ગુજરાતમાં ઉનાળું વેકેશન સ્થગીત: ચૂંટણી હોય તમામ સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન હાલ પુરતું સ્થગીત કરાયું

ગુજરાતમાં ઉનાળું વેકેશન સ્થગીત: નમસ્કાર મિત્રો, રાજ્યની પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓમાં પરીક્ષાનું કામકાજ પૂર્ણ થતાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં એક સૂત્રતા જળવાય અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ એક જ સાથે ખુલે અને નવું સત્ર એક સાથે શરૂ થાય તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી દિવાળી વેકેસન તેમજ ઉનાળું વેકેશનનો પરિપત્ર કરવામાં આવે છે. 

એ માટે રાજ્યકક્ષાએથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ઉનાળુ વેકેશન અંગેનો પરિપત્ર કરવામાં આવે છે. ચાલુ સત્ર માટે  શિક્ષણ નિયામકની કચેરી તરફથી અગાઉ વેકેશન સમયગાળો તારીખ 06/05/2024  થી તારીખ 09/06/2024 સુધી  એટલે કે દિવસ 35 નું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું.  નવા શૈક્ષણિક  સત્રમાં શાળાઓ એક સાથે 10 જૂનથી ખુલે તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી હતી પરંતુ લોકસભા ચૂંટણીને લીધે હાલ ઉનાળુ વેકેસનનો પરિપત્ર  શિક્ષણ નિયામક તરફથી સ્થગિત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. 

ચૂંટણી હોય શાળાઓમાં ઉનાળું વેકેશન હાલ પુરતું સ્થગીત કરાયું

હાલમાં લોક સભા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ચૂંટણીની  વિવિધ ફરજમાં રોકાયેલા શિક્ષકો સહિતના કર્મચારીઓ ની હાજરી ખૂબ અગત્યની હોય ચૂંટણી કામગીરીને લીધે હાલ પૂરતો જાહેર થયેલ પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે.

 મિત્રો રાજ્યની  પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેસનનો સમયગાળો એક સરખો રાખવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ વગેરે કાર્યમાં ખૂબ સરળતા રહે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી રાજયમાં શિક્ષણ વિભાગ,શિક્ષણ નિયામક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સંકલનમાં રહી એક સાથે વેકેસનનો સમયગાળો નક્કી કરે છે. 

શિક્ષણ વિભાગ અને શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં વેકેસનની નવી તારીખોનું આયોજન કરી પરિપત્ર બહાર પાડશે.

Read More:- Old Land Records: હવે તમે 50 વર્ષ જૂના જમીનના રેકોર્ડને કોઈપણ માહિતી વિના સરળતાથી મેળવવા અહીં જુઓ

હાલમાં પરીક્ષા પૂરી થતાં વિદ્યાર્થીઓએ  વેકેસન પસાર કરી રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં પણ પરીક્ષા પછી ઉપચારાત્મક કાર્ય પૂર્ણ થતાં બાળકો પણ શાળાએ આવતાં નથી. માત્ર ચૂંટણી કામગીરીને લઈ વેકેસનનો સમયગાળો બદલાઈ શકે છે. વેકેસનની નવી તારીખો જાહેર થતાં વેકેસન પડશે,અને એક સાથેજ ફરીથી તમામ શિક્ષણ સંસ્થાઓ વેકેસન ખૂલતાં કાર્યરત બનશે. 

Leave a Comment