DUD Bharti: શહેરી વિકાસ વિભાગ દ્વારા 700 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો અરજીની પ્રક્રીયા

DUD Bharti 2024: શહેરી વિકાસ વિભાગ દ્વારા ૭૬૦ જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ત્યારે જે ઉમેદવારો સરકારી નોકરીની શોધખોળમાં છે તેઓ આ ભરતીની લાયકાતો અને માપદંડો તપાસી ઓનલાઈન અરજી કરી શકે છે. આજે આપણે શહેરી વિકાસ વિભાગની આ વિવિધ જગ્યાઓ માટે જરુરી લાયકાતો તેમજ ખાલી જગ્યાઓ અને અરજી કરવાની પ્રકીયા વિશે સંપુર્ણ માહિતી મેળવિશું.

DUD Bharti 2024

વિભાગશહેરી વિકાસ વિભાગ
કુલ જગ્યાઓ760
પગાર ધોરણ19900 to 63200
અરજી કરવાની રીતઓફલાઈન
સત્તાવાર સાઈટhttps://udd.delhi.gov.in/

કુલ જગ્યાઓ

શહેરી વિકાસ વિભાગ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની 760 જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો જલ્દીથી લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે.

વય મર્યાદા

જુનિયર આસિસ્ટન્ટની આ જગ્યાઓ માટે 18 વર્ષથી લઈને મહત્તમ 25 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.આ જગ્યાઓ માટે કેટેગરી મુજબ ઉમેદવારોને છુટછાટ આપવામાં આવે છે.

Read More:- SBI Stree Shakti Yojana: હવે મહિલાઓને ધંધા માટે મળશે 25 લાખ સુધીની લોન, આજે જ કરો અરજી

શૈક્ષણિક લાયકાત

આ જ્ગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે લોકો 12 પાસ છે તેઓ આ પોસ્ટ માટે અરજી કરવા લાયક ગણાશે. તેમજ કોમ્પ્યુટરના જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે જેમાં અંગ્રેજ ટાઈપીંગ સ્પીડ 35 w.p.m અને હિંદીમાં 30 W.p.m સ્પીડ હોવી જોઈએ.

પગાર ધોરણ

ઉપરોક્ત ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારોનું માસિક પગાર ધોરણ 19990 થી 63200 સુધીનું રહેશે.

અરજી કરવાની રીત અને પસંદગી પ્રક્રીયા

જો ભરતિની પસંદગી પ્રક્રીયાની વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી તેમના મેરીટ આધારીત થશે જેમાં કોઈપણ પ્રકારની લેખીત પરીક્ષા આપવાની રહેશે નહી.

Read More:- Farming Tips: માત્ર 200 રૂપિયાનું આ મશીનથી નીલગાયને હંમેશા માટે તમારા ખેતરથી દુર રાખો

શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ભરતીની અરજી ફોર્મ સ્વીકારવાની તારીખ 28 માર્ચ 2024 થી શરૂ થશે અને આ ભરતી ફોર્મ તમે 26 એપ્રીલ 2024 સુધી ઓફલાઈન રીતે જમા કરાવી શકો છો. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ભરતીના ફોર્મ નિચે આપેલ સરનામે મોકલ્વાના રહેશે. આ ફોર્મ સાથે ઉમેદવારો માર્ક્શીટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા અન્ય દસ્તાવેજ જોડવાના રહેશે.

અરજી કરવાનું સરનામું

સહાયક પ્રોગ્રામર,
શહેરી વિકાસ વિભાગ, સરકાર. દિલ્હીના એનસીટીનું,
9મું સ્તર, “સી” વિંગ, દિલ્હી સચિવાલય, આઈ.પી. એસ્ટેટ,
નવી દિલ્હી – 110002

ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે :- અહીં ક્લિક કરો

1 thought on “DUD Bharti: શહેરી વિકાસ વિભાગ દ્વારા 700 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો અરજીની પ્રક્રીયા”

Leave a Comment