NVS Recruitment 2024 : નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા બિન શૈક્ષણિક સ્ટાફ મહિલા સ્ટાફ નર્સ, ડેપ્યુટી સેક્શન ઓફિસર,ઓડિટ આસિસ્ટન્ટ,ટ્રાન્સલેશન ઓફિસર, લીગલ આસિસ્ટન્ટ,સ્ટેનોગ્રાફર,કોમ્પ્યુટર ઓપરેટર, કેટરિંગ સુપરવાઇઝર ,જુનિયર સેક્રેટરી, ઈલેક્ટ્રિશિયન કમ પ્લંબર, એટેન્ડન્ટહેલ્પર, મલ્ટિટાસ્કિંગ સ્ટાફ વગેરે બિન શૈક્ષણિક પદો માટેની બમ્પર ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
નમસ્કાર મિત્રો, ભારતના શિક્ષણ ખાતા દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે દેશ ભરમાં નવોદય વિદ્યાલયો સ્થાપવામાં આવ્યા છે. આ નવોદય વિધાલયમાં ઉપરોક્ત દર્શાવેલ વિવિધ બિન શૈક્ષણિક પદ માટે ભરતી કરવા સારું ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જો મિત્રો આપ નવોદય વિદ્યાલયની નોકરી માટે રસ ધરાવો છો અને જે તે પદ માટેની શૈક્ષણિક યોગ્યતા અને અનુભવ ધરાવતા હો તો આપના માટે આ જગ્યાઓ બેસ્ટ છે. અમે આપને અરજી કરવા વિશે વિગતવાર જાણકારી આપવાના હોઈ અમારી સાથે જોડાયેલા રહેશો.
NVS Recruitment 2024
ભરતી કરનાર સંસ્થાનું નામ | નવોદય વિદ્યાલય સમિતિ |
ભરતીની પોસ્ટનું નામ | વિવિધ બિન શૈક્ષણિક પદ |
ભરવા પાત્ર જગ્યાઓ | 1377 |
નોકરી માટેનું સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2024 સમય 5.00 |
અરજી કરવાની વેબ સાઇટ | https://www.navodaya.gov.in https://exams.nta.ac.in/NVS/ |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
અગત્યની તારીખ:
મિત્રો નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા બિન શૈક્ષણિક પદો પર ડાયરેક્ટ સીધી ભરતી કરવા સારું ઉમેદવારોની પસંદગી કરવા માટે તારીખ 22/03/2024 થી તારીખ 30 એપ્રિલ 2024 સાંજના 5.00 કલાક સુધી સમિતિની વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો નિયત સમયમાં તેમની ઉમેદવારી નોંધાવી શકે છે. ઉમેદવારોએ તારીખ 30 એપ્રિલ 2024 સુધી પોતાની અરજી સાથે લાગુ પડતી અરજી ફી અને પ્રોસેસ ફી પણ ઓનલાઇન માધ્યમ વડે ભરી દેવાની રહેશે. તેમજ ઉમેદવારોએ કરેલ ઓન લાઇન અરજીમાં સુધારો કરવાની જરૂર પડે તો તારીખ : 02/05/2024 સાંજે 5.00 કલાક સુધી પોતાની અરજીમાં સુધારો કરી શકશે.
અરજી ફી :
ઉમેદવારો માટે અરજી ફી તેમજ પ્રોસેસિંગ ફી ની વિગત જોઈએ તો મહિલા સ્ટાફ નર્સ માટે General ,EWS અને OBC સંવર્ગના ઉમેદવારો માટે ઉમેદવારો માટે અરજી ફી ₹1,000 અને પ્રોસેસિંગ ફી ₹500 એમ રૂપિયા 1500 ઓનલાઇન માધ્યમથી ચૂકવવાના રહેશે. જ્યારે અન્ય ઉમેદવારો અનુ.જાતિ, અનુજન જાતિ અને PwBD ઉમેદવારોએ ₹500 પ્રોસેસથી ફી ભરવાની રહેશે
ડેપ્યુટી સેક્શન ઓફિસર અને વિવિધ શૈક્ષણિક પદ માટે સામાન્ય સંવર્ગના અને EWS, OBC સંવર્ગના ઉમેદવારોએ ₹500 અરજી ફી તેમજ રૂપિયા 500 પ્રોસેસિંગ ફી ના રૂપિયા 1000 ભરવાના રહેશે
જ્યારે અનુ.જાતિ અને જન.જાતિ અને PwBD ઉમેદવારોએ રૂપિયા 500 ના પ્રોસેસિંગ ફીના ઑઁ લાઇન માધ્યમ દ્વારા ચુકવવાના રહેશે.
શૈક્ષણિક લાયકાત :
ઉમેદવારોએ જગ્યાને અનુરૂપ સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા અનુસાર લાયકાત,અને વય મર્યાદા ધરાવતા હોયતો ઉમેદવારી નોધાવવા માટે નવોદયમાં જણાવ્યા અનુસાર વેબ સાઇટના માધ્યમથી ઓનલાઇન અરજી કરવી જોઈએ.
પગાર ધોરણ :
નવોદય વિદ્યાલયના બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જગ્યાને અનુરૂપ જુદા જુદા પગાર ધોરણ આપવામાં આવશે પે મેટ્રિક્સ લેવલ 1 થી પે મેટ્રિક્સ લેવલ 7 સુધી પોસ્ટને અનુરૂપ પગાર ધોરણ રૂપિયા. 44900-142400 સુધીનાં આપવામાં આવશે.
જરૂરી ડૉક્યુમેંટ :
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઈઝનો રંગીન ફોટો
- અંગૂઠાનું નિશાનની છાપ
- સહીનો નમૂનો
- ઈ મેઈલ આઈડી
- ફોન નામબર
- શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો
- જાતિને લાગતાં પ્રમાણ પત્રો
- નોન ક્રિમિલેયર પ્રમાણપત્રો
- અનુભવના પ્રમાણપત્રો
- તેમજ જાહેરાતમાં બતાવેલ પ્રમાણપત્રો
અરજી કરવાની રીત :
ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબ સાઇટ પર જઈ જાહેરાતનું નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવું જોઈએ.તેને કાળજી પૂર્વક વાંચી સમજી પછીજ ઓન લાઇન અરજી કરવી જોઈએ. અરજી કરવા સબંધી આપવામાં આવેલ સૂચનાઓ મુજબ અરજીમાં માગવામાં આવેલ વિગતો અને પ્રમાણપત્રો વગેરે અપલોડ કરવાં જોઈએ. તેમજ લાગુ પડતી ફી ભરી દેવી જોઈએ. અને અરજીની પ્રિન્ટ અને ફીના ચલણની પ્રિન્ટ કાઢી લેવી જોઈએ.
આ પણ વાંચો : Gujarat Police Bharti 2024 : પોલીસ ભરતી માટે ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારો,ભરતી બોર્ડની આ સૂચનાઓ પણ વાંચી લેજો