Application For Teacher Job: આદર્શ વિદ્યાસંકુલ પાલનપુર માટે શિક્ષક સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી, અહીથી જાણો વિગતો

Application For Teacher Job : આદર્શ વિદ્યાસંકુલ પાલનપુર માટે શિક્ષક સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી,અહીથી જાણો વિગતો. મિત્રો નમસ્કાર જો તમે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા છો અને સારી નોકરી મેળવવા  માટેની શોધ કરી રહ્યા હો તો આજે અમે આપને બનાસકાંઠાની પ્રખ્યાત શિક્ષણ સંસ્થા આંજણા પટેલ આદર્શ વિદ્યા સંકુલમાં નોકરી વિશે માહિતી આપી રહ્યા છીએ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યા સંકુલ પાલનપુર માટે કર્મચારીઓની ભરતી થવા જઈ રહી છે જો આપ ઈચ્છુક છો અને જાહેરાતમાં જણાવેલ શૈક્ષણિક લાયકાત સહિત કામનો અનુભવ ધરાવો છોતો સમય મર્યાદા પહેલાં આપની ઉમેદવારી અરજી અજીસ્ટર એડીથી મોકલી શકો છો. 

 આદર્શ વિદ્યા સંકુલ પાલનપુર માટે વિવિધ કર્મચારીઓની ભરતી કરવા સારું જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જાહેરાત દૈનિક સમાચાર પત્રના માધ્યમથી જાહેરાત બહાર પાડવામાં આવી છે.  આ મુજબ શૈક્ષણિક સંસ્થા માટે વિવિધ કર્મચારીઓની ભરતી કરવા સારું આ જાહેરાત બહાર પાડવામાં આવી છે અહીં જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અને અનુભવ આપ ધરાવતા હો તો આપ ચોક્કસ અરજી કરી શકો છો આ માટે આપે કોઈ ઓનલાઈન અરજી કરવાની નથી પરંતુ ઓફલાઈન અરજી નિયત સમય મર્યાદા એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર કરવાની છે. દૈનિક સમાચાર પત્રમાં આ જાહેરાત 21 મેના રોજ આપવામાં આવેલ હોઈ આપ આપની ઉમેદવારી અરજી સંસ્થાને 31 મે 20024 પહેલાં મળી જાય એ રીતે મોકલવાની રહેશે. 

 જગ્યાઓની વિગત : 

  •  મુખ્ય હિસાબનીશ -1 
  • કોમ્પ્યુટર ઓપરેટર -1 
  • સિવિલ એન્જિનિયર -1 
  • શાળા બસ સુપરવાઇઝર- 1 
  • સંગીત શિક્ષક-1 
  • અંગ્રેજી શિક્ષક- 1 

શૈક્ષણિક લાયકાત :

મિત્રો ઉપરોક્ત જણાવેલ શૈક્ષણિક સંસ્થામાં કર્મચારીઓની જગ્યા ભરવા માટેની શૈક્ષણિક લાયકાત વિશે જણાવવામાં આવ્યું છે જે નીચે મુજબ છે. 

  •  મુખ્ય હિસાબની લાયકાત ધરાવનાર ઉમેદવાર CA, ઇન્ટરCA અથવા M.COM ની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ સંકુલના મધ્યસ્થ કાર્યાલય ખાતે ટ્રસ્ટને સંલગ્ન એકાઉન્ટને લગતી સઘળી કામગીરી કરવા સક્ષમ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે. 
  • કોમ્પ્યુટર ઓપરેટર ટ્રસ્ટને લગતો પત્ર વ્યવહાર અને વહીવટ સંબંધી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહારનું જ્ઞાન હોવું જોઈએ. તેમજ ગ્રાફિક ડિઝાઇનિંગ, એનિમેશન, વગેરે કોમ્પ્યુટર વર્ક કરી શકતા હોવા જોઈએ. તેમજ તેઓ કોમર્સના ગ્રેજ્યુએટ પણ હોવા જરૂરી છે.
  • સિવિલ એન્જિનિયરની લાયકાત સંસ્થાના પ્રાગણમાં જે બાંધકામ ચાલી રહ્યું છે એના સંબંધી તમામ સઘળી  કામગીરી સ્વતંત્ર રીતે શંભાળી શકે તેવા સક્ષમ ઉમેદવાર, સિવિલ બાંધકામ વિભાગમાં દસ વર્ષના અનુભવી ઉમેદવાર આ સંસ્થા ની ભરતી માટે અરજી કરી શકશે.
  • શાળાની બસોનું સંચાલન કરી શકે તેવા અને મેંટેનન્સના જાણકાર અને કોમ્પ્યુટર પર આયોજન કરી શકે તેવા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા ફી કલેક્ટ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર બસ સુપરવાઇઝરના પદ માટે અરજી કરી શકશે.
  • ગુજરાતી માધ્યમના બાલમંદિર તથા શાળા કક્ષાએ વિવિધ વાદ્યો અને વાદનની જાણકારી ધરાવતા હોય તેવા સંગીત શિક્ષક સંગીત શિક્ષક માટે  અરજી કરી શકે છે.
  • અંગ્રેજી શિક્ષકની લાયકાતની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમની શાળામાં સ્પોકન ઇંગલિશ નું અધ્યાપન કરી શકે તેવા અંગ્રેજી ભાષાના જાણકાર શિક્ષક અરજી કરી શકે છે.

પગાર ધોરણ : 

લાયકાત અને કામના આધારે સંસ્થાના નિયમો અનુસાર પગાર આપવામાં આવશે. 

 અરજી કરવાની રીત : 

ઉપરોક્ત ભરતી માટે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો તેમની ઉમેદવારી અરજી લાયકાત અને અનુભવનાં પ્રમાણપત્રો સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો  સહિત સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2024  પહેલા આ સંસ્થા ને મળે તે રીતે મોકલી આપવાની રહેશે.

 અરજી મોકલવાનું સરનામું : 

પ્રમુખશ્રી

આંજણા પટેલ કેળવણી મંડળ આદર્શ વિદ્યા સંકુલ બનાસ ડેરી રોડ

પાલનપુર 385001

Read More:- NPS: પત્નીના નામ પર આ યોજનામાં ખાતું ખોલાવો, દર મહિને મળશે 44000 નું પેન્શન, જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment