APMC Unjha Jeera Rate 2024 ઊંઝા માર્કેટયાર્ડના જીરું ના ભાવ. ઊંઝા સહિત ગુજરાતનાં માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો ,જીરું સંઘરીને બેઠેલા ખેડૂતોમાં નિરાશા. સમગ્ર એશિયામાં જીરાના વેપાર માટે જાણીતું ઊંઝા માર્કેટ યાર્ડ સહિત ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતાં જીરાનો માલ સ્ટોક સંઘરીને બેઠેલા ખેડૂતોમાં નિરાશાનાં વાદળાં જોવા મળી રહ્યાંછે.
ગત વર્ષે જીરાના સારા ભાવ મળતાં ખેડૂતો દ્વારા સારા ભાવની આશામાં જીરાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલું હતું. જ્યારે ઘણા ખેડૂતોએ ગત વર્ષના સારા ભાવ હોવા છતાં પણ ઊંચા ભાવની આશામાં પોતાનો જીરાનો માલ સંઘરીને રાખેલો, જેમાં અચાનક આવેલા ધરખમ ઘટાડાએ ખેડૂતોમાં ચિંતા નું મોજુઊભું કર્યું છે.
મિત્રો,આજે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકો કેટલી રહી અને ખેડૂતોને જીરાના કેટલા ભાવ મળ્યા તે જાણીએ. ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાના ભાવ 3160 થી સારા માલના ભાવ 6050 રૂપિયાનો રહ્યો હતો. જ્યારે જીરાની માલ આવક 30000 ગુણીની રહી હતી.
પાટણ માર્કેટયાર્ડમાં પાટણ યાર્ડમાં જીરાનો ભાવ ₹3,500 થી ₹3,990 નો રહ્યો હતો જ્યારે જીરાની આવક 25 ગુણની રહેલ છે. થરાના શિહોરી સબ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹4,000 થી ₹4,300 નો રહેલ છે. જ્યારે થરાગંજ બજારમાં જીરાનો ભાવ 3,300 થી 4,950 રૂપિયા ખેડૂતોને મળ્યો હતો.
નેનાવા માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ 3600₹ થી 4,300 સુધીનો રહેલ છે. જ્યારે જીરાની આવક 921 ગુણી રહેલ છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ જીરાની આવક 780 ગુણની રહેલી હતી જ્યારે જીરાના ભાવ 3500 થી 4,371 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. જ્યારે સામાન્ય ભાવ 4100 રૂપિયા રહ્યો હતો.
APMC Unjha Jeera Rate 2024
ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડ જીરાના ભાવ 18/04/2024
માર્કેટયાર્ડનું નામ | જીરાના ભાવ |
ઊંઝા માર્કેટયાર્ડ | 6050 |
પાટણ માર્કેટયાર્ડ | 3990 |
ગોંડલ માર્કેટ યાર્ડ | 4371 |
નેનાવા માર્કેટયાર્ડ | 4300 |
શિહોરી માર્કેટયાર્ડ | 4300 |
સાવરકુંડલા માર્કેટયાર્ડ | 4090 |
જામનગર માર્કેટયાર્ડ | 4305 |
વિસાવદર માર્કેટયાર્ડ | 3496 |
હળવદ માર્કેટયાર્ડ | 4252 |
થરાદ માર્કેટયાર્ડ | 4400 |
મહુવા માર્કેટયાર્ડ | 5050 |
જામજોધપુર માર્કેટયાર્ડ | 4,171 |
ડીસા માર્કેટયાર્ડ | 4100 |
જસદણ માર્કેટયાર્ડ | 4175 |
જુનાગઢ માર્કેટયાર્ડ | 4200 |
ધારી માર્કેટયાર્ડ | 4,000 |
મેદરડા માર્કેટયાર્ડ | 4650 |
વાંકાનેર માર્કેટયાર્ડ | 4,288 |
બાબરા માર્કેટયાર્ડ | 4280 |
જેતપુર માર્કેટયાર્ડ | 4,041 |
રાપર માર્કેટ યાર્ડ | 4001 |
દિયોદર માર્કેટયાર્ડ | 4000 |
થરા માર્કેટયાર્ડ | 4950 |
જીરાના ભાવ 2024 :
મિત્રો જીરાના ભાવમાં ગત સિઝનમાં મળેલા સારા ભાવને લીધે ઘણા ખેડૂતોએ પોતાનું ગત સિઝનનું જીરું ઊંચા ભાવ મળવાની આશાએ સંઘરી રાખેલ તેવા ખેડૂતોમાં ચિંતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ જીરાના ભાવ વધવા કે ઘટવા વિશે અમે કોઈ આગાહી કરતા નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે જીરાનો સ્ટોક કરવા કરતાં જેતે સિઝનમાં વેચવું સારું કહી શકાય. અમે કોઈ ખેડૂત મિત્ર અથવા વેપારી ભાઈઓને તેમનો માલ સંઘરવા કે વેચવાની સલાહ આપતા નથી.પરંતુ અમોને વિવિધ સ્રોતો તરફથી મળતી ભાવની માહિતી આપના માટે શેર કરીએ છીએ.
ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના ભાવ જાણવા અમારી વેબ સાઇટ જોતાં રહેશો. આજનો આર્ટિકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !
આ પણ વાંચો : Old Land Records: હવે તમે 50 વર્ષ જૂના જમીનના રેકોર્ડને કોઈપણ માહિતી વિના સરળતાથી મેળવવા અહીં જુઓ