Personal loan not paid: જયારે પૈસાની જરૂરત હોય છે ત્યારે લોકો પર્સનલ લોન લેવાનું વધારે પસંદ કરે છે કારણ કે પર્સનલ લોન અન્ય પ્રકારની લોન કરતાં વધારે સરળતાથી મેળવી શકાય છે, પરંતુ પર્સનલ લોન લેતા પહેલા વ્યક્તિએ વિચારવું જોઈએ કે જો લોનની રકમ ચૂકવી ના શક્યા તો બેંક તમારી સાથે શું શું કરી શકે છે, એટલે જો પોતાના પર પાક્કો વિશ્વાસ હોય કે લોન સમયસર ચૂકવાય જશે તો જ લોન લેવી. તો ચાલો હવે જોઈએ કે જો લોન ના ચૂકવીએ તો નાણાકીય સંસ્થા શું શું કરી શકે.
કાયદાકીય કાર્યવાહી કરી શકે | If Personal loan not paid
જો તમે લોન તો લ્યો છો પણ લોન ચૂકવતા નથી તો જે તે લોન આપનાર નાણાકીય સંસ્થા તમારી ઉપર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે અને તમારી ઉપર કેસ પણ કરી શકે છે આ બાબતે કોર્ટ તમને લોન ચૂકવવાનો આદેશ આપે છે અને જો તમે લોન ચૂકવતા નથી તો તમારી સંપતિ જપ્ત કરવાનો કે પછી તમારી સંપતિ વેચવાનો ઓર્ડર પણ કોર્ટ આપી શકે છે અને કોર્ટના આદેશનું પાલન ન કરો તો તમારી ઉપર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
દબાણ પણ કરી શકે છે
જો લોન લીધા પછી તમે લોન ચૂકવતા નથી તો તમે જે નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી છે તે નાણાકીય સંસ્થા લોનની રકમ મેળવવા લોન રિકવરી એજન્ટોની નિમણૂક કરે છે, આ એજન્સીઓ લોન લેનાર પર દબાણ કરે છે અને લોનની રકમ મેળવવા પૂરતા તમામ પ્રયત્નો કરે છે આથી લોન લેનાર ખૂબ જ તણાવ અને ચિંતામાં પણ આવી શકે છે એટલે લોન લેતા પહેલા સો વાર વિચારવું જોઈએ કે લોનની રકમ સમયસર ચૂકવાશે કે નહિ, જો લોનની રકમ ચૂકવી શકો તેમ હોય તો જ લોન લેવી.
બીજીવાર લોન મેળવવામાં મુશ્કેલી
જો તમે લોનના હપ્તા સમયસર ભરતા નથી અથવા લોનની રકમ ચૂકવતા નથી તો તેની સીધી અસર તમારા સિબિલ સ્કોર પર થાય છે અને તમારો સિબિલ સ્કોર ખરાબ થાય છે. સિબિલ સ્કોર ખરાબ થતા કોઈ પણ બેંક કે કોઈ પણ નાણાકીય સંસ્થા લોન આપતી નથી અને જો લોન આપે છે તો ખૂબ જ ઊંચા વ્યાજદરે લોન આપે છે. આમ તમને લોન મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તો મિત્રો, આશા રાખું છું કે તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હશે, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રને શેર કરો કે જે લોન લેવાનું વિચારી રહ્યો છે કેમ કે ઘણી વાર લોકો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં લોન તો લઈ લે છે પરંતુ ત્યારપછી લોન ચૂકવી શકતા નથી અને પરિણામે ગંભીર પરિણામો ભોગવવા પડે છે, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને.
Read More: google for india event 2024: એક જ ક્લિક દ્વારા મેળવી શકશો ₹50,00,000 સુધીની Loan, ગૂગલે કરી જાહેરાત