ગુજરાત ગૌણ સેવાની CCE પ્રોવિઝનલ આન્સર કી અને વનરક્ષક પરીક્ષાની રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી એક જ જગ્યાએ અહીથી ડાઉનલોડ કરો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ એક સાથે બે પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા દ્વારા CCE પ્રોવિઝનલ આન્સર કી તેમજ ફોરેસ્ટ વિભાગની વનરક્ષક પરીક્ષાની સુધારેલી ફાઇનલ આન્સર કી આજે એક સાથે રજૂ મંડળની વેબ સાઇટ પર એક સાથે જાહેર કરવામાં આવેલ છે. મિત્રો આપે GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ CBRT પરીક્ષામાં હાજર રહી આપે Computer Based Recruitment Test આપેલ હોયતો આપ અહીથી આપની આન્સર કી અને રીસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાત આપ CCE પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામેના આપના કોઈ વાંધાકે સૂચનો હોયતો પણ આપ નીચે દર્શાવેલ સૂચના મુજબ આપના વાંધા અને સૂચનો મંડળને મોકલી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની CCE પ્રોવિઝનલ આન્સર કી

મિત્રો જો આપે જાહેરાત ક્રમક 212 CCE તેમજ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ વિભાગ ગુજરાત ગાંધીનગર વનરક્ષક ગ્રેડ ત્રણની પરીક્ષામાં પણ ઉપસ્થિત થયા છો તો આજનો આ લેખ આપના માટે છે. આજરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી વન રક્ષક એટલે કે ફોરેસ્ટ વિભાગ ની પરીક્ષા ની રિવાઇઝ ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો અને CBRT Computer Based Recruitment Test પરીક્ષામાં આપને કેટલાક ગુણાંક પ્રાપ્ત થયા છે તે આપ જાણી શકશો ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય ફોરેસ્ટ વિભાગની બીટગાર્ડ એટલે કે વન રક્ષક ની પરીક્ષા માટેની જાહેરાત તારીખ : 20 ઓક્ટોબર 2022 ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળની વેબ સાઇટ દ્વારા બહાર પાડવામાં આવી હતી. તેમજ વન રક્ષક પરીક્ષા તારીખ 8 ફેબ્રુઆરીએ 2024 થી તારીખ : 27 ફેબ્રુઆરી દરમિયાન કુલ 48 સેશનમાં લેવામાં આવેલી હતી.

આ પરીક્ષા CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી લેવામાં આવેલી હતી જેની પ્રોવિઝનલ આન્સર કી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને ઉમેદવારો પાસેથી તે આન્સર કી માટેના વાંધા અને સૂચનાઓ પણ મંગાવવામાં આવેલા હતા. તારીખ તારીખ 25 માર્ચ 2024 દરમિયાન વન રક્ષક પરીક્ષા ના ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા અને વાંધા અને સૂચનાઓ બાદ ફાઈનલ આન્સર કી અને રિસ્પોન્સ સીટ પણ મંડળની વેબસાઈટ ઉપર તારીખ 24 ના રોજ સાંજે 6:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી.

CCE પ્રોવિઝનલ આન્સર કી :- અહીંથી ડાઉનલોડ કરો

આ આન્સર કી ની અંદર જવાબો અંગે પણ ઘણા ઉમેદવારો દ્વારા મંડળને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઈનલ આન્સર કી સામે કેટલીક ક્ષતીઓ ધ્યાનમાં આવેલી અને જે રજૂઆતને ધ્યાનમાં લઇ મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં સુધારા કરવામાં આવતાં આજરોજ ફાઇનલ આન્સર કી સામે ફરીથી વાંધા અને સૂચનાઓ મંગાવવામાં આવતાં ફરીથી આજરોજ વન રક્ષકની જાહેર કરવામાં આવેલ ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા લેવામાં આવેલી વનરક્ષક એટલે કે ફોરેસ્ટ કાર્ડ ની પરીક્ષા ની ફાઇનલ આન્સર કી આપ અહીથી ડાઉનલોડ કરી શકો છો. જેની લીંક નીચે આપવામાં આવેલી છે. વન રક્ષક પરીક્ષા ની ફાઈનલ આન્સર કી ની લીંક 30 જુન રાત્રિના 23 59 મિનિટ સુધી ખુલ્લી રાખવામાં આવનાર હોય પરીક્ષા આપેલ ઉમેદવાર મિત્રોએ આખર તારીખ સુધીમાં તેમની રિસ્પોન્સ સીટ તેમજ ફાઇનલ આન્સર કી જોઈ લેવા વિનંતી છે.

ફોરેસ્ટ વિભાગ વનરક્ષક પરીક્ષાની ફાઇનલ રિવાઇઝ્ડ આન્સર કી

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાતક્રમાંક : 212/ 2023 – 24 અંતર્ગત A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 14 મે થી તારીખ 20 મે 24 દરમિયાન લેવામાં આવેલ હતી. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ની લીંક અહી મૂકવામાં આવેલી છે. જે મિત્રોએ ઉક્ત તારીખોના રોજ CCE પરીક્ષાનો CBRT આપેલ છે તે મિત્રો આ લિન્ક ઓપન કરીને તેમની પ્રોવિઝનલ આન્સર કી અહીંથી ડાઉનલોડ કરી શકશે. તેમ જ CCE અંતર્ગત અત્રે રજૂ કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારોના વાંધા અર્થાત સૂચનો હોય તો તેમણે માત્ર ઓનલાઈન માધ્યમથી આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ સાથે મૂકવામાં આવેલી લીંક મારફત તેમના વાંધા અને સૂચનો આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે.

ફોરેસ્ટ ગાર્ડ ફાઈનલ આન્સર કી :- અહીંથી ડાઉનલોડ કરો

અહી આપવામાં આવેલ સુચનાઓ મુજબ ઉમેદવારો તેમના વાંધા અને સૂચનો મુજબ જ રજૂ કરવાના રહેશે. ઉમેદવાર મિત્રોએ પોતાના આન્સર કી સામે ના વાંધા અથવા સૂચનો 17 જૂન 2024 સમય રાત્રિના 23 55 કલાક સુધી રજૂ કરી શકે છે. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઇન કરવા ફરજિયાત છે અન્ય કોઈ માધ્યમ દ્વારા વાંધા અથવા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં. CBRT માં જે વિદ્યાર્થી જે ઉમેદવાર મિત્રો હાજર રહેલા છે તે ઉમેદવાર મિત્રો જ વાંધા અને સૂચનો ઓનલાઇન રજૂ કરી શકે છે. ઉમેદવાર મિત્રો એમના એક કરતાં વધારે પ્રશ્નો માટે પણ તેમના વાંધા અને સૂચનો રજૂ કરી શકે છે. ઉમેદવાર મિત્રોએ પોતાની પ્રોવિઝન આન્સર કી દર્શાવેલ પ્રશ્નોના આઈડી પ્રમાણે વાંધા અને સૂચન પુરાવા સાથે ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.

આ પણ વાંચો:- Gujarat vidyapith Recruitment 2024 : ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની ભરતી, અહીથી જાણો વિગતવાર માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment