Flour Mill Sahay Yojana 2024: આજે આપણે બહુ જ સારી યોજના વિશે વાત કરવાના છીએ કે જેની અંદર તમને ઘરઘંટી ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે સ્વરોજગાર મળી રહે છે જેથી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સાધનો માટે સહાય આપવામાં આવે છે યોજનાની અંદર ઘણા બધા લોકોએ લાભ લીધો છે અને ઘણા બધા પરિવારો યોજના થકી આર્થિક સહાય મળી રહે છે. એવી જ રીતે આ યોજનાની અંતર્ગત આર્થિક રીતે પછાત અને ગરીબ પરિવારના જે લોકો છે તેમને સ્વરોજગાર ખોલવા માટે ઘરઘંટી યોજના શરૂ કરવામાં આવેલી છે. ના કારણે ગુજરાતના ગરીબ લોકોને ઘણો બધો ફાયદો મળી રહે છે.
Flour Mill Sahay Yojana 2024
ઘરઘંટી યોજના એ માનવ કલ્યાણ યોજના થકી ગુજરાતમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકો ને સ્વરોજગાર ખોલવા માટે આ યોજના ઘરઘંટી સહાય યોજના 15000 ની સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજનાથી સરકાર જે આર્થિક રીતે પછાત લોકો છે તેમને આ રીતે આર્થિક મદદ કરી શકે છે.
આ ઘરઘંટી વ્યક્તિએ તેનો નવો ધંધો ચાલુ કરીને પોતાનું ભરણપોષણ પણ કરી શકે છે તેમ જ આર્થિક રીતે જીવન પસાર કરી શકે છે. આ રીતે સરકાર દ્વારા બહુ જ સારી કરવામાં આવેલી છે જેથી કરીને ગરીબ પરિવાર આર્થિક રીતે પગભર બની શકે. આ રીતે ઘરઘંટીની સહાય યોજના હેતું અને સહાય આપવામાં આવે છે તો મિત્રો આગળ જાણીએ કે આ યોજના કરવા માટે પાત્રતા શું છે અને કઈ રીતે યોજનામાં અરજી કરવી.
ઘરઘંટી સહાય યોજના પાત્રતા
આ યોજનાની અંદર અરજી કરવા માટે ઉમેદવારને કેટલીક પાત્રતાઓ ધરાવતો હોવો જરૂરી છે તે પાત્રતાઓની હેઠળ જ આ યોજનાની અંદર અરજી કરી શકશે અને આ યોજનાનો લાભ મેળવી શકશે જે નીચે દર્શાવેલ છે.
- અરજી કરવા માટે અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની હોવી જોઈએ.
- અરજદારની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારની અંદર 1,50,000 સુધીની હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી નો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે
- અરજદાર એ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- રજદાર ઘરઘંટી ચલાવે છે અને ચલાવી શકે તેવા અનુભવનું તેમની જોડે સર્ટી હોવું જરૂરી છે.
જરૂરી દસ્તાવેજો
આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજોની તમારે જરૂર પડશે કે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- અરજી કરનાર નું આધારકાર્ડ
- જન્મનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- મોબાઈલ નંબર
- બેંકની પાસબુક
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
ઘરઘંટી યોજનામાં અરજી ની રીત
ઘરઘંટી યોજના માટે અરજી કરવી એ બહુ જ સહેલી છે તે માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજી કરવા માટે માનવ કલ્યાણ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર સૌપ્રથમ જવાનું રહેશે
- ત્યારબાદ તમારે વ્યવસાયલક્ષી સાધનોની સહાય માટે ના વિભાગ પર જવાનું છે.
- ત્યારબાદ તમારે ઘરઘંટી સહાયની પર ક્લિક કરવાનું છે
- માનવ કલ્યાણ વેબસાઈટની અંદર તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો રજીસ્ટ્રેશન કરવાનું
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે તમારી સંપૂર્ણ ડીટેલ અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે
- ત્યારબાદ તમે એક ઘરઘંટી સહાયની પર ઓનલાઇન અરજી કરી શકશો
- ઓનલાઇન અરજી કર્યા બાદ તમને મંજૂરી આપવામાં આવશે
- મંજૂરી આપ્યા બાદ તમે ઘરઘંટી ની ખરીદી કરી શકો છો
મિત્રો આ રીતે તમને સરકાર દ્વારા ઘરઘંટી ની અંદર સહાય આપવામાં આવશે જે 15 હજાર રૂપિયા સુધીની છે તો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે અને સાથે શેર કરવા વિનંતી.
Read More:- EPFO Update: PF કર્મચારીઓ માટે મોટો ઝટકો, આ યોજનાનો નહિ મળે લાભ