DA Hike News: મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 7 માર્ચ 2024 ના રોજ DA માં 4% ના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી લાખો કર્મચારીઓને ચાર ટકા ડીએ વધારાનો ફાયદા સાથે કુલ 50% ડીએ અને ડી.આર થઈ ગયો હતો. પરંતુ હજુ સુધી કર્મચારીઓને ખાતામાં ડીએ વધારાના પૈસા નથી આવ્યા તો શું આ ડીએ અને ત્રણ મહિનાનો એરિયસ કર્મચારીઓને મળશે કે નહીં તે અંગે વિગતવાર ચર્ચા આ લેખના માધ્યમથી કરીશું.
DA Hike News
મિત્રો કેન્દ્રિય કર્મચારીઓની ધારણા છે કે તેમનું ડીએ હવે જ્યારે 50% થયું છે ત્યારે એપ્રિલ મહિનાના પગાર સાથે આ ડીએ અને તેને ત્રણ મહિનાનું બાકી એરિયસ પણ મળે તેવી ચર્ચા છે.
મિત્રો જો કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારો જોવા મળ્યો ત્યારે પેન્શન ધારકોને પણ ડીઆર માં ચાર ટકાનો વધારો થયો છે જેથી તેઓ પણ આ વધારાનો લાભ મેળવી શકશે કેમ કે વર્ષ 2023-24 માં બે વાર ઇજાફો જોવા મળ્યો છે જેથી પહેલો ઇજાફો જાન્યુઆરીમાં લાગુ થશે જ્યારે બીજો જુલાઈમાં લાગુ થઈ શકે છે.
7 માર્ચ 2024 ના રોજ જાહેર થયેલ 4% વધારો કર્મચારીઓને મૂળ પગારના 50% થઈ ગયો છે. જેથી તમામ કર્મચારી તથા પેન્સન ધારકોને સારો એવો પગારમાં વધારો થયો છે અને જેનું એરિયસ 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીનો ચુકવણી મૂળ પગારના ગણતરી આધારિત કરવામાં આવશે જેની માહિતી નીચે મુજબ છે.
DA ની ગણતરી
મિત્રો જો તમારા DAથી કેટલો પગાર વધશે તેની ગણતરીનું ઉદાહરણ તરીકે સમજીએ તો જો તમારું મૂળ પગાર 20,000 હતો તો જાન્યુઆરી 2024 પહેલા DA 46 ટકા હતો, જેથી તમને 9,220 રૂપિયા ડિફરન્સ મળતું જ્યારે જાન્યુઆરી 2024 પછી નવું ડીએ 50% થયો છે જેથી નવું ડીએ મુજબ તમારો પગાર ₹20,000 ના ડિફરન્સ 10,000 રૂપિયા થશે જેથી બીજા વધારા બાદ કર્મચારીના પગારમાં 800 રૂપિયાનો વધારો થશે.
જેમાં તમને જાન્યુઆરી 2024 થી લઈને માર્ચ 2024 નું એરિયશ 2400 રૂપિયા મળશે જે એપ્રિલ 2024માં પગાર સાથે મળી શકે છે.
Read More:- KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલયની ધોરણ 1 ની પ્રવેશ યાદીમાં તમારું નામ તપાસો, અહીથી ડાઉનલોડ કરો એડમિશન લિસ્ટ
તો મિત્રો સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં ડીએ માં બે વખત વધારો થતા હવે કર્મચારીઓને પગારમાં નોંધપાત્રો વધારો જોવા મળ્યો છે તો શું ગુજરાત સરકાર પણ કર્મચારીઓને ડીએ નો વધારો કરશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.