Aachary Bharti 2024 : શિક્ષણ સેવા વર્ગ -2 માધ્યમિક શાળામાં આચાર્ય બનવા આતુરતાથી રાહ જોતા ઉમેદવારો આનંદો, ભરતી આવી રહી છે.

Aachary Bharti 2024(Education Dipartment ) : શિક્ષણ સેવા વર્ગ -2 ની સરકારી શાળાના આચાર્ય બનવા રાહ જોતા ઉમેદવારો આનંદો, આચાર્યની ભરતી આવી રહી છે.

નમસ્કાર મિત્રો, રાજ્યની બિન આદી જાતિ વિસ્તારની માધ્યમિક શાળાઓમાં ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 2 ની કુલ 301 નવી જગ્યાઓ ઊભી કરવા માટે અંદાજપત્રમાં જોગવાઈ કરી, મંજૂર કરવામાં આવતા આચાર્ય બનવા માંગતા શિક્ષક મિત્રો અને તે માટેની લાયકાત પૂર્ણ કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે.

Aachary Bharti 2024


આચાર્યની આ જગ્યા માટે પારદર્શક ભરતી પ્રક્રિયા કરી નિમણુક કરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા સરકાર દ્વારા નજીકના સમયમાં જાહેરાત થઈ શકે છે. જે મિત્રો શિક્ષણ સેવામાં જોડાયેલા છે, અને આચાર્ય થવા માટેની લાયકાત ધરાવે છે તેમના માટે સારા સમાચાર મળી રહ્યા છે. મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ બે અંતર્ગત માધ્યમિક શાળાના આચાર્યની જગ્યા માટે ભરતી કરવા સારું કમિશનર અને શાળાઓની કચેરીને શિક્ષણ વિભાગ તરફથી તારીખ 13/ 02/ 2024 ના રોજ મંજૂરી આપવામાં આવેલ છે.

મિત્રો જો તમે માધ્યમિક શાળામાં આચાર્ય બનવા માટેની લાયકાતો પૂર્ણ કરેલી હોય તેવા મિત્રો માધ્યમિક શિક્ષક અથવા પ્રાથમિક શિક્ષક સંવર્ગમાં પોતાની ફરજ બજાવતા હોય તો તેમને માધ્યમિક શાળામાં આચાર્ય બનવા માટેની એક સુંદર મળશે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર અને શાળાઓની કચેરીએ આચાર્યની ભરતી કરવા માટે કરેલ માગણીને સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે.

અને આ અંગેના ખર્ચની જોગવાઈ વર્ષ 2024-20 25 ના બજેટમાં પણ કરવામાં આવી છે અને કમિશનર અને શાળાઓની કચેરીઓને લેખિત મંજૂરી આપવામાં આવી છે. એટલે કે જે શિક્ષક મિત્રો પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકમાં તેમજ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ સ્નાતક અનુ સ્નાતક અને બી.એડ ઉપરાંત કોમ્પ્યુટરની લાયકાત ઉપરાંત આચાર્ય એટીટ્યુડ ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે એટલે કે આચાર્ય બનવાની તમામ લાયકાત ધરાવી રહ્યા છે, તેમને આચાર્ય બનવા માટે ભરતી જાહેરાત ટૂંક સમયમાં એટલે કે છ માસની અંદર આવી શકે છે.

શૈક્ષણિક લાયકાત :

તેની લાયકાતની વાત કરવામાં આવે તો સ્નાતક,અનુસ્નાતક સાથે ઉમેદવારો કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ, એટલે કે સી.સી.સી. પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ આચાર્ય અભિયોગ્યતા કસોટી પાસ કરેલ હોવા જોઈએ.

ભરતીની જગ્યાઓ :

બીન આદિજાતિ વિસ્તારની શાળાઓમાં 301 જગ્યાઓ ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી ની જગ્યાઓ ઉપર અનામત સંવર્ગના ઉમેદવારો માટે નિયમોને આધીન અનામત સંવર્ગના ઉમેદવારો માટે અનામત રાખવામા આવશે.

પગારધોરણ :

આચાર્યની આ જગ્યા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ની ભરતી સીધી ભરતી અને બઢતી એમ બંને રીતે ભરવાની થતાં પગાર – 142400 પે મેટ્રિક્સ લેવલ 8 મુજબ રહેશે. સીધી ભરતીના ઉમેદવારો માટે અને બદલીના ઉમેદવારો માટે સરકારના નિયમો મુજબ ફિક્સ પગારના નિયમોને આધીન રાખવામાં આવશે, ત્યારબાદ પાંચ વર્ષનો સમય ગાળો પૂર્ણ થતા નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવશે.

આ જુઓ:- Check GSEB Result 2024 through WhatsApp: ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો

મિત્રો, સરકારદ્વારા આચાર્યની નવી જગ્યાઓ ઊભી કરવા બજેટમાં ખર્ચની જોગવાઈ કરી,કમિશ્નર શાળાઓની કચેરીને મંજૂરી આપવામાં આવી હોવાથી ભરતી કરવા સારું નિયત સમયમાં જાહેરાત આવી શકે છે. જગ્યાઓ બઢતી અને સીધી ભરતી એમ થશે તેમાટે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અને પગાર ધોરણ શિક્ષણ વિભાગની જોગવાઈ અને નાણાં વિભાગની જોગવાઇઓ મુજબ વિગતવાર જાહેરાતમાં જણાવ્યા અનુસાર રહેશે.

Leave a Comment