તમારા જિલ્લાના સોલાર યોજનાના લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરો આ રીતે

Beneficiary List of PM Suryghar yojana 2024 : તમારા જિલ્લાના લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરો આ રીતે,અને અધિકૃત વિક્રેતા જાણો એકજ ક્લિકમાં. પીએમ સૂર્ય ઘર યોજના મફત વીજળી! નવી યાદી જાહેર, એક ક્લિકમાં જાણો તમારા જિલ્લામાં કેટલી અરજીઓ આવી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Beneficiary List of PM Suryghar yojana

મિત્રો વર્ષ 2024 ની સૌથી મોટી યોજના ગણાતી હોય તો તે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે. કેમકે સરકાર દ્વારા આ યોજનાને લાગુ કરવામાં આવતાંજ લાખો લોકો આ યોજના અંતર્ગત પોતાના ઘર પર ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ઓનલાઇન અરજી કરી રહ્યા છે. તેમ જ ઘણા બધા લોકો આ યોજના અંતર્ગત લાભ પણ મેળવી ચૂક્યા છે. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત પોતાના ઘરમાં મફત વીજ પુરવઠો મળશે જ્યારે વીજ બચત કરીને ઘણા લોકો સારી એવી કમાણી પણ કરી શકશે. એટલેજ આ યોજના લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે.

મિત્રો તાજેતરમાં રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર હવે તમે તમારા રાજ્ય અને તમારા જિલ્લાઓમાં કેટલા લોકોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી છે. અને તમારા જિલ્લામાં આવેલા વિક્ર્તાઓ ની વિગતવાર યાદી શેર કરી છે જેથી તમે પણ આ બાબતોને જાણીને તેમનો સનપર કરીને તમારા ઘરે સોલાર પેનલ લગાવી શકો છો.

 મિત્રો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મફત વીજળી યોજના અંતર્ગત લાખો લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ ખૂબ જ  મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. અને તેનાથી ઊર્જાની બચત પણ થઈ રહી છે. તો જ્યારે દેશ સૌર ઊર્જા તરફ ખૂબ ગતિથી આગળ વધી રહ્યો છે. તો તમે પણ હવે તમારા ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવી અને આ યોજનાનો લાભ મેળવો તેમજ સરકારના આ પગલાં સાથે સહભાગી બની શકો છો.

તો મિત્રો હવે તમે પણ તમારા જિલ્લા અને રાજ્ય મુજબ લાભાર્થીની યાદી જોઈ શકો છો અને તમે સરળતાથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીને જરૂરીતાઓની પણ માહિતી મેળવી શકો છો જેના અંતર્ગત તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો.

જિલ્લા અને રાજ્ય મુજબ અરજી રેકોર્ડ મેળવો : PM સૂર્ય ઘર યોજના

 મિત્રો સરકાર દ્વારા આધિકૃત પોર્ટલની મદદથી રાજ્ય અને જિલ્લાઓની યાદી બહાર પાડવામાં આવેલ છે જેના અંતર્ગત હવે તમે તમારા જિલ્લાની   વિગતો તેમજ અધિકૃત વિક્રેતાઓનો સંપર્ક કરી શકશો

મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે અધિકૃત પોર્ટલ પર રાજ્યો અને જિલ્લાઓની યાદી બહાર પાડી છે. અહીંથી તમે તમારા રાજ્ય અને જિલ્લા વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો. આ માટે નીચેના પગલાંઓ અનુસરો:

  • સૌ પ્રથમ PM સૂર્ય ઘર યોજનાની સત્તાવાર વેબસાઇટ https://www.pmsuryaghar.gov.in/ ની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમ પેજ પર, What’s New વિકલ્પ પર ક્લિક કરો, જે મુખ્ય મેનુમાં ઉપલબ્ધ હશે.
  • ત્યારબાદ તમે તમારા જિલ્લાવાર અને રાજ્યવાર યાદી મેળવી શકો છો/

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ જિલ્લાવાર અને રાજ્યવાર યાદી જોવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ વેબસાઈટ પર તમને 5 જૂને અપડેટ કરવામાં આવેલી રાજ્યો અને જિલ્લાઓની યાદી મળશે, જેને તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. આ રીતે તમે આ યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકો છો.

PM સુર્ય ઘર યોજના એ ભારતમાં સૌર ઉર્જાના અનુકૂલનને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઉર્જા કાર્યક્ષમતા વધારવા અને સોલાર પેનલના સ્થાપન માટે સબસિડી આપીને પરંપરાગત વીજળી સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવાનો હેતુ છે.

અધિકૃત પોર્ટલ રાજ્યો અને જિલ્લાઓની સંપૂર્ણ લિસ્ટ જાહેર કરે છે, જે નોંધણી અને અમલીકરણમાં સરળતા આપે છે. આ યોજના માત્ર પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે જ નહીં, પરંતુ ઊર્જા સુરક્ષામાં પણ વધારો કરે છે..

Read More : Free Ration Update: હવે આ રાશનકાર્ડ ધારકોને 10 કિલોની બેગ પોતાના ઘરે બેઠા મળશે, સરકાર કરશે હોમ ડિલિવરી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment