KVS Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશને લઈને જારી નવી નોટિસ, જુઓ શું છે નવા ન્યૂઝ

KVS Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશને લઈને જારી નવી નોટિસ, જુઓ શું છે નવા ન્યૂઝ : જો તમે તમારા બાળકોનું કેન્દ્રીય વિધાલયમાં એડમિશન મેળવવા માંગતા હોવ તો ધોરણ 1 માટેના પ્રવેશ ફોર્મ 1 એપ્રિલ 2024 થી ભરવાના ચાલુ થઈ ગયેલ છે પરતું કેન્દ્રીય વિધાલય દ્વારા જાહેર કરાયેલ તમામ અપડેટ તમારે જણાવા જરૂરી છે. હાલમાં કેન્દ્રીય વિધાલય દ્વારા ધોરણ 2 અને એના ઉપરના વર્ગોની પ્રવેશને લઈને છેલ્લી પ્રવેશ યાદી બહાર પાડી છે.

KVS Admission Notice

મિત્રો ભારતની સૌથી બેસ્ટ સરકારી વિધાલયમાં જો તમે એડમિશન મેળવવા માંગતા હોવ તો તમારે પ્રવેશ યાદી સત્તાવાર સાઈટ પરથી મેળવવી જરૂરી છે. જે માતા-પિતા તેમના બાળકોની આ સૂચિ ઓનલાઈન જોવા માંગે છે તેઓ વિધાર્થીના નામ અને રોલ નંબરની મદદથી આ અંતિમ યાદીમાં તેમના બાળકનું નામ ચકાસી શકે છે,

મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય વિધાલય દ્વારા ધોરણ 2 ની પ્રવેશ પ્રકિરયા 29 એપ્રિલ 2024 સુધીમાં જાહેર થશે જ્યારે ધોરણ 9 સિવાયના બીજા વર્ગોની પ્રવેશ પ્રક્રિયા 29 જૂનથી શરૂ થશે. વાલીઓને ખાસ નોંધવું કે આ અંતિમ યાદી બાદ પણ કેન્દ્રીય વિધાલયમાં પ્રવેશ માટે તમામ જરૂરી પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજો ચકાસ્યા બાદ જો વિધાર્થી એડમિશન પાત્ર હશે તો જ તેમણે એડમિશન મળશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય વિધાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ નોટિસ મુજબ જો એડમિશન પ્રક્રિયા માટે જમા કરાવેલ ડોક્યુમેન્ટ નકલી જણાશે તો તે વિધારતીનું એડમિશન રદ કરવામાં આવશે. તેમજ ધોરણ 2 થી 8 માં પ્રવેશને લઈને કોઈપણ પ્રકારની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે નહીં. ધોરણ 2 થી 8 માં પ્રવેશ વર્ગમાં ખાલી જગ્યાઓના આધારે યાદી બહાર પાડવામાં આવશે.

જે વિધાર્થીઓ ધોરણ 9 માં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે કેન્દ્રીય વિધાલય દ્વારા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને કુલ જગ્યાઓ અને કેટેગરીને ધ્યાનમાં લઈને મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી ઉપરના વર્ગો માટે અલગથી મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

KVS Admission 2024 Merit List

મિત્રો KVS Admission મેરીટ લિસ્ટ તપાસવા માટે તમે નીચેના પગલાં અનુસરી શકો છો.

  • સૌ પ્રથમ KVS Admission માટે સતાવાર સાઈટ kvsangathan.nic.in પર જવું પડશે.
  • ત્યારબાદ હોમપેજ પર થોડા દિવસ પછી મેરીટ લિસ્ટની લિન્ક ખુલશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ education.gov.in/KVS/ લિન્ક ખુલશે જે હાલમાં સક્રિય નથી.
  • ત્યારબાદ તમારું રાજ્ય અને કેન્દ્રીય વિધાલય પસંદ કરવાનું રહેશે.
  • હવે તમારી સ્ક્રીન પર મેરીટ લિસ્ટ ખૂલશે જેમાં તમારું નામ અને રોલ નુંબર ચેક કરો.
  • ત્યારબાદ તમારે આ મેરીટ લિસ્ટની PDF ડાઉનલોડ કરીને રખાવની રહેશે.

આવી રીતે તમે તમારું KVS Admission List ચકાસી શકો છો, તો મિત્રો અમે અહી ને લઈને તાજા ન્યૂઝ અપડેટ કર્યા છે. જો તમે તમારા બાળકનું ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માંગતા હોવ તો અમારી નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને તમે તેના વિષે પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, આભાર.

Read More:- KVS Admission 2024: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 થી 12 સુધીના પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

Leave a Comment