Banas Dairy Recruitment 2024 : બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ,પાલનપુર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા સારું જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.આ જાહેરાત સમાચાર પત્રના માધ્યમથી તારીખ 30 મે ના દૈનિક સમાચાર પત્રમાં આપવામાં આવી છે. જો આપ સહકારી સંસ્થામાં નોકરી કરવા ઇચ્છુક છો અને નોકરીની શોધમાં છો તો આ જાહેરાત આપના માટે છે.
Banas Dairy Recruitment
ભરતી કરનાર સંસ્થાનું નામ | બનાસડેરી |
ભરતીની પોસ્ટનું નામ | ટ્રેઈની વેટેનરી ઓફિસર અને વિવિધ ઓફિસર |
અરજી કરવાનું ઈમેઈલ એડ્રેશ | recruitment@banasdairy.coop |
અરજી કરવાની અંતિમ તારીખ | 15 જૂન 2024 |
બનાસડેરીની સત્તાવાર વેબ સાઇટ | https://www.banasdairy.coop/ |
બનાસ ડેરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી આ ડેરી પાલનપુર,સણાદર,ફરીદાબાદ અને ઉત્તર ભારતમાં વારાણસી સહિત અનેક જગ્યાઓ પર પ્લાન્ટ ધરાવે છે. બનાસડેરી લાખો લિટર દૂધ ઉત્પાદન કરી ભારતમાં જ નહી પરંતુ સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત પશુપાલકોના હિતમાં અનેક ઉત્પાદનો સહિત વિવિધ પ્લાન્ટનું પ્રોસેસિંગ અને વેચાણ પણ કરે છે.
બનાસ ડેરીની આ ભરતીમાં આપ નોકરી કરવા ઈચ્છુક છો તો આપને અમે બનાસ ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધપોસ્ટનું નામ, ભરતી માટે શૈક્ષણિક લાયકાત,વયમર્યાદા અને અનુભવની વિગત, અરજી કરવાની તારીખ અને અરજી કરવાની રીત વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
જગ્યાનું નામ :
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (બનાસડેરી) દ્વારા વિવિધ જગ્યા ઉપર ભરતી કરવા માટે સમાચારપત્રના માધ્યમથી આપેલ જાહેરાત મુજબ ટ્રેઈની વેટેનરી ઓફિસર, જુનિયર ઓફિસર,સિનિયર ઓફિસર,જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, સિનિયર એક્ઝિક્યુટિવ જેવી વિવિધ પોસ્ટ માટે ભરતી કરવા સારું આ જાહેરાત આપવામાં આવી છે. જેમાં જગ્યાઓની સંખ્યા પણ એક કરતાં વધારે હોય શકે છે. આપ આ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત અને અનુભવ સહિતની લાયકાત ધરાવતા હોતો માટે નિયત સમય મર્યાદામાં ઈમેલના માધ્યમથી આપની અરજી મોકલી શકો છો.
શૈક્ષણિક લાયકાત :
બનાસ ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યાઓ માટેની લાયકાત જોઈએ તો જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ઇચ્છનીય છે. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવાર B.V.S.C. & A.H. /M.V.Sc ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર સંસ્થામાં નોકરી અંગેનો 1 થી 15 વર્ષનો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ. જો આપ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા ધરાવો છો તો આપ અચૂક આ જગ્યાઓ માટે આપની ઉમેદવારી અરજી કરી શકો છો.
મર્યાદા અને પગાર ધોરણ
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (બનાસડેરી ) ની આ જાહેરાત માટે ભરતી કરવામાં આવનાર વિવિધ પોસ્ટ માટેની વયમર્યાદા તેમજ પગાર ધોરણની વિગતો માટે ઉમેદવારોએ બનાસ ડેરીની સત્તાવાર વેબસાઈટ અથવા નોટિફિકેશનનો માં જણાવ્યા અનુસાર નું રહેશે. અરજી કેરતા પહેલાં ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન અચૂક વાંચવા વિનંતી છે.
અરજી કરવાની રીત :
બનાસ ડેરી ની આ જગ્યાઓ માટે ઉમેદવારી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ લાયકાત ધરાવતા પદ ઉપર અરજી કરવા માટે સ્વ હસ્તાક્ષરમાં અથવા કોંપ્યુટમાં ટાઈપિંગ કરી તેમની અરજી બનાસડેરીની જાહેરાતમાં દરશાવ્યા મુજબના ઈમેઇલના માધ્યમથી કરવાની રહેશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત સહિત અનુભવ વગેરેના પ્રમાણપત્રો અચૂક જોડવા જોઈએ. અને તેમની અરજી તારીખ 15 જૂન 2024 સુધીમાં મોકલી આપવી જોઈએ.
અરજી કરવાનું સરનામું :
અરજી કરવા માટે ઉમેદવારોએ recruitment@banasdairy.coop ઈમેઈલ મારફત તારીખ : 15/06/2024 સુધીમાં મોકલવાની રહેશે. વધુ જાણકારી માટે ઉમેદવારો બનાસડેરીની સત્તાવાર વેબ સાઇટનો ઉપયોગ કરી શકે છે.