Summer Business Idea: મિત્રો આજે આપણે એક નવા ધંધા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમને ઉનાળાની સિઝ્નમાં લાખોની કમાણી કરી આપશે. મિત્રો ઉનાળાની સિઝ્ન ભારતમાં સૌથી લાબી ચાલતી સીઝ્ન છે જેમાં ઘણા બધા લોકો નવા ધંધા શરુ કરે છે તો આજે આપણે જે ધંધાની વાત કરવા જઈ રહ્યા છીએ તે બરફ બનાવવાની ફેકટરીના ધંધાની વાત કરવા જઈ રહ્યા છે જે ઉનાળામાં તમને જોરદાર કમાણી કરાવી શકે છે.
Summer Business Idea
Summer Business Idea: મિત્રો, તમે બધા જાણો છો કે ઉનાળાની સિઝ્નમાં બરફની માંગ સૌથી વધુ રહે છે. પછી ભલે તમે ગ્રામ્ય વિસ્તારમાં હોવ કો શહેરી વિસ્તારમાં બરફની માંગ હંમેશા માટે રહે છે. આ ધંધા માટે તમે માત્ર 1 લાખ રુપિયાથી ઓછા રોકાણે શરૂ કરી શકો છો. અને તેની માંગ કેટલી રહેશે તેની ધ્યાન રાખીને તમારે પ્રોસેસીંગ યુનિટ સ્થાપવું પડશે.
ઉનાળામાં બરફની માંગ
મિત્રો, તમે પણ જાણો છો કે ઉનાળામાં બરફની માંગ દરેક જગ્યાએ રહે છે, જેમ કે મોટી હોટલોથી લઈને નાના ગાંમડાઓમાં લગ્ન સિઝનમાં પણ તેની માંગ રહે છે અને તમારે મોટા પ્રમાણમાં જ બરફને સ્પ્લાય કરવાનો રહેશે. તમારે બરફની ફેક્ટરી એવી જગ્યાએ સ્થાપવાની છે કે જ્યાં તેની માંગ સૌથી વધુ હોય, અને પહેલા તમારે તેના કસ્ટ્મર સુધી પોહચવું પડશે.
બરફની માંગ ગામડાઓમાં પણ રહેતી હોય છે જેથી તમે શહેરના નજીકના ગાંમડાઓમાં પણ તેની ફેકટરી સ્થાપી શકો છો, જેની મદદથી તમે ગામડાઓમાં અને શહેરોમાં બન્ને જગ્યાઓના ઓર્ડર મેળવી અને મોટી કમાણી કરી શકો છો.
આ ધંધો શરુ કરતા પહેલા આટ્લું કરો
મિત્રો જો તમે બરફની ફેકટરી બનાવવાનું વિચારી રહયા છો તો તમારે સ્થાનિક કચેરીમાં તેની નોધણી કરાવી જરૂરી છે. એક નોધણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ તમે બરફની ફેકટરી માટે કોલ્ડ સ્ટોરેજ સ્થવાની જરુર રહેશે. જેમાં તમે અલગ અલગ બરફના ટુકડાના શેપ બનવવા પડશે જેથી તમારા માર્કેટ્માં વેચાણ સમયે કસ્ટ્મર તમારિ ડિઝાઇન અને અલગ અલગ સાઇઝથી આક્ર્ષાય, જેથી તમારો માલ વધુ માત્રમાં વેચી શકો. જો તમે અલગ અલગ શેપમાં બરફના ટુકડા બનાવો છો તો તમે નાના ફેરિયાથી લઈને મોટી હોટલો અને પબો સુધી તેમની માંગ મુજબ સ્પ્લાય કરી શકો છો.
આ ધંધામાં થતો કુલ ખર્ચ
મિત્રો તમને જણાવી દઈએ કે શરુઆતમાં તમારે આ ધંધો એક ફ્રિઝરથી ચાલુ કરવાનો રહેશે જેમાં તમારો ખર્ચ 1 લાખ સુધીનો રહેશે, ત્યારબાદ તમારે જેમ જેમ વેચાણ વધતુ જાય તેમ બિજી વસ્તુઓ અને મશીનો એડ કરતાં જવાના રહેશે.
આ ધંધામાં થતી કમાણી
મિત્રો, આ ધંધામાં થતી કમાણીની વાત કરીએ તો તમે મહિને લગભગ 25000 થી 35000 સુધીની કમાણી કરી શકો છો અને લગ્ન સિઝનમાં તમારી આ કમાણી 60000 સુધી પોહચી શકે છે. જો તમે નાના ફેરિયાઓ, તમારા વિસ્તારમાં આવતી ઠંડા પિણાની દુકાનો વગેરે બરફ તેમને દુકાન સુધી ડિલવરી કરી આપશો તો તમારી બરફની માંગ વધશે અને તમારી કમાણી પણ વધારી શકશો.
તો મિત્રો જો તમે આ ધંધો ચાલુ કરવાનું વિચારી રહ્યા છો તો નજીક્ની કોઈપણ ફેકટરીની મુલાકાત લો અને આ બરફના ધંધા વિશે વધુ માહિતી મેળવી તેની માંગ સમજીને તમે આ ધંધો શરૂ કરી શકો છો, આભાર.
Read More:- UPSC CAPF AC Recruitment 2024 : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સહાયક કમાન્ડંટની ભરતી અહીથી અરજી કરો