PM Kusum Yojana: મિત્રો ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં સોલર સબસીડી યોજના જેને પીએમ કુસુમ સોલાર સબસીડી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે જેની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સોલર પંપ ખરીદવા પર ખેડૂતોને ૯૦ ટકા સબસીડી આપવામાં આવી રહી છે જેથી ખેડૂત ભાઈઓ પોતાનું વીજળી બિલ ઓછું કરીને પોતાની ખેતીના ઉત્પાદનમાં સારી એવી આવક મેળવી શકે છે.
PM Kusum Yojana 2024
મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સોલાર યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે સોલાર પંપની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં સરકાર તરફથી 60% સબસીડી અને બેંક દ્વારા 30 ટકા લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમજ ખેડૂત ભાઈઓએ માત્ર ૧૦ ટકા રાશિ સોલાર પંપ ખરીદવા પર પરવાની રહેશે.
મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવેલ છે જેના અંતર્ગત 17.5 લાખ સોલાર પંપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે ડીઝલ અથવા પેટ્રોલથી ચાલતા હતા ત્યારબાદ વીજળીથી ચાલતા મોટરો પણ સોલરમાં બદલીને સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે આ એક અભિગમ બહાર પાડવામાં આવ્યો છે.
પીએમ કુસુમ સોલાર યોજનાના લાભો
- આ યોજના અંતર્ગત સોલર પંપ સેટ પર ખેડૂત ભાઈઓને 90% ની સબસીડી નો લાભ મળે છે
- આ યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓ 0.5 મેગા વોટ થી લઈને 2 મેગાવોટની ક્ષમતા ધરાવતા સોલાર પંપ સેંટ માટે અરજી કરી શકે છે
- આ સોલાર પંપનો ઉપયોગ 24 કલાકમાં ગમે ત્યારે કરી શકો છો કેમ કે અહીં વીજળીની જરૂરિયાત રહેતી નથી
- સોલર પંપથી બનતી વધુ વીજળી તમે સરકારી અથવા બિનસરકારી સંસ્થાઓને પણ વેચી શકો છો.
- આ યોજનાનો લાભ એવા લોકોને પણ મળી રહેશે જેમના તે હજુ સુધી વીજળીને સમસ્યાઓ રહેતી હોય અને સૂકા વિસ્તારો છે તો તેઓ સોલર પંપ ઇન્સ્ટોલ કરીને પોતાની ખેતીની આવક વધારી શકે છે.
PM Kusum Yojana 2024 ની પાત્રતા
- આ યોજનામાં અરજદાર ભારત રહેવાસી હોવો જરૂરી છે
- આ યોજનામાં અરજદાર પાસે પ્રતિ મેઘાવટ માટે લગભગ બે હેક્ટર જેટલી જમીન હોવી જરૂરી છે
- જો તમે કોઈ ડેવલપર કે કંપની સાથે મળીને પ્રોજેક્ટ સેટ કરવાનું વિચારી રહ્યા છો તો તે ડેવલપર નો નેટવર્થ 1 કરોડ હોવું જરૂરી છે
તો ખેડૂત ભાઈઓ જો તમે ઉપરોક્ત તમામ પાત્રતા ધરાવતા હોવ તો તમારો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, રાશનકાર્ડ, બેંક પાસબુક ની ઝેરોક્ષ વગેરે ડોક્યુમેન્ટ સાથે તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો જેના માટે તમારે નીચે આપેલ માહિતી વાંચવી જરૂરી છે.
પીએમ કુસુમ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ખેડૂત ભાઈઓ સોલર પંપ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે પરંતુ દેશના તમામ ખેડૂતો માટે એક જ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહે છે જેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારે પીએમ કુસુમ યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી
- હવે તમને હોમ પેજ પર મેનુ સેકશનમાં સ્ટેટ પોર્ટલ લીંક ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમારું રાજ્ય પસંદ કરીને આગળ વધો.
- હવે તમને પીએમ કિસાન યોજનાનો અરજી ફોર્મ દેખાશે જેના પર ક્લિક કરો
- આ અરજી ફોર્મમાં તમારે માગ્યા મુજબની જરૂરી માહિતી ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે જરૂરી માહિતીઓ ભર્યા બાદ એકવાર ફોર્મ ચકાસીને તમારું અરજી ફોર્મ ની સબમીટ કરો
- હવે તમારે તમારા અરજી નંબરને સેવ કરીને રાખવાનો રહેશે
હવે તમારું અરજી ફોર્મ ને સબમીટ કર્યા બાદ તમારી જમીનનું નિરીક્ષણ કરવામાં આવશે અને તે મુજબ જો તમે પાત્ર હશો તો તમારું સોલાર પંપ માટે કુલ ખર્ચના 10% રકમ ભરવી પડશે ત્યારબાદ જ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો.
મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન યોજના માટે એક સંબંધિત પોર્ટલ બનાવવામાં આવ્યું છે પરંતુ જો તમને ત્યાંથી અરજી ફોર્મ ના મળતું હોય તો તમે તમારા રાજ્યના પીએમ કુસુમ પોર્ટલ પર મુલાકાત શકો છો કેમ કે દરેક રાજ્ય માટે પણ અલગ અલગ પોર્ટલો બનાવવામાં આવ્યા છે.
Read More:- Gujarat Rain Forecast: આવતીકાલથી આ જીલ્લાઓમાં પડશે વરસાદ, ચોમાસા પહેલા જ થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ
મિત્રો જો તમે એકવાર અરજી કરો છો તો તમે તમારી અરજીને ટ્રેક પણ કરી શકો છો અને અલગ અલગ મેગા વોટ ને ઇન્સ્ટોલેશન માટે અલગ અલગ ચાર્જિસ વિશેની માહિતી પણ તમે આ સત્તાવાર પોર્ટલ પર મેળવી શકો છો તો જેના માટે તમારે સંબંધિત પોર્ટલની મુલાકાત જરૂરથી લેવાની રહેશે.