Black Turmeric Farming: 5000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે કાળી હળદર, આની ખેતી કરીને બનો કરોડપતી

Black Turmeric Farming: મિત્રો જો તમે નવા ધંધા વિશે વિચારી રહ્યા છે તું તો આજે અમે તમારા માટે એક જોરદાર બિઝનેશ આઈડીયા લઈને આવ્યા છીએ. જેમાં તમે એક પાકની ખેતી કરીને કરોડપતી બની શકો છો અને તમારો આ ધંધો તમને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં.

મિત્રો અમે જેની વાત કરીએ છીએ તે કાળી હળદરની ખેતી છે. જેનું બજાર ભાવ હંમેશા ઉચા રહે છે અને તે મોટા વેચાણ તરીકે ગણાતી હોય છે. કાળી હળદરને લીધે ઘણી બધી ઔષધીઓ બનાવવામાં આવે છે અને તેની બજારમાં માંગ પણ મોટા પ્રમાણમાં થાય છે. જેથી કરીને ખેડૂત ભાઈઓ મોટો એવો નફો કમાઈ શકે છે. કાળા હળદરની પત્તા વચ્ચે કાળી પટ્ટી હોય છે અને જેને અંદર કાળો અથવા જાંબલી રંગની પટ્ટી દેખાય છે. તો તમે આ ખેતી કેવી રીતે કરવી અને તેનાથી કેટલી કમણી કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આ લેખને માધ્યમથી આપણે મેળવીશું

કાળી હળદરની ખેતી કેવી રીતે કરવી – Black Turmeric Farming

મિત્રો કાળી હળદરની ખેતી વિશે વાત કરીએ તો તે ચોમાસાની બેસતી સિઝન અગાઉ થાય છે એટલે કે તેને ખેતી જૂન મહિનામાં થાય છે અને આ ખેતી માટે નાજુક લોમી જમીનની ઉત્તમ ગણાય છે. વધુમાં તમારે ખેતરમાં પાણી ભરાતું હોય તો ત્યાં આ ખેતી ના કરવી જોઈએ કેમ કે આ ખેતીમાં વધુ પડતા પાણીની જરૂરિયાત રહેતી નથી. એક હેક્ટરમાં બે ક્વિન્ટલ જેટલા કાળા હળદરને બીજના જરૂર પડતી હોય છે અને આ પાકમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારના જંતુઓનો રોગ આવતો નથી કેમકે જંતુ તેના પર હુમલો કરતા નથી અને તેથી તમે માત્ર ઓર્ગેનિક એટલે કે ગોબર નો ઉપયોગથી જ આ હળદરની ખેતીને સારી એવી આવક મેળવી શકો છો.

કોરોના બાદ કાળા હળદર ની માંગ બહુ મોટા પ્રમાણમાં વધી છે, જો આપણે સામાન્ય રીતે સમજીએ તો પિળી હળદરનો કિલોનો ભાવ 60 થી 100 રૂપિયા વચ્ચે રહેતો હોય છે જ્યારે કાળી હળદર નો ભાવ પ્રતિ કિલો 500 થી 4,000 કે તેથી વધુ પણ મળી રહેતો હોય છે. આ હળદર તમારા શરીરની રોગપ્રતીકારક શક્તિ માં વધારો કરે છે અને તેને ઔષધીય ગુણોથી ભરપૂર હોય તેની દવાઓ માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે

કાળી હળદરમાંથી થતી કમાણી

મિત્રો જો કાળા હળદરની ખેતીથી થતી કમાણી વિશે વાત કરીએ તો તમે એક એકરમાં કાળી હળદરને ખેતી કરો તો તમને લગભગ 50 થી 60 ક્વિન્ટલ નું ઉત્પાદન મળશે એમાં સૂકી હળદરનું તમને 12 થી 15 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મેળવશો. તો જો તમે માત્ર 500 રૂપિયા લેખે કાળા હળદર ની વેચાણ કરો છો તો પણ તમને 15 ક્વિન્ટલમાં 7.5 લાખ રૂપિયા નો નફો થાય છે. અને જો તમને 4000 જેટલી 5000 રૂપિયા ના બજાર ભાવ મળે છે તો સમજી લો કે તમને કરોડપતિ બનતા કોઈપણ રોકી શકશે નહીં.

Read More:- LIC Kanyadan Policy: માત્ર 151 રુપિયાના રોકાણ પર તમને મળશે પુરા 31 લાખ રૂપિયા, જાણો આ પોલિસી વિષે

તો મિત્રો હવે તમે જૂની ખેતીથી પદ્ધતિઓ છોડી અને નવી ખેતી પદ્ધતિઓ તરફ આગળ વધો અને આવી અવનવી ખેતી પદ્ધતિની માહિતીઓ માટે અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહો, આભાર.

Leave a Comment