Net House Subsidy Scheme: ખેડૂત મિત્રો રાષ્ટ્રીય બાગાયથી મિશન અંતર્ગત સરકાર દ્વારા અનેક પ્રકારની બાગાયતી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા પણ આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતને લગતી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાંની આજે આપણે એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ યોજનાન અંતર્ગત હવે ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં નેટ હાઉસ બનાવીને બાગાયતી પાકોનું વાવેતર કરી શકે છે અને તેનું સારું એવું ઉત્પાદન પણ મેળવી શકે છે તો ચાલો આ યોજનામાં મળતી સબસીડીની માહિતી મોળવીએ. તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની પણ સંપૂર્ણ માહિતી મેળવીશું.
Net House Subsidy Scheme
મિત્રો તમે જાણો છો કે બાગાયતી પાકો પર વાતાવરણની ખૂબ જ અસર પડે છે. કેમકે જો તમારા ખેતરમાં બાગાયતી પાકનું તમે વાવેતર કરો અને અચાનક ભારે વરસાદ અથવા કમોસમનાં લીધે તમારા આ બાગાયતી પાકોને નુકસાન પડી શકે છે. તો સરકાર આ બાબતોનું ધ્યાન દોરીને હવે બાગાયતી પાકોના રક્ષણ સારું નેટ હાઉસને પ્રોત્સાહન આપવા આ યોજનાની શરૂઆત કરી છે તો તમે પણ હવે ગ્રીનહાઉસ કે નેટ હાઉસ ની મદદ થી તમારા બાગાયતી પાકોનું વાવેતર કરી શકો છો અને ઘર માટે પણ શાકભાજી અને અન્ય પાકોનું વાવેતર કરી શકે છે.
Read More:- Mahogany Farming Idea: આ ઝાડમાંથી નોટોનો વરસાદ થાય છે, દવાથી લઈને ફર્નિચર સુધી માંગ રહે છે
ખેડૂત મિત્રો નેટ હાઉસ ની મદદથી હવે તમે કોઈપણ વાતાવરણમાં બાગાયતી પાકો અને અન્ય શાકભાજીનું વાવેતર કરી શકો છો કેમકે આ નેટ હાઉસ પદ્ધતિ દ્વારા વધુ પડતી ગરમી અને વધુ પડતો વરસાદથી રક્ષણ મળે છે. જેથી કરીને સરકાર દ્વારા પણ નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર બનાવવા માટે સબસીડી આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી આજે આપણે અહીંથી મેળવીશું.
યોજનાની પાત્રતા અને નિયમો
જો તમે તમારા ખેતરમાં નેટ હાઉસ સ્ટ્રક્ચર ઊભું કરવા માગતા હોવ્મ તો તેની સહાય મેળવવા માટે તમારે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે.
- આ યોજનાનો લાભ માત્ર ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે જેમાં કોઈ પણ ખેડૂત એક જ વખત આ યોજનાનું લાભ લઇ શકશે
- આ યોજના અંતર્ગત નેટ હાઉસ નું સ્ટ્રક્ચર સરકાર દ્વારા જાહેર કરાયેલ કંપનીઓનું મુજબ બનાવવાની રહેશે
- નેટહાઉસ સ્ટ્રકચરમાં વધુમાં વધુ 4000 ચોરસ મીટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે
- આ નેનેટહાઉસ સ્ટ્રકચર અંદર સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા તેમજ અન્ય 15 ટકા ની સહાય મળવાપાત્ર રહેશે ત્યારે એસટી અને એસસી ખેડૂતોની 50% અને રાજ્ય સરકાર દ્વારા અન્ય 25% સહાય મળવાપત્ર રહેશે
- નેટહાઉસ સ્ટ્રક્ચર માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
નેટ હાઉસ કે ગ્રીન હાઉસ સ્ટ્રક્ચર માટે જે ખેડૂત ભાઈઓ ઓનલાઈન અરજી કરવામાં આવે છે તેવા સૌ પ્રથમ જરૂરી જમીનના દસ્તાવેજ તેમજ તેમના આધાર કાર્ડ સ્ટેશન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના માટે તમે નીચેના પગલા અનુસરી શકો છો.
- સૌ પ્રથમ ખેડૂત ભાઈઓએ આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે
- હવે આ વેબસાઈટના હોમપેજ પર તમને યોજના નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમારે બાગીયતી યોજનાને પસંદ કરવાની રહેશે
- હવે બાગાયતી યોજનાનું વિકલ્પ માં તમને અન્ય વિવિધ યોજનાઓનું જોવા મળશે
- જેમાંથી તમારે ક્રમ નંબર 33 નેટ હાઉસ મુલાકાત સ્ટ્રક્ચર માટેની યોજના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ યોજના ના સામે અરજી કરો નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરવામાં રહેશે
- હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં જો તમે અગાઉ કોઈ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો તમે હા નો વિકલ્પ પસંદ કરીને લોગીન થઈ શકો છો અન્યથા તમારે તમારી જાતને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે
- ત્યારબાદ તમે તમારું અરજી ફોર્મ ઓનલાઈન ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તમારો નેટ હાઉસ સ્ટ્રક્ચરનું અરજી ફોર્મ સબમીટ કરાવી શકો છો
- એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તમારે એપ્લિકેશન નંબરને નોંધી લેવો જરૂરી છે.
Read More:- અંબાલાલ પટેલની આગાહી, આજથી ગુજરાતના આ જીલ્લાઓમાં વરસાદની આગાહી
તો મિત્રો આવી રીતે તમે નેટ આઉટ સ્ટ્રક્ચર માટે ઓનલાઇન અરજી કરી શકો છો. તેમજ જો તમે તમારા ખેતરમાં આ ગ્રીન હાઉસ સ્ટ્રક્ચર ઊભું કરવા માંગતા હોવ તો તમે આઇ ખેડુત પર બાગાયતી યોજનાઓનું શરૂઆત થતા જ ઓનલાઇન અરજી કરી શકો છો અને ત્યારબાદ જરૂરી કંપનીનો કોન્ટેક્ટ કરીને તમારા ખેતરમાં આ સ્ટ્રક્ચર ઊભો કરાવી શકો છો. જે તમને બાગાયતી ખેતી માટે ખૂબ જ ઉપયોગી નગડી શકે છે અને આ સ્ટ્રક્ચર ઊભું કરવામાં તમારે કોઈપણ પ્રકારનો અન્ય ખર્ચ કરવો પડતો રહેતો નથી.