Life Insurance: જીવન વીમા પોલિસી જો તમે હજુ સુધી ખરીદી નથી તો તમારે એક ઉંમર પછી આ પોલીસી ખરીદી લેવી જરૂરી છે. કેમ કે તેના લીધે તમને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે તેમજ જીવન અને આરોગ્ય વીમો પોલીસી પર કલમ 80C હેઠળ તમને 1,50,000 સુધીના કર પર ઇન્કમટેક્સની રાહત મળશે. તો આજે આપણે જાણીશું કે જીવન વીમો કેમ મહત્વ ધરાવે છે અને લોકો આ Life Insurance કેવી રીતે ઉપયોગ કરે છે તેની સંપુર્ણ માહિતી અહિથી મેળવિશુંં.
Life Insurance: જીવન વીમા પોલિસીના ફાયદા
જીવન વીમો એ કોઈપણ વ્યક્તિના પરિવાર માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. જ્યારે તમારે સંકટ સમયમાં તમારા પરિવારને પૈસાની જરૂર હોય ત્યારે કુટુંબના કોઈ પણ સભ્યને તમારા પોલીસની રકમ મળે છે. જેથી તમારા પરિવારને સંકટ સમયે જીવનધોરણને સાચવી રાખે છે તો જીવન વીમો ઈન્ક્મ્ટેક્ષથી રાહત આપતા ઉપયોગી નીવડી શકે છે.
લાંબાગાળાના આયોજનથી ચાલો
મિત્રો અત્યારે લોકોને પોતાનો જીવન વીમો પોલીસી અથવા અન્ય પોલીસી વિશે કોઈપણ બાબતને ધ્યાન દોરતા નથી કેમકે અત્યારે દરેક વ્યક્તિને જીવનશૈલી જાળવવાની પાછળ લગતા ખર્ચને પ્રાધાન્ય આપવામાં આવે છે. જે એક મોટું કારણ હોઈ શકે, તમે જાણો છો કે અત્યારે દરેક વ્યક્તિને પોતાની ગાડી. મોંઘા કપડા, ઉત્તમ શિક્ષણ અને મોટું ઘર દેખાતું હોય છે. તેમજ સોશિયલ મીડિયા તો સૌથી અગત્યનું હોય એવી રીતે જાળવી રાખે છે. પરંતુ આ બધી બાબતોને તેમના ભવિષ્ય માટે અગત્યના પગલાં લેવા ભૂલી જતા હોય છે.
જો તમે પણ હવે જીવન વીમા કે આરોગ્ય વિમા તરફ એક પગલું આગળ વધી રહ્યા છો. તો તમારે નાના રોકાણની શરૂઆત કરીને માસિક પ્રીમિયમની ચુકવણીથી ભરપાઈની શરૂઆત કરી દેવી જોઈએ. કેમકે આ નાની નાની રકમ એક દિવસ એટલી મોટી થઈ જશે કે સંકટ સમયે તે તમારા પરિવારને ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.
લોનની પટાવટમાં મદદ કરે છે જીવન વીમો
જો તમે જીવન વીમો પ્લાનની ચુકવણી કરેલી છે. તો સંકટ સમયે તમારા પરિવારના સભ્યોને કોઈ પણ બાકી લોનની પતાવટ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી નેવડી શકે છે. તેમજ નાણાકીય બાબતોની ચિંતા કર્યા વગર કોઈપણ વ્યક્તિ સક્ષમ બનવા તરફ આગળ વધી શકે છે. પરંતુ આજની યુવા પેઢી જીવન વીમા અથવા અન્ય વિમા ને માત્ર ઇન્કમટેક્સ બચાવવાના સાધન તરીકે જ જુએ છે અને તેનો અન્ય ઉપયોગો અને ફાયદાઓ જાણતા હોતા નથી.
ઇન્કમટેક્સમાંથી રાહત મળશે
મોટાભાગના લોકો જીવન અને આરોગ્ય વીમો પોલીસીને એટલા માટે ખરીદતા હોય છે કે તેઓ ઇન્કમટેક્સની બચત ના સાધન રૂપે આ પોલીસને જોતા હોય છે અને જીવન વીમા પોલિસી હેઠળ કલમ 80 હેઠળ વાર્ષિક ₹1,50,000 સુધીના ટેક્સને છૂટ આપવામાં આવે છે અને આરોગ્ય વીમા પોલીસી અંતર્ગત વ્યક્તિ અથવા કુટુંબના કોઈપણ સભ્યને 25000 રૂપિયા સુધીની લાભ મળે છે. તો આ બાબતોનું ધ્યાન દોરીને ઘણા બધા લોકો દ્વારા ઇન્કમટેક્સ ન ભરવા સારું થઈને જીવન વીમો અથવા આરોગ્ય વીમો લેવામાં આવતો હોય છે.
Read More:- સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો, 10 ગ્રામનો ભાવ સાંભળીને લોકોએ લૂંટવાનું શરૂ કર્યું.
તો તમે ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન દોરીને હવે Life Insurance Policy લઈ શકો છો અને આ તમારા પરિવારના ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી નિવડી શકે છે.