Union Bank Personal Loan: મિત્રો શું તમે પર્સનલ લોનની શોધખોળમાં છો તો આ લેખમાં અમે યુનિયન બેન્ક દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.
યુનિયન બેન્ક દ્વારા નોકરી અથવા ધંધો કરતાં કોઈપણ વીકતીને લોનની સુવિધા આપવામાં આવે છે. માત્ર અરજી કરવા સારું સબંધિત વીકતીનું ખાતું યુનિયન બેન્કમાં હોવું જરૂરી છે. મિત્રો યુનિયન બેન્ક દ્વારા માત્ર 11.35% ના વ્યાજ દરે આ લોન આપવામાં આવે છે . જેમ કોઇપણ ખાતાધારક 1 લાખથી લઈને 50 લાખ સુધીની લોન માટે અરજી કરી શકે છે. જો મહિલાઓ સ્વરોજગાર અથવા નોકરીથી કમાઈ રહ્યા છે અને તમને આ લોનની જરૂર છે તો તેઓને પણ 40 લાખ સુધીની લોન આ બેન્ક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે .
Union Bank Personal Loan Interest Rates
મિત્રો યનિયન બેન્ક દ્વારા 15 લાખ સુધીની વ્યકતીગત લોન આપવામાં આવે છે. જેમાં બિઝનેશ વુમનને 40 લાખ સુધીની લોન 11.40 ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ લોન દરેક વ્યકતીની યોગ્યતા અને સીબીલ સ્કોર પર પણ આધાર રાખે છે. જો તમે આ લોન મેળવશો તો તમને વાર્ષિક વ્યાજ 11.35% થી લઈને 15.45% સુધી જઈ શકે છે. જ્યારે 1% સુધીની લોન પ્રોસેસિંગ ફી પણ વસૂલવામાં આવે છે.
મિત્રો, યુનિયન બેન્ક દ્વારા આપવામાં આવતી પર્સનલ લોનના વ્યાજ દારોના શ્રેણી વિષે સમજીએ તો જેમને કોઈ પગાર ખાતું નથી પણ સીબીલ સ્કોર સારો છે તેમનો વ્યાજ દર 13.35% સુધીનો રહે છે, જ્યારે 700 થી નીચેના ક્રેડિટ સ્કોર સાથે પગાર ખાતું ધરાવતા ખાતાધારકોને 13.45% વ્યાજ દર સાથે લોન આપવામાં આવશે અને 700 થી નીચેના ક્રેડિટ સ્કોર સાથે નોન પેલેરી વ્યકતીઓને 15.45% વ્યાજ દર સાથે લોન મળવાપાત્ર રહેશે.
તો મિત્રો ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને કોઈપણ વ્યક્તિ આ લોન માટે અરજી કરી શકે છે જેના માટે જરૂરી લાયકાતોની વિગતો નીચે મુજબ છે.
લોન મેળવવા માટે જરૂરી લાયકાત
- નોકરી કરતાં અથવા સ્વ રોજગાર બન્ને વ્યકતી આ લોન માટે પાત્ર છે
- અરજદારની લઘુત્તમ વી મર્યાદા 18 વર્ષની રહેશે જ્યારે મહત્તમ વય મર્યાદા નોકરી કરનાર માટે નિવૃત્તિ સુધી અને સ્વ રોજગાર માટે 65 વર્ષ સુધીની રહેશે.
- અરજદારની માસિકં આવક 15000 થી વધુ હોવી જોઈએ.
NVS Recruitment 2024 : નવોદય સમિતિ દ્વારા બિન શૈક્ષણિક સ્ટાફની બંપર ભરતી, અહીથી વિગતો જાણો
લોન મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ
મિત્રો જે વ્યકતી યુનિયન બેંક દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન માટે અરજી કરવા માંગે છે તેઓ નીચે મુજબના જરૂરી દસ્તાવેજોની જરૂર રહેશે
- અરજદારનું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિન્ક હોવું જોઈએ
- અરજદારનો રહેઠાણનો પુરાવો
- છેલ્લા 12 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
- છેલ્લા 3 મહિનાની પગાર સ્લીપ
- ફોર્મ 16
- સીબીલ સ્કોરની માહિતી
અરજી કેવી રીતે કરવી | Union Bank Personal Loan Apply Online
જે મિત્રો યુનિયન બેન્કમાં ખાતું ધરાવે છે તેઓ એ બેન્કની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને “પર્સનલ લોન ” માટેનો વિકલ્પ પસંદ કરીને લૉગિન થવું પડશે. ત્યારબાદ તમારી નોકરી અથવા ધંધા વિષેની માહિત દાખલ કરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. તમે ઓનલાઈન ફોર્મ ભરીને તેને સબમિટ કરી શકો અથવા નજીકની બેન્કમાં મુલાકાત લઈને મેનેજર સાથે ચર્ચા કરીને લોનની મંજૂરી મેળવી શકો છો. એક વાર તમારી લોન મજૂર થયા બાદ લોનની રકમ સીધા તમારા બેન્ક ખાતામાં જમા થશે.
BOB Personal Loan: માત્ર મિનિટોમાં મેળવો આધાર કાર્ડ પર ₹100,000 સુધીની લોન, અરજી કરવાની વિગતો જાણો