VIDYUT SAHAYAK Bharti 2024 : (JUNIOR ENGINEER- ELECTRICAL ) GETCO અને તેની પેટા કંપનીઓ DGVCL, MGVCL, UGVCL, PGVCL માટે વિદ્યુત સહાયક ( જુનિયર એંજિનિયર ઇલેક્ટ્રિકલ ભરતી ) : મિત્રો ગુજરાતની સૌથી મોટી સરકારી વિદ્યુત કંપની GETCO અને તેની પેટા કંપનીઓ માટેની વિદ્યુત સહાયક જુનિયર એંજિનિયર (ઇલેક્ટ્રિકલ ) ની ભરતી માટે 394 જગ્યાઓની સીધી ભરતી કરવા સારું માત્ર ઓન લાઇન મોડમાં અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 12/03/2024 બપોરના 2.00 કલાકથી : 01/04/2024 રાત્રીના 11.55 કલાક સુધી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વેબ સાઇટ પર ઓન લાઇન અરજી કરી શકશે.
Vidyut Sahayak Bharti 2024:
મિત્રો, GETCO અને તેની પેટા કંપની DGVCL,MGVCL,UGVCL,PGVCL દ્વારા વિદ્યુત સહાયક (જુનિયર એંજિનિયર ઇલેક્ટ્રિકલ ) ની બંપર ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો જો તમે ઇલેક્ટ્રિકલ એંજિનિયરની પોસ્ટ માટે શૈક્ષણિક યોગ્યતા ધરાવતા હોતો છેલ્લી તારીખની રાહ જોયા વગર આજેજ અરજી કરો.
વિધુત સહાયક જુનિયર ઈલેક્ટ્રીક એંજિનિયર ભરતી
ભરતી કરનાર સંસ્થા | GETCO,DGVCL,MGVCL,UGVCL,PGVCL |
પોસ્ટનું નામ | VIDYUT SAHAYAK (JUNIOR ENGINEER- ELECTRICAL ) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 01/04/2024 |
અરજી ફી | S.C./S.T. 250 ,UR,SEBC,EWS 500 |
પગાર ધોરણ | 45400 – 101200 સાતમું પગાર પંચ |
હેલ્પ લાઈન | 0261 -2506189 |
હેલ્પ લાઈન મેઈલ | Career@dgvcl.co.in |
શૈક્ષણિક લાયકાત :
- GETCO અને તેની પેટા કંપનિયો માટે DGVCL દ્વારા વિદ્યુત સહાયક (જુનિયર એંજિનિયર ઇલેક્ટ્રિકલ ) માટે ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટી માંથી B.E. ઇલેક્ટ્રિકલ અથવા B.Tech ઇલેક્ટ્રીકની લાયકાત ધરાવતા હોવા જોઈએ. અને રેગ્યુલર અભ્યાસ કરેલ હોવો જોઈએ
- ડિપ્લોમાના છેલ્લા 7 મા અને 8 મા સેમેસ્ટરમાં 55 ટકા માર્ક સાથે પાસ થયેલ હોવો જોઈએ.
વિદ્યુત સહાયક ઇલેક્ટ્રીક એંજિનિયરની જગ્યાની વિગતો :
GETCO અને સંલગ્ન પેટા કંપનીની કચેરીઓ DGVCL,MGVCL,UGVCL,PGVCL માટે ભરતી કરવાની કુલ 394 જગ્યાઓ પૈકી અનામત સંવર્ગ માટે નિયમ અનુસાર જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે.
GETCO :- 207
DGVCL :- 78
MGVCL :- 28
UGVCL :- 28
PDVCL :- 53
અરજી કરવાનો સમયગાળો :
DGVCLઅને બધી પેટા કંપનીઓ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિદ્યુત સહાયક ( જુનિયર એંજિનિયર ઇલેક્ટ્રિકલ )આ જગ્યા માટે માત્ર લાયક ઉમેદવારો તારીખ : 12/03/2024 ના સમય બપોરના 02.00 કલાકથી તારીખ : 01/04/2024 રાત્રીના 11.55 કલાક સુધી પોતાની ઉમેદવારી માટેની અરજી ઓન લાઇન સબમિટ કરી શકશે. ઉમેદવારોએ કંપનીની વેબ સાઇટ પર ઓન લાઇન અરજી કરવાની રહેશે.
વય મર્યાદા :
GETCO ની આ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રીક જુનિયર એંજિનિયર ઇલેક્ટ્રીકની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા તારીખ : 12/03/2024 ના રોજ 35 વર્ષ રાખવામાં આવી છે. અનામત સંવર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 40 વર્ષ રાખવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો,માજી સૈનિક વગેરે કર્મચારીઓ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી .
પગાર ધોરણ :
વિદ્યુત સહાયક ઇલેક્ટ્રીક જુનિયર એંજિનિયરની આ જગ્યા માટે નીચેની વિગતે બે વર્ષમાટે માસિક ફિક્સ પગાર ત્યારબાદ નિયમિત પગારમાં સાતમા પગાર પંચ મુજબ પગાર મળવા પાત્ર થશે.
વર્ષ | પગાર |
પ્રથમ | 48100 રૂપિયા કિક્સ |
બીજું | 50700 રૂપિયા કિક્સ |
ત્રીજું વર્ષ | 45400-101200 પગાર ધોરણ |
પરીક્ષા ફી ની વિગત :
અરજી કન્ફર્મ થતાં સામાન્ય સંવર્ગના તેમજ OBC અને EWS ઉમેદવારોએ પરીક્ષા ફી રૂપિયા 500 જ્યારે અનામત સંવર્ગમાં સમાવેશ થતા S.C અને S.T ઉમેદવારોએ રૂપિયા 250 માત્ર ઓન લાઇન ગેટવે મારફત ચુકવવાના રહેશે તેમજ કોઈ પણ સંજોમાં ભરેલી ફી પરત મળશે નહી.
વય મર્યાદા :
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશનની પ્લાન્ટ એટેન્ડન્ટ માટે અરજી કરનાર ઉમેદવાર વય મર્યાદા તારીખ : 06/03/2024 ના રોજ 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી. અનામત કક્ષાના ઉમેદવારો માટે વય મર્યાદા 40 વર્ષ રાખવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો,માજી શૈનિક અને વિભાગના નિવૃત કર્મચારીઓ સહિત અનામત કક્ષામાં સમાવેશ થતા ઉમેદવારોએ જાહેરાતનું નોટિફિકેશનનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે.
વિશેષ યોગ્યતા :
અરજી કરનાર ઉમેદવારો કોમ્પ્યુટરની પાયાની જાણકારી સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આ પણ વાંચો : SBI Bharti 2024: પરીક્ષા વિના SBI માં સીધી ભરતી, જાણો અરજી કરવાની રીત
અરજી કરવાની રીત :
ઉમેદવારોએ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રીક એંજિનિયરની જગ્યા માટે અરજી કરતાં પહેલાં કાળજી પૂર્વક સત્તવાર જાહેરાતનું નોટિફિકેશન વાંચી લીધા પછીજ અરજી કરવી. અરજીમાં જરૂરી ડૉક્યુમેન્ટઅપલોડ કર્યા બાદ જરૂરી ફી ઓન લાઇન ભરી અરજી અને ફીના ચલણની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવી. વધુ માહિતીની જરૂર પડેતો ઉમેદવારો DGVCL ની હેલ્પ લાઇનનો ઈ મેઈલ અને ફોન દ્વારા સંપર્ક કરી શકશે.
અગત્યની લિંક્સ :
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |