SBI Bharti 2024: પરીક્ષા વિના SBI માં સીધી ભરતી, જાણો અરજી કરવાની રીત

SBI Bharti 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તાજેતરમાં પરીક્ષ લીધા વિના સીધી ઈન્ટરવ્યું આધારીત ભરતી માટે જાહેરનામું બહાર પાડયું છે. આ SBI ભરતી માટેના અરજી ફોર્મ 9મી એપ્રિલ સુધી ખુલ્લા છે. જે ઉમદવારો લાયકાત ધરાવે છે તેઓ તારીખ 9 એપ્રીલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીની તમામ વિગતો આપણે આ લેખની મદદથી મેળવિશું.

SBI Bharti 2024

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા
જગ્યાઓ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર
અરજી કરવાની છેલ્લી તારીખ૯ એપ્રિલ ૨૦૨૪
અરજીની રીતઓનલાઈન
સત્તાવાર સાઈટhttps://recruitment.bank.sbi

SBI દ્વારા ભરતીની જાહેરાતમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં લાયકાત ધારાવતા ઉમેદવારોએ ઓનાલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતીમાં બીજી અન્ય જાહેરાતો કરતા અલગ રીતે ફક્ત સીધા ઇન્ટરવ્યુ પર આધાર રાખેલ છે. જેમાં ઈન્ટરવ્યુ બેઝ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 20મી માર્ચે શરૂ થઈ હતી અને જેની અંતિમ તારીખ 9મી એપ્રિલ ૨૦૨૪ રાખવામાં આવી છે.

અરજી ફી

સામાન્ય અને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ઉમેદવારો માટે, એપ્લિકેશન ફી ₹750 છે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોને કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી ભરવાની રહેશે નહી.

વય મર્યાદા

આ ભરતી માટેની મહત્તમ વય મર્યાદા 55 વર્ષ છે, જેની ગણતરી 1 માર્ચ, 2024 મુજબ કરવામાં આવશે. વધુમાં, સરકારી નિયમો અનુસાર તમામ શ્રેણીઓને કેટેગરી મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને સંબંધિત ક્ષેત્રને લગતો જરૂરી અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે તમે ઓફિશીયલ જાહેરાત વાંચી શકો છો.

પસંદગી પ્રક્રીયા

SBI સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી માટે ઉમેદવારોની પસંદગી મેરીટ આધારીત ઇન્ટરવ્યુ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા પર આધારિત રહેશે.

SBI Bharti 2024 માટેની અરજી પ્રક્રિયા

જે ઉમેદવારો આ ભરતી માટે રસ ધરાવે છે સૌ પ્રથમ ઓફિશિયલ જાહેરાત વાંચી પોતની લાયકાત ચેક કરવી પડાશે ત્યારબાદ અમે અહિં શેર કરેલ ઓફિશિયલ અરજી કરવાની લિંકની મદદથી અરજી કરવાની રહેશે. જેમાં તમે જરુરી માગ્યા મુજબની માહિતી ભરીને અરજી કરવાની રહેશે. ત્યારબાદ જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરી તમારી કેટેગરી મુજબ અરજી ફિ ભરી તમારા ફોર્મને સબમીટ કરવાનું રહેશે.

નવોદય વિદ્યાલય પરિણામ 2024: નવોદય વિદ્યાલયના 6 ધોરણ અને 9 નું પરિણામ અહીં તપાસો

તો મિત્રો પરીક્ષા વગર સિધા ઈન્ટરવ્યુ ના આધાર પર આ તકનો લાભ ઉઠાવો અને તમે પણ આ ભરતી પ્રક્રિયામાં ખાતરી પુર્વક ફોર્મ ભરીને અરજી કરી શકો છો. વધુમાં અરજી કરનાર તમામા ઉમેદવારોને ગુજરાત ઇન્ફો હબની ટીમ તરફથી ઓલ ધ બેસ્ટ અને તમે આવી જ રીતે નવી ભરતીની તમામ અગત્યની માહીતી અહિથી મેળવતા રહો, આભાર.

ઓફિશીયલ જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment