Tar Fencing Yojana: ખેતરને ફરતી તારની વાડ બનાવવા માટે સરકાર આપી રહી છે સહાય, જાણો અરજીની રીત

Tar Fencing Yojana: ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીને લગતી વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે. જેમાં ખાસ પ્રસિદ્ધિ એવી યોજના એટલે કે તાર ફેન્સીંગ યોજના ના ફોર્મ ટૂંક સમયમાં ભરવાના ચાલુ થવાના છે. તો જે ખેડૂત મિત્રો તાર ફેન્સીંગ યોજના અંતર્ગત સબસીડીનો લાભ મેળવવા માગતા હોય તેઓ અમારા આ લેખના મદદથી આ યોજનાને પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીત વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Tar Fencing Yojana

મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ખેતરમાં ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓનો ત્રાસ વારંવાર રહેતો હોય છે, જેનાથી તમારા પાકને ઘણો નુકસાન થાય છે અને તમે ધારો તેટલું ઉત્પાદન મેળવી શકતા નથી જેથી સરકારની આ યોજનાની મદદથી તમે ફેન્સીંગ તારની વાડ બનાવીને તમારા ખેતરની રક્ષણ કરી શકો છો. તો ચાલો જાણીએ આ યોજનાના શરતો અને નિયમો વિશે સંપૂર્ણ માહિતી.

યોજના માટેની લાયકાત

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કેટલી લાયકાત એટલે કે નિયમો અને શરતોની પાલન કરવું જરૂરી છે તો તેઓ યોજનાને અરજી કરવા પાત્ર ગણાશે.

તાર ફેન્સીંગ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ  તથા આ યોજના અંતર્ગત તમે બે અથવા તેનાથી વધુ ખેડૂતોનું ગ્રુપ બનાવીને અરજી કરી શકો છો.  જેમાં એક ખેડૂત આ ગ્રુપનો લીડર બનીને કુલ જમીન એટલે કે બે હેક્ટર કે તેનાથી વધુ જમીન માટે અરજી કરશો. ત્યારબાદ ખેતીવાડી વિભાગના અધિકારી અથવા યોજનાને લગતા અધિકારી તમારી તાર ફેન્સીની મુલાકાત લઇ અને તેમનું ચકાસણી કરશે કે તમે પૂરેપૂરા બે હેક્ટરમાં તાર ફેન્સીંગ કરેલું છે કે નહીં તો જ તમે યોજના ને સબસીડી મળવાપાત્ર રહેશે.

તાર ફેન્સીંગ યોજના માટે જરૂરી દસ્તાવેજ

  •  સંપતિ સંયુક્ત ખેડૂત ખાતેદારોના કિસ્સામાં તમામનું સંમતિ પત્રક
  •  કુલ જમીનની સાતબાર અને આઠ અને નકલ
  •  ખેડૂત ખાતેદારના બેન્ક પાસબુક ની નકલ
  • ખેડૂતોની આધાર કાર્ડ ની કોપી
  •  ડીમાર્ક વાળો નકશો

Read More:- Dairy Farming Loan: હવે ઘરે બેઠા મેળવો તબેલો બનાવવા માટે 12 લાખ સુધીની લોન, અહીથી કરો અરજી

જણાવેલ દસ્તાવેજ સાથે તમારે અરજી ફોર્મ તાલુકાની ખેતીવાડી કચેરી ખાતે તમારા ગામના ગ્રામ સેવકને જમા કરાવવાની રહેશે.

આઇ ખેડૂત પોર્ટલ પર આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

મિત્રો આઇ ખેડુત પોર્ટલના કૃષિ વિભાગ ઉપર તાર ફેન્સીંગ યોજનાની અરજીઓ સ્વીકારોમાં આવે છે જેમાં ઓનલાઇન અરજી કરવા તમે નીચેના પગલાં અનુસરી શકો છો. 

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલની મુલાકાત લો
  •  ત્યારબાદ વિવિધ યોજનાઓ માટે અરજી કરો પર ક્લિક કરો
  •  હવે તમારી સામે ચાર પ્રકારની યોજનાઓ પ્રસિદ્ધ થશે જેમાં ખેતીવાડી યોજનાઓ પસંદ કરો
  •  હવે તમારે તારની વાડ યોજના પસંદ કરી અને સામે આપેલ અરજી કરો બટન પર ક્લિક કરો
  •  ત્યારબાદ જો તમે અગાઉ કોઈ યોજના માટે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા પર ક્લિક કરો અથવા ના પર ક્લિક કરો અને આગળ વધો.
  •  જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન કરીને તમારે યોજનાની ફોર્મમાં જરૂરી વિગત ભરી અરજી ફોર્મ સબમીટ કરો.
  •  ત્યારબાદ તમારા અરજી ફોર્મ અથવા અરજી નંબર સેવ કરીને પ્રિન્ટ કાઢી લે.વી
  •  હવે તે અરજી ફોર્મને સંબંધિત કચેરીએ જરૂરી દસ્તાવેજ સાથે સબમીટ કરી દો

 મિત્રો આવી રીતે તમે તાર ફેન્સીંગ યોજના માટે ઓનલાઈન અરજી કરશો પરંતુ આ યોજનાની કામગીરી તમારે 120 દિવસમાં પૂરી કરવાની રહેશે અને જે પણ સામાન તમે તાર ની વાડ બનાવવા માટે ખરીદો છો તેનું જીએસટી વાળું બિલ અને બીજા બધા ડોક્યુમેન્ટ જોડવા જરૂરી છે તો જલ્દીથી આ યોજનાનો લાભ લો અને તમારા ખેતરને ફારતે તાર ની વાડ બનાવી રખડતા ઢોરોથી ત્રાસથી રક્ષણ કરો, આભાર.   

BOB Personal Loan: માત્ર મિનિટોમાં મેળવો આધાર કાર્ડ પર ₹100,000 સુધીની લોન, અરજી કરવાની વિગતો જાણો

Leave a Comment