Animal Pregnancy Test : તમારું પશુ ગાભણ છે કે ઠાલું છે,હાથ મુકાવ્યા વગર જાણો આ રીતે, તે પણ માત્ર 10 રૂપિયાના નજીવા ખર્ચમાં

 Animal Pregnancy Test: તમારું પશુ ગાભણ છે કે ઠાલું છે,હાથ મુકાવ્યા વગર જાણો આ રીતે, તે પણ માત્ર 10 રૂપિયાના નજીવા ખર્ચમાં.

નમસ્કાર પશુ પાલક મિત્રો,આજકાલ ઘણા લોકો પશુપાલનને એક મહત્વના બિઝનેશ તરીકે અપનાવી વધુ દૂધ ઉત્પાદન કરી સારી આવક મેળવતા થયા છે. તો ઘણા ખેડૂત મિત્રો ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવી આર્થિક રીતે બજબૂત બની રહ્યા છીએ. આજકાલ પશુપાલનમાં પણ પરંપરાગત પશુપાલનના બદલે આધુનિક ટેક્નોલૉજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી પશુપાલન વ્યવસાય વધુ નફાકારક વ્યવસાય બની રહ્યો છો. 

Animal Pregnancy Test:

પશુપાલન વ્યવસાયમાં પણ પશુપાલકે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુઓની કાળજી અને દેખભાળ કરવી જોઈએ. આમ કરવાથી વધુ દૂધ ઉત્પાદન કરી વધુ નફો મેળવી શકાશે અને તેમના પશુઓને સ્વસ્થ રાખી શકાશે.પશુઓના ખોરાક, પાણી,રહેઠાણ સિવાય પશુની તંદુરસ્તી જાળવવા અપનાવવામાં આવતી વિવિધ ટેક્નોલૉજી પણ એટલી જ જરૂરી છે. પશુપાલન વ્યવસાયમાં પશુનું નિયમિત રીતે ગાભણ થવું પણ એટલુજ જરૂરી છે. અને પશુ લાંબા સમય સુધી ગર્ભ ધારણ નથી કરતું તો પશુપાલકને નફાને બદલે નુકસાન ભોગવવું પડે છે. 

પશુનું ગાભણ ના થવાનાં કારણો : 

  • પશુ ગરમીમાં ના આવવું 
  • પશુ ગરમીમાં આવવાની ખબર પશુપાલકને ના પડવી 
  • ગરમીમાં આવ્યા પછી યોગ્ય સમયમાં ગર્ભાધાન (કૃતિમ બીજ દાન ના કરાવવું )
  • પશુના વારંવાર ઊથલા મારવા 
  • પશુના તબીબી કારણો 

મિત્રો ઉપર દર્શાવેલા કારણોસર પશુ ગરબા દાન ધારણ કરતું નથી ત્યારે પશુપાલક મિત્ર વેટેનરી ડોક્ટર દ્વારા પોતાનું ગાભણ છે કે કેમ તે તપાસ કરાવવા સારું હાથ મુકાવી પશુના ગર્ભધારણની સ્થિતિ જાણતો હોય છે પશુની પ્રકૃતિ અનુસાર પશુ વારંવાર મારતું હોય અને પશુપાલક દ્વારા વારંવાર હાથ મુકાવી તેની સ્થિતિની ચકાસણી કરવા ના કિસ્સામાં પશુને ગર્ભાશયનો ચેક લાગી શકે છે અથવા તો પશુને અન્ય રીતે પણ નુકસાન થઈ શકે છે વારંવાર ઉતરા મારવા ના કિસ્સામાં આવા પ્રશ્નો વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે પરંતુ આજના આધુનિક વિજ્ઞાનના યુગમાં આવે તમારે તમારા પશુની ગર્ભધારણની સ્થિતિ ચકાસવા માટે તમારે ડોક્ટર બોલાવવાની કોઈ જરૂર નથી અથવા તો તમે તમારા પશુને વારંવાર હાથ મુકાવી તેને પજવશો નહીં હવે અમે અહીં આપને એક સરળ પિત્ત હતી માત્ર ₹10 ના ન જીવા ખર્ચમાં આપના પશુની ઝડપધારણ સ્થિતિને જાણી શક્યો

પશુનું ગર્ભ ધારણ જાણવાની રીત : 

સમગ્ર વિશ્વમાં પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ ભારતમાં પણ પશુઓની ઉત્તમ ઓલાદ સુધારણા માટે વિવિધ સાંસોધાન કેન્દ્રો કાર્યરત છે. અને તેમના દ્વારા પશુપાલન ક્ષેત્રે વિવિધ ટેક્નોલૉજીમાં સુધારાઓ થતા હોય છે. તે રીતે જ પશુની ગર્ભ ધારણ સ્થિતને જાણવા માટે ભેસ સાંસોધાન કેન્દ્ર હિસ્સાર દ્વારા એક કીટ વિકસાવવામાં આવી છે. જેનું નામ છે પ્રિગા- ડી આ કીટ દ્વારા પશુપાલક મિત્ર માત્ર એક મિનિટમાંજ તેમનું  પશુ ગાભણ છે કે નહીં તે જાણી શકે છે. આ કીટ માત્ર 10 રૂપિયામાં પશુ ડોક્ટર અથવા પશુની દવાઓના વિક્રેતા પાસેથી મળી શકે છે.

પશુનું ગર્ભ ધારણ ચકાસવાની રીત : 

પશુપાલક મિત્ર જે પશુનું ગર્ભ ધારણની સ્થિતિ એટલેકે પોતાનું પશુ ગાભણ છે કે નહી તે જાણવા માગે છે. તે પશુનું મૂત્ર તેને મેળવવાનું  છે. જ્યારે તેમનું પશુ મૂત્ર ત્યાગ કરતું હોય (ઝરતું હોય) ત્યારે એક ચોખ્ખા વાસણમાં તેના મૂત્રને થોડુક લઈ લેવું. પછી પ્રીગા -ડી કિટમાં જ્યાં મૂત્રનાં ટીંપા નાખવાનો નિર્દેશ કર્યો છે ત્યાં બેત્રણ ટીંપા રેડો હવે થોડીક સેકંડો રાહ જુઓ. કીટ ઉપર નિયત જગ્યાએ જો તમારું પશુ ગાભણ હશે તો ઘેરો લાલ અથવા જોબૂડિયો રંગ દેખાશે પરંતુ જો ગાભણ નહી હોયતો પીળો અથવા આછોપીલો રંગ દેખાશે. અને આ રીત થી તમે પશુની ગર્ભ ધારણ સ્થિતિને તપાસી શકશો. 

Read More : Gujarat Rain Forecast: આવતીકાલથી આ જીલ્લાઓમાં પડશે વરસાદ, ચોમાસા પહેલા જ થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ

મિત્રો અમોને વિવિધ સ્ત્રોતો તરફથી મળેલી આ માહિતી આપની જાણ સારું અહી રજૂ કરીએ છીએ અમે અહી દર્શાવેલ ગર્ભ ધારણ ચકાસણી  ટેક્નોલોજીની ખરાઈ અંગે બાંહેધરી આપતા નથી. આપ આપના નજીકના સરકારી પશુ ચિકિત્સાલયનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો.   

Leave a Comment