Ambalal Patel Agahi: મિત્રો આજે રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે અને ક્યાંક છૂટું છવાયો વરસાદ પણ જોવા મળ્યો છે તે દર્શાવે છે કે હવે રાજ્યમાં ચોમાસાની પ્રીમીન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ તેમની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસુ થોડું વહેલું બેસી શકે છે. તો આજે આપણે ગુજરાતના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
અંબાલાલની આગાહી Ambalal Patel Agahi
અંબાલાલ પટેલ દ્વારા તેમની વરસાદી આગાહીમાં જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોમાસું મુંબઈમાં ત્રાટકી શકે છે અને ત્યારબાદ તે તેના દક્ષિણના માર્ગે ભારે વરસાદ સાથે આગળ વધી શકે છે.
હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તારીખ 10 થી 11 મે સુધી મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે જેની અસર ગુજરાતના દક્ષિણના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાય છે.
અંબાલાલ પટેલ દ્વારા તેમની આગાહીમાં વધુમાં તેમને જણાવ્યું કે તારીખ 12 જૂનથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. જેથી કરીને ખેડૂત ભાઈઓએ પોતાની લણણી ની સિઝનનો કામકાજ પુર્ણ કરી લેવો જોઈએ.
અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 21 જૂન પછી અરજ અરબ સાગરમાં લો પ્રેશર બનશે જેના લીધે 21 જૂન બાદ ગુજરાતમાં વિધિવત ચોમાસા સાથે અતિ ભારે વરસાદ અને ભેજવાળું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગ દ્વારા પણ તેમની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આવનારા ચાર થી પાંચ દિવસમાં મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે 13 જુન બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ થશે. જેના લીધે 30 થી 40 કિમી ના ઝડપે પવનો ફુકાવાની પણ શક્યતાઓ દર્શાવી છે. તો ઉપરોક્ત તમામ આગાહીને જાણતા ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ 20 થી 21 જૂન સુધીમાં બેસી શકે છે તેમજ તે અગાઉ આ અઠવાડિયામાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે.
Read More:- ભુલથી ડિલેટ થયેલા મોબાઈલ નંબરને આવી રીતે મિનિટોમાં કરો રીકવર