Rules Change From 1 May 2024: મિત્રો દરેક મહિનાની પહેલી તારીખે અને કેટલાક અગત્ય મહિનાને શરૂઆતમાં સરકાર દ્વારા કેટલાક નવા નિયમો અને કાયદાઓ લાવવામાં આવે છે, અને કેટલાક જૂના નિયમોને પણ બદલવામાં આવે છે. જેના લીધે દરેક નાગરિકને રોજિંદા જીવનમાં ઘણા બધા ફેરફાર થાય છે. તો આ નિયમો અંગે શું ફેરફાર થવાના છે, કઈ કઈ વસ્તુઓના ભાવ વધશે અને ઘટશે તેના વિશે જાણવું એ દરેક નાગરિકની ફરજ છે, જેથી તેઓ પણ નવા નિયમો મુજબ પોતાના પૈસાને બચાવીને રાખે.
Rules Change From 1 May 2024
મિત્રો ગેસ સિલિન્ડરની કિમતથી લઈને બેન્ક ચાર્જ સુધીના મહત્વના નવા નિયમો વિષે જાણો સંપૂર્ણ માહિતી અહીથી. જો આ નિયમોથી તમારા રોજીદા જીવન પર શું અસર થઈ શકે તેના વિષે પણ સંપૂર્ણ માહિતી મેળવો.
LPG સિલિન્ડરની કિમત
મિત્રો એપ્રિલ મહિનો પૂર્ણ થવાની આરે છે, ત્યારે પહેલી મે થી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકશે. જો કોમર્શિયલ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો તેની કિંમત ઘટીને 2028 રૂપિયા થશે, જ્યારે પહેલી મેથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પણ 14 કિલોના સિલિન્ડર અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરને નવી કિંમતો પણ જાહેર કરવામાં આવશે.
બેન્કિંગના નિયમો
મિત્રો દર મહિનાની પહેલી તારીખે બેન્કિંગ ક્ષેત્રે ઘણા બધા નવા નિયમો આવે છે, કેમ કે આરબીઆઈના નવી ગાઈડલાઈન જાહેર થતાં બેંક ઉપર પણ તેની સીધી અસર થાય છે અને જેના લીધે નાગરિકોના ખિસ્સા ઉપર પર ડાયરેક્ટ અસર પડે છે.
યસ બેન્કમાં જે લોકોના પ્રો-મેક્સ એકાઉન્ટ છે તે લોકોને ન્યૂનતમ 50000 બેલેન્સ જાળવવું જરૂરી છે અને પ્રો પ્લસ અન્ય માટે લઘુત્તમ બેલેન્સ ઘટાડીને 25000 રૂપિયા થઈ શકે છે.
HDFC ફિક્સ ડિપોઝિટ સ્કીમ
મિત્રો HDFC દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવતી આ ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં ઊંચા વ્યાજ દરો ઓફર કરે છે, જેને છેલ્લી તારીખ 10 મે 2024 સુધી રખવામાં આવેલ છે.
ICICI બેન્કના નવા ચાર્જ
ICICI બેંક દ્વારા સેવાની ફી માં વધારો કર્યો છે, જેમાં પહેલી મે થી IMPS વ્યવહારો માટે ₹1,000 ટ્રાન્સફર પર 2.50 રૂપિયાની ચાર્જ લાખશે. જ્યારે ડેબિટ કાર્ડ લેવા માટે શહેરી વિસ્તારો 200 રૂપિયાનો ગ્રામ્ય વિસ્તારમાં 99 રૂપિયાની વાર્ષિક ફી ભરવી પડશે અને જ્યારે તમને 25 પેજની ચેકબુક પર કોઈપણ જાતની ફી નહીં લાગે, પરંતુ તેનાથી વધારે પેજ પર પ્રતિ પેજ 4 રૂ. ચાર્જ વસૂલવામાં આવશે.
Read More:- Dragon Fruit Farming: એક વીઘામાંથી 2 લાખ કમાઓ, માત્ર નજીવા ખર્ચે શરૂ કરો આ ખાસ પાકની ખેતી