Namo Laxmi Yojana: નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપની દીકરીને જો ધોરણ 9 માં દાખલ કરવામાં આવી હોય, તો હવે માતાના ખાતામાં જમા થશે રૂપિયા 500 દર મહિને, તેથી માતાઓએ તેમનું બેંક ખાતું વહેલા સર ખોલાવી દેવું જોઈએ. જેથી ધોરણ 9 માં દાખલ થનાર દિકરીના માતાના ખાતામાં સમગ્ર વર્ષ દરમ્યાન કેટલા રૂપિયા કુલ જમા થશે જાણો વિગતવાર માહીતી.
Namo Laxmi Yojana
જો આપની દીકરી જૂન 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 પાસ કરી હવે ધોરણ 9 માં પ્રવેશ મેળવી રહી છે. તો આજે અમે આપને દીકરીના શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થવા અને આપની દીકરીના ભણતરના ખર્ચને પહોચી વળવા માટે સરકાર દ્વારા દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય કોને આપવામાં આવશે, અને આ સહાય મેળવવા માટે શું કારવાહી કરવી પડશે, તે વિશે અમો આપને આજના લેખમાં વિગતવાર જણાવી રહ્યા છીએ. તેથી આપ લેખના અંત સીધી અમારી સાથે જોડાયેલા રહેશો.
નમો લક્ષ્મી યોજના વિશે
નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વની શિક્ષણ માટેની યોજના છે. આ યોજના દ્વારા સરકાર દીકરીની માતાના ખાતામાં ડાયરેકટ દર માસે આર્થિક સહાયની રકમ જમા કરાવવામાં આવશે જેથી માધ્યમિક અને ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ભણતી દીકરીના શિક્ષણ ખર્ચને પહોચી વળવા આર્થિક સહાય પૂરી પાડી, દીકરીના ઉચ્ચશિક્ષણને સુનિશ્ચિત કરવા માટેની યોજના છે. દરેક દીકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને તેનો અભ્યાસ અધવચ્ચે આર્થિક મુશ્કેલીના લીધે છોડે નહી એવા ઉમદા ભાવ સાથે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે.
નમો લક્ષ્મી સહાય મેળવવા આટલું કરો
Namo Laxmi Yojana: નમો લક્ષ્મી યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા માટે સરકાર દ્વારા દીકરીની માતાના બેંક ખાતામાં આર્થિક સહાયની રકમ DBT દ્વારા એટલેકે ડાયરેકટ બેનિફિટ્સ સિસ્ટમ દ્વારા સીધાજ જમા કરાવવામાં આવશે. તેથી દીકરીની માતાનું ખાતું બેકમાં હોવું જરૂરી છે. જે માતાઓનાં ખાતાં બેકમાં ખોલાવેલાં છે પરંતુ આધાર કાર્ડ સાથે લિન્ક કરેલ નથી તેમણે તે ખાતાને આધાર સાથે લિન્ક અને સીડીગ કરેલ હોવું જોઈએ. ત્યાર બાદ દીકરી જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય દ્વારા ખાતાની વિગતો જ્યારે માગવામાં આવે ત્યારે તે આપવાની છે.
આ પણ વાંચો:- Solar Power Bank: હવે લાઈટ વગર પણ ચાર્જ થશે તમારો મોબાઈલ, આ એક ઉપકરણ તમારી સાથે રાખો
જો ધોરણ 9 માં દાખલ કરવામાં આવેલ દીકરીની માતા હયાત નથી તેવા કિસ્સામાં પિતાનું ખાતું હશે તો ચાલશે. જ્યારે શાળા દ્વારા પાસબુકની ઝેરોક્ષ માગવામાં આવે ત્યારે તે આપવાની રહેશે. સામાન્ય રીતે શાળા શરૂ થતાંજ શાળા દ્વારા આ દરખાસ્તો તૈયાર કરવામાં આવતી હોય છે. માતાઓ દ્વારા વેકેસનના સમયગાળામાં બેંક ખાતાની વિગતો તૈયાર કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જેથી દરખાસ્ત તૈયાર કરવામાં વિલંબ થાય નહી.
નમો લક્ષ્મી યોજના હેઠળ કેટલી આર્થિક સહાય મળશે
જ્યારે દીકરી ધોરણ 9 માં દાખલ કરવામાં આવશે ત્યારે માતાના ખાતામાં દર માસે રૂપિયા 500 લેખે દસ માસ જમા કરવામાં આવશે દીકરી ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા પાસ કરશે એટલે રૂપિયા 5000 એમ કુલ વર્ષ દરમ્યાન દીકરીની માતાના ખાતામાં 10000 રૂપિયા જમા કરાવવામાં આવશે. એજ રીતે ધોરણ 10 માં રૂપિયા 10000 જમા થશે એટલેકે માધ્યમિક શિક્ષણ ધોરણ 9 થી 10નો અભ્યાસ પૂરો થતાં રૂપિયા 20000 દીકરીની માતાના ખાતામાં જમા કરવામાં આવશે.
ત્યારબાદ ધોરણ 11 માં દીકરીને દાખલ કરતાં દરમાસે રૂપિયા 750 દસ માસ સુધી જમા કરવામાં આવશે તેમજ દીકરી ધોરણ 11 ની પરીક્ષા પાસ કરતાં 7500 જમા થશે એટલે કે વર્ષના કુલ 15000 જમા થશે એવીજ રીતે ધોરણ 12 માં પણ રૂપિયા 15000 જમા થશે એટલેકે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરતાં દીકરીના ખાતામાં 30000 રૂપિયા જમા થશે એટલેકે ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી દીકરીની માતાના ખાતામાં રૂપિયા 50000 જમા કરવવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના હેઠળ દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરે તે માટે દીકરીને આર્થિક સહાય પૂરી પાડી તેના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને પૂર્ણ કરવા સરકારની કટિબધ્ધતાને સાકાર કરતી આ નમો લક્ષ્મી યોજનાનો દરેક દીકરીઓને મળે તે માટે આ લેખને આપ આપના સ્નેહીજનો મિત્રોને ફોરવર્ડ કરો જેથી તમામને આ માહિતી મળે મિત્રો, આ યોજના વિશે આપને જ્યારે પણ વધુ માહિતીની જરૂર પડે ત્યારે અમોને અચૂક કોમેન્ટ કરી જણાવશો. આજનો લેખ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !
આ પણ વાંચો:- Cyclone Remal Update: ચક્રવાત ‘રેમલ’ તબાહી મચાવી રહ્યું છે, કોલકાતામાં તમામ ફ્લાઈટ્સ રદ