છે
ગોંડલ માર્કેટયાર્ડના કેરીના ભાવ અને કેરીની આવકો
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ કેરીના ભાવ ની વાત કરીએ તો આફૂસકેરી ના ભાવ રૂપિયા 2000 થી રૂપિયા 3000 રહ્યા છે. જ્યારે રાજાપુરી કેરીનો ભાવ ₹600 થી રૂપિયા 1000 જોવા મળી રહ્યો છે. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવક કેરી જોવા મળી છે. જ્યારે કેસર કેરીનો ભાવ ₹1200 થી ₹2400 એક મણના રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ કેસર કેરીની આવકો રહેતાં કેરીની આવક 196000 કિલોગ્રામ થઈ હતી. જ્યારે રાજાપુરી કેરીની આવક 2,640 કિલો થઈ હતી. જ્યારે બદામ કેરીની આવક 19,830 કિલોગ્રામ નોંધાય છે. ગોંડલ માર્કેટ યાર્ડ માં આજરોજ આફૂસ કેરીની આવક 11000 200 કિલો નોંધાઈ હતી.
Read More : GSEB 12th Result 2024: ધોરણ 12 ના પરીણામને લઈને આવ્યા અગત્યના સમાચાર, જુઓ તમારું રીઝલ્ટ
મિત્રો,અમોને સત્તાવાર વેબ સાઇટ અને મીડિયાના અહેવાલો મુજબ મળેલા કેરીના ભાવ આપની સામાન્ય જાણકારી માટે અહી રજૂ કરેલ છે. કેરીના ભાવ માર્કેટ યાર્ડમાં થયેલ આવક અને ઉત્પાદન ઉપર પણ આધાર રાખે છે.