OJAS Bharti 2024: ગુજરાતમાં ચાલી રહેલી ભરતીનું લેટેસ્ટ અપડેટ જાણો અહીથી, અને ફટાફટ તમારી અરજી કરી નાખો. નમસ્કાર મિત્રો, ગુજરાત માં ચાલી રહેલી સરકારી કાયમી બંપર ભરતીમાં આપે હજુ સુધી ઉમેદવારી પત્ર ભર્યું નથી તો હવે વધુ સમયની રાહ જોયા વગર આજેજ આપની ઉમેદવારી અરજી કરી દેજો. અહીથી જાણો નવું અપડેટ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના સચિવ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા ઉમેદવારોને વહેલી તકે અરજી કરવા સલાહ આપવામાં આવીછે. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 7,15,000 ઉમેદવારો દ્વારા અરજીઓ કરવામાં આવી છે. તેમાંથી 585000 હજાર જેટલી અરજીઓ ઉમેદવારોએ સબમીટ કરી દીધી છે. આ ભરતીમાં ઉમેદવારી કરવા ઈચ્છું ક સંભવિત ઉમેદવારોએ વહેલી તકે તેમની અરજી કન્ફર્મ કરવી દેવી જોઈએ. તેમજ ફી પણ ભરવી જરૂરી હોય તો ફી પણ સમયસર ભરી નાખવી જોઈએ.
OJAS Bharti 2024
OJAS Bharti 2024: જેમ જેમ તારીખ અરજી કરવાની તારીખ નજીક આવશે તેમ તેમ OJAS ની વેબસાઈટ પર લોડ વધવો તેમજ ફી ભરવામાં વિલંબ થઈ શકે છે. અને આ કારણે જો ઉમેદવારો તેમની અરજી સમયસર સબમિટ નહીં કરી શકે તો આ માટે હવે અરજી કરવા માટે હવે સમયગાળો લંબાવવામાં આવશે નહીં તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મિત્રો, પોલીસ ભરતી ઉપરાંત અમદાવાદ નાગર પાલિકાની ચાલી રહેલી બમ્પર ભરતી વિશે નવા અપડેટ થી આપને વાકેફ કરી રહ્યા છીએ. મિત્રો અમદાવાદ નગરપાલિકાની 731 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નગરપાલિકા દ્વારા શરૂઆતમાં 15 એપ્રિલ 2024 રાખવામાં આવી હતી. પરંતુ તેને લંબાવીને અમદાવાદ નગરપાલિકાની જુનિયર ક્લાર્ક સહિતની જગ્યાઓ માટે ઉમેદવારો 19 એપ્રિલ 2024 સુધી તેમની ઉમેદવારી અરજી ઓનલાઇન કરવાની હતી. હવે આપ અભ્યાસ ક્રમ જાણી તૈયારી શરૂ કરી દેજો.જો તમે હજુ સુધી પોલીસ ભરતી માટે અરજી કન્ફર્મ નથી કરી તો તે પણ કરી દેજો અને ફી ભરવાની જરૂરી હોયતો ફી પણ ભરી નાખજો .
મિત્રો, પોલીસ ભરતી માટે આપની અરજી સબમીટ કર્યા પછી ફી ભરવામાં તમારે કોઈ પ્રશ્ન ઊભો થાય તો, અથવા તો કોઈ ટેકનિકલ કારણસર આપની ફી જમા થતી ના હોય તો, આપે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જાહેર કરેલા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી મદદ મેળવી શકો છો.
હેલ્પ લાઈન નંબર
ઘણા મિત્રો કચેરી સમય દરમિયાન ફોન કરે છે. તે ઉચિત નથી પોલીસ ભરતી બોર્ડની સૂચના મુજબ ઉમેદવારે ફ્ક્ત રજાના સમય સિવાય અને કચેરી દરમ્યાન માહિતીની જરૂર હોયતો ફોન કરવા જોઈએ.
(1) 81608 80331
(2) 81608 53877
(3) 81608 09253
પરીક્ષાની તૈયારી આ રીતે કરો
OJAS Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અને અમદાવાદ નગરપાલિકાની વિવિધ જગ્યાઓની ભરતી માટે પરીક્ષા માટેનો અભ્યાસક્રમ Syllabus જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવાર મિત્રો અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને તેમજ જાહેર કરવામાં આવેલા સમયપત્રકને ધ્યાનમાં રાખી પરીક્ષા માટેની તૈયારી કરવી જોઈએ તેમ કરવાથી તમામ વિષયોને એક સરખો ન્યાય આપી શકાય અને પદ્ધતિસર મહેનત કરી શકાય. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોના હિતમાં આ સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે. જેથી ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે. અભ્યાસક્રમ અનુસાર પરીક્ષાની તૈયારી કરવાથી દરેક વિષયને સરખો ન્યાય મળે અને એકેય વિષયાંગ મહેનત કરવાથી બાકાત ના રહે. એટલેકે કોઇપણ વિષય અભ્યાસથી વંચિત રહી ન જાય.
માર્કસીટ અપલોડ કેવી રીતે કરવી
- પોલીસ ભરતીના કેટલાક સંભવિત ઉમેદવાર મિત્રોને માર્કશીટ અપલોડ કરવા ને લઈને વિવિધ પ્રશ્નો ઉદભવી રહ્યા છે. તો તેઓ તેઓએ બોર્ડની સૂચના મુજબ ધોરણ 12 ની માર્કશીટ અપલોડ કરવાની છે.
- માર્કશીટ અપલોડ થઈ જતાં કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અપલોડ ડોક્યુમેન્ટ સકસેસ ફુલ્લિ નો મેસેજ દેખાય છે. તેમજ જો ડોક્યુમેન્ટ સક્સેસ ખુલ્લી અપલોડ નહીં થાય તો પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવા વિનંતી અંગેનો મેસેજ સ્ક્રીન ઉપર દેખાય છે. પરંતુ અરજી કન્ફર્મ થયા પછી ડોક્યુમેન્ટ જોઈ શકાશે નહીં.
- જે મિત્રોએ ધોરણ 12 પાસ કર્યા વગર તેમણે આગળનો અભ્યાસ કર્યો છે. તેમજ ધોરણ 12 સમકક્ષ તેમણે કોઈ પરીક્ષા પાસ કરી નથી. તો તેઓ આ પરીક્ષામાં ઉમેદવારી પત્ર ભરી શકશે નહીં. પરંતુ જે ઉમેદવાર મિત્રોએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની બી.એ. અથવા બી.કોમ. જેવી સ્નાતક કક્ષાની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની છે અને તેઓ પોલીસ ભરતીની અરજી કરી શકશે.
તબીબી પરીક્ષણ અંગે માર્ગદર્શન
- તબીબી પરીક્ષણને લઈને ઘણા ઉમેદવાર મિત્રો ભરતી બોર્ડને તેમની રજૂઆતો કરી રહ્યા છે. આપને પણ તબીબી પરક્ષણને લઈને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો આપ બે દિવસમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્પલાઇન ઉપર કચેરી સમય દરમિયાન આપની રજૂઆત કરી શકો.
- ઘણા મિત્રોએ નીચેના જેવા તબીબી પ્રશ્નો રજૂ કર્યા છે જે આપની જાણ સારું નીચે મુજબ રજુ કરું છું
- જૂનું અસ્થિ ભંગ થયું હોય તો અને ઉમેદવાર દોડમાં પાસ થયા હોય તો..
- શરીર ઉપર ટેટુ કે છૂંદણા ચિત્રાવેલ હોય તો..
- આંખના નંબર હોય તો અથવા કેટલા નંબર સુધી આંખના નંબર માન્ય ગણી શકાય..
- દાંત તૂટેલા હોયતો ..
- જમણા હાથના પ્રથમ આંગળીનો આગળનો ભાગ તૂટેલો હોયતો..
- હાથ અથવા પગના ભાગે અગાઉ કોઈ ઓપરેશન કરાવેલું હોય તો..
અગત્યની લિંક્સ
પોલીસ ભરતીની વેબ સાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
OJAS Bharti 2024 | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
મિત્રો આપ પણ ગુજરાતમાં હાલમાં ચાલુ રહેલી મોટી સંખ્યાની ભરતીમાં સમયસર અરજી કરી શકો અને આપ આપની કોઈ મૂંઝવણ અથવા સમસ્યા અંગે હેલ્પ લાઇન દ્વારા સમાધાન મેળવી શકો તે માટે અમારો આજનો આર્ટીકલ ઉપયોગી થઈ શકશે. આપ વધુ માહિતી માટે ગુજરાત ભરતી બોર્ડની વેબ સાઈટ જોઈ શકશો. આપ આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો આભાર !
આ પણ વાંચો : GSEB SSC Result 2024: ધોરણ 10 નું પરિણામ તારીખ જાહેર, આવી રીતે ચેક કરો તમારૂં રીઝલ્ટ