પોસ્ટ ઓફિસ સ્કીમમાં મેળવો 4 લાખ રૂપિયા સુધીનું ગેરેંટી વળતર, જાણો આ યોજના વિષે સંપૂર્ણ માહિતી

પોસ્ટ ઓફિસ સ્કીમ: મિત્રો, આજે આપણે પોસ્ટ ઓફિસની એક નાની બચત યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ગેરંટી સાથે વળતરની જોગવાઈઓ આપે છે. તો આ પોસ્ટ ઓફિસની યોજનામાં જો વરિષ્ટ નાગરિક રોકાણ કરવા માગે છે, તો તેને પાકતી મુદત પાંચ વર્ષની રહેશે અને તમે ₹1,000 ના રોકાણથી શરૂ કરી શકો છો અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશો. જેનું સંપૂર્ણ વળતર તમને એકસાથે મળશે અને તમારી આ રોકાણ ગેરંટી સાથે સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. પોસ્ટ ઓફિસ સ્કીમમાં જો તમે રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો નીચે આપેલ માહિતી વાંચો.

પોસ્ટ ઓફિસ સ્કીમના વ્યાજ દર

મિત્રો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન યોજનામાં જો તમે એક સાથે 5 લાખ રૂપિયા જમા કરો છો તો તમને પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર 8.2% ચક્રવૃદ્ધિ વ્યાજ લેખે પાર્ચ વર્ષ બાદ પાકતી મદતે 14 લાખ 10 હજાર રૂપિયા મળશે. જેમાં તમને 4 લાખ 10 હજાર રૂપિયાનો વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફિસની આ યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે?

મિત્રો પોસ્ટ ઓફિસની આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ ખાતું બોલાવી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિની ઉંમર 55 વર્ષથી વધુ છે પરંતુ 60 વર્ષથી ઓછી ઉમર છે અને તેઓ નિવૃત્ત કર્મચારી છે. તો તેઓ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે.

મિત્રો જો નિવૃત્ત કર્મચકર્મચારીની ઉંમર 55 થી 60 વર્ષ વચ્ચે છે અને તે યોજનાનો લાભ મેળવવામાં આવે છે તો તે નિવૃત્તિના લાભ મળ્યાને એક મહિનાની અંદર આ યોજનામાં ખાતું ખોલાવવું પડશે અને તેને જમા કરાવેલી રકમ નિવૃત્તિના લાભની રકમથી વધુ ન હોવી જોઈએ.

Read More:- UPSC CAPF AC Recruitment 2024 : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સહાયક કમાન્ડંટની ભરતી અહીથી અરજી કરો

મિત્રો જો કોઈ વ્યક્તિ પતિ-પત્ની બન્ને સાથે સંયુક્ત ખાતુ ખોલાવવા માગતો હોય અથવા બે અલગ અલગ ખાતા ખોલાવવા માગતા હોય તો તેમની રોકાણની રકમ 30 લાખથી વધુ ન થવી જોઈએ.

મેચ્યોરિટીનો સમય

મિત્રો જો તમે પોસ્ટ ઓફિસ ને આ સીનીયર સીટીઝન યોજનામાં રોકાણ કરવા માંગો છો અને પાંચ વર્ષ પછી પણ જો તમારે રોકાણો સમયગાળો વધુ વધારવા માટે આગામી ત્રણ વર્ષ સુધી તમારું રોકાણ વધારી શકાય છે. જેના માટે તમારે 5 વર્ષના મેચ્યોરીટી સમયના એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે અને જો તમે આ યોજનામાં એક વર્ષ પછી ખાતું બંધ કરાવો છો તો તમને ડિપોઝિટના 1.5 ટકા રકમ કાપી અને બીજી રકમ પરત કરવામાં આવશે.

મિત્રો પોસ્ટ ઓફિસની આ યોજનામાં ઇન્કમટેક્સની કલમ 80c હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ લાગતું નથી જ્યારે વ્યાજની આવક પર ટેક્સ લાગી શકે છે.

તો મિત્રો તમને આ પોસ્ટ ઓફિસ સ્કીમ કેવી લાગી અને શું તમે પણ આ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે આ સૌથી બેસ્ટ ઓપ્શન કહી શકાય કેમ કે આ પોસ્ટ ઓફિસ સ્કીમ સુરક્ષિત અને વધુ વળતર આપતી બેસ્ટ યોજના છે.

Read More:- Summer Business Idea: ગર્મીઓમાં આ ધંધો ચાલુ કરો, તમને કરવાશે લાખોની કમાણી

Leave a Comment