Gujarat vidyapith Recruitment 2024 : ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની ભરતી, અહીથી જાણો વિગતવાર માહિતી

નમસ્કાર મિત્રો ! ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા વિવિધ સ્ટાફ ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ દ્વારા શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા સારું આ જાહેરાત બહાર પાડવામાં આવે છે. જે મિત્રો ગુજરાત  વિદ્યાપીઠની  નોકરી કરવા માટે અરજી કરવાનીઇચ્છુક  છે તેમને અહીંથી અમે આ જાહેરાત સંબંધી તમામ માહિતી આપી રહ્યા  છીએ. આપ આ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. 

 મિત્રો નમસ્કાર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ગુજરાતની ગાંધીજીએ  સ્થાપેલી વિદ્યાપીઠ છે.અને અને તેમાં નોકરી મેળવી આપ  અમદાવાદમાંજ  આપને સારા પગાર સાથે વિદ્યાપીઠમાં કામ કરવાનો સારો અનુભવ પણ મળશે.  આ વિદ્યાપીઠમાં નોકરી મેળવવા માટે જો આપ ઈચ્છુક છો અને લાયકાત ધરાવો છો તો આપ તારીખ 18 જૂન 2024 સાંજના 4.00 કલાક સુધી તમારી અરજી ઓનલાઇન સબમિટ કરી શકો છો. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ એમ બે વિભાગમાં બમ્પર જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે.  અમે અહીંથી આપને જગ્યાઓની વિગતવાર માહિતી તેમાટેની લાયકાત અને  પગાર ધોરણ તેમજ અરજી કરવાની રીત વિશે આપને જણાવી રહ્યા છીએ. 

Gujarat vidyapith Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાનું નામ ગુજરાત વિદ્યાપીઠ
ભરવાની પોસ્ટનુંનામશૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફ
જગ્યાઓની સંખ્યા15+76
પગાર17000 થી 75000 રૂપિયા માસિક
શૈક્ષણિક લાયકાતSSC /અનુસ્નાતક
અરજી કરવાની વેબ સાઇટhttps://gujaratvidyapith.org/

 જગ્યાઓની વિગત:

શૈક્ષણિક સ્ટાફ 

: આસિસ્ટન્ટ પ્રોફેસર કુલ જગ્યા 15

 અંગ્રેજી : 2

 સોસિયોલોજી :  01

એજ્યુકેશન : 03

લાઇબ્રેરી અને  ઇન્ફર્મેશન સાયન્સ: 01

ફિઝિકલ એજ્યુકેશન : 02 

માઇક્રોબાયોલોજી: 01

 મેથેમેટિક્સ : 01 

કોમ્પ્યુટર સાયન્સ : 02

 યોગ : 01

બીન શૈક્ષણિક સ્ટાફ : 76 જગ્યાઓ 

  1. ડેપ્યુટી રજીસ્ટર : 01
  2. આસિસ્ટન્ટ રજીસ્ટાર : 03
  3.  મ્યુઝિયમ ક્યુરેટર: 01
  4. મ્યુઝિયમ કોર્ડીનેટર : 01
  5. રિસર્ચ ઓફિસર: 05
  6. યુનિવર્સિટી એન્જિનિયર : 01
  7. આસિસ્ટન્ટ એન્જિનિયર : 04
  8. પ્રાઇવેટ સિક્યુરિટી : 02
  9. પર્સનલ આસિસ્ટન્ટ : 02
  10.  આસિસ્ટન્ટ આર્કિવિસ્ટ  : 01
  11.  કંઝરવેશનાલિસ્ટ: 01
  12.  ટેકનિકલ આસિસ્ટન્ટ :01
  13.  ક્રાફ્ટ આસિસ્ટન્ટ :03
  14.  પ્રુફ રીડર :01
  15. વોર્ડન : 08 
  16.  રિસેપ્શનાલિસ્ટ  :02 
  17.  લોવર ડિવિઝનલ ક્લાર્ક :19 
  18.  ડ્રાઇવર :02 
  19.  મલ્ટિંગ સ્ટાફ : 3
  20.  ગ્રાઉન્ડ મેન : 04 
  21.  સિક્યુરિટી ગાર્ડ :11 

પગાર ધોરણ  :

ક્રમ 1 થી 10 આસિસ્ટન્ટ પ્રોફેસર માટે માસિક રૂપિયા 50000 ફીક્સ પગાર  આપવામાં આવશે. તેમજ બીન શૈક્ષણિક સ્ટાફ ક્રમાંક 01  ને રૂપિયા 75 હજાર ક્રમાંક બે થી છ રૂપિયા 50,000 ક્રમાંક 7 થી 8 ને રૂપિયા 35,000  ક્રમાંક 9 થી 12 માટે રૂપિયા 30,000 ક્રમાંક 13 અને 14 માટે રૂપિયા 25000 ક્રમક 15 અને 16 માટે રૂપિયા 22000 તેમજ ક્રમક 17 અને 18 માટે રૂપિયા 20,000 તથા ક્રમાંક 19 20 માટે રૂપિયા 17,000 તેમજ ક્રમક 21 માટે રૂપિયા 12000 માસિક ફિક્સ પગાર પેટે ચૂકવવામાં આવશે.  નોન ટીચિંગ સ્ટાફ ક્રમ સત્તાવાર જાહેરાત મુજબ જોવા વિનંતી છે.

 શૈક્ષણિક લાયકાત :

ગુજરાત વિદ્યાપીઠની આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત વિદ્યાપીઠના ધારા ધોરણ અનુસાર  અને જગ્યાઓને અનુરૂપ રાખવામાં આવેલી છે. વિવિધ જગ્યાઓ માટે ssc થી અનુસ્નાતક સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારોનો આ જાહેરાતમાં સમાવેશ કરવામાં આવેલ છે.  ઉમેદવારોએ તેમની અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાતનું નોટિફિકેશન પહોંચી લીધા પછી જો તેઓ જગ્યાને અનુરૂપ પાત્રતા અને લાયકાત ધરાવતા હોય તો જ અરજી કરવા વિનંતી છે

 અરજી કરવાની રીત :

ગુજરાત વિદ્યાપીઠની આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ નોન ટીચિંગ સ્ટાફ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા સારું ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.  તેમ જ અરજી કરવાની છેલ્લી તારીખ 18 જૂન 2024 રાખવામાં આવેલી છે ઉમેદવાર મિત્રોએ અરજી કરવા માટે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાહેરાતનું નોટિફિકેશન ડાઉનલોડ કરી સૌપ્રથમ કાળજીપૂર્વકતેનું  વંચાણ કરવું જોઈએ.  ત્યારબાદ અરજી ફોર્મ બે વિભાગમાં  ભરવાનું રહેશે.  પ્રથમ ભાગ માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ વિભાગ બે માં અરજી ફોર્મના તમામ કોલમ કાળજીપૂર્વક ભરવાના રહેશે.  ઉમેદવારોએ ભરવાની થતી ફી જો જરૂરી હોય તો ઓનલાઇન મોડમાં ચૂકવવાની રહેશે.  ત્યારબાદ ઉમેદવારોએ અરજી ફોર્મ સબમીટ કરી તેની પ્રિન્ટ તેમજ ભરેલી ફી ના ચલણની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. 

Read More : Gujarat Rain Forecast: આવતીકાલથી આ જીલ્લાઓમાં પડશે વરસાદ, ચોમાસા પહેલા જ થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ

વધુ માહિતી માટે ઉમેદવાર મિત્રોએ ગુજરાત વિદ્યાપીઠની  સત્તાવાર વેબ સાઇટ પર જઈ  નોટિફિકેશન ડાઉનલોડ કરી વધુ વિગતો મેળવવા વિનંતી છે. 

Leave a Comment