GACL Bharti 2024: ગુજરાત ACL માં વિવિધ 20 પ્રકારની પોસ્ટ માટે આવી ભરતી, આજે જ કરો ઓનાલાઈન અરજી

GACL Bharti 2024: ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિવિધ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૪ સુધી કરી શકે છે. આજે અમે આ લેખમાં, GACL ભરતી 2024 માટે ઉપલબ્ધ હોદ્દાઓ, અરજીની વિગતો, શૈક્ષણીક લાયકાતો અને મહત્વપૂર્ણ તારીખો ની વિગતવાર ચર્ચા કરીશું. 

GACL Bharti 2024

સંસ્થાગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
જગ્યાઓવિવિધ 
લાયકાતવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ21/04/2024
ઓફિશીયલ વેબસાઈટgacl.com

GACL Bharti 2024 માટે ઉપલબ્ધ જગ્યાઓ :

જે ઉમેદવારો આ ભરતીની જગ્યાઓ વિશે માહિતી મેળવવા માંગતા હોય તેઓ નિચે આપેલ વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

  • ચીફ મેનેજર / સિનિયર મેનેજર (ફાઇનાન્સ)
  • સિનિયર અધિકારી (HR  T&D)
  • સિનિયર રસાયણશાસ્ત્રી (QC)
  • ઇજનેર / મદદનીશ ઇજનેર (પર્યાવરણ)
  • અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા અને પર્યાવરણ)
  • અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા)
  • મદદનીશ અધિકારી (સ્વચ્છતા અને સ્વચ્છતા)
  • એક્ઝિક્યુટિવ ટ્રેઇની (કેમિકલ)
  • ટ્રેઇની ઓપરેશન આસિસ્ટન્ટ (ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર)
  • તાલીમાર્થી જાળવણી સહાયક (ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર)

શૈક્ષણિક લાયકાત

GACL Bharti 2024 માટે વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે અરજદારોએ ચોક્કસ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત પૂરી કરવી આવશ્યક છે. આ લાયકાતોમાં શામેલ છે જે નીચે મુજબ છે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં સત્તાવાર વેબ સાઇટ પરથી જાહેરાતનું નોટિફિકેશન જોઈ લેવા વિનંતી છે.

ચીફ મેનેજર / સિનિયર મેનેજર (ફાઇનાન્સ):- આ પોસ્ટ માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની B.Com. with CA (Final) / CMA (Final) સુધીની શક્ષણિક લાયકાત જરુરી છે.

સિનિયર અધિકારી (HR  T&D) :-  આ પોસ્ટ માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની MSW/ MBA (HR) / MHRM (full time) શૈક્ષણિક યુનિવર્સિટીમાંર્થી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

સિનિયર રસાયણશાસ્ત્રી (QC) :- આ પોસ્ટ માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની M.Sc (Chemistry) ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ઇજનેર / મદદનીશ ઇજનેર (પર્યાવરણ) : આ પોસ્ટ માટે ઉમેદવાર બી.ઈ. પર્યાવરણ અથવા MSC પર્યાવરણ અથવા MTech ની ડીગ્રી માન્ય યુનિવર્સિટી માંથી પાસ કરેલ હોવી જોઈએ.

અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા અને પર્યાવરણ) : આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની બી.ઈ. પર્યાવરણ સાથે PDIS ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા) : આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉપરાંત સુરક્ષા સેવાનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

મદદનીશ અધિકારી (સુરક્ષા) : આ પદ માટેની લાયકાત ઉમેદવાર માન્ય યુનિવર્સિટી ની કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક હોવા ઉપરાંત સુરક્ષાને લગતી સેવાના કાર્યનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

એક્ઝિક્યુટિવ ટ્રેઇની ( હાઈજીન સ્વચ્છતા ) : આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતકની લાયકાત અને સેનિટરી ઈન્સ્પેકટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.

ટ્રેઇની ઓપરેશન આસિસ્ટન્ટ (ડિપ્લોમા કેમિકલ ) : આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની બી.ઈ. અથવા બી.ટેક ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

તાલીમાર્થી જાળવણી સહાયક (ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર) : આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીનો કેમિકલનો ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ.

તાલીમાર્થી રીપેરીગ આસીસ્ટંટ (ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) : ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીનો ઇલેક્ટ્રીક એન્જિ નિયરનો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર ફાઇનાન્સ : આ પોસ્ટ માટે ઉમેદવારો ચાર્ટડ એકાઉન્ટન્ટ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર (HR &IR ) : આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના MSW /MHRM /MBA (HR) માન્ય યુનિવર્સિટીમાંથી રેગ્યુલર પાસ કરેલ હોવું જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર (CS &Legal ) : આ પોસ્ટ માટે ઉમેદવારે કંપની સેક્રેટરી અને LLB ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર (IT) : આ પદ માટે ઉમેદવારની લાયકાત બી.ઈ. /બી.ટેક (કોમ્પ્યુટર) /આઈ.ટી./ માન્ય સરકારી યુંવર્સિટીમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર (R &D and QC ) : આ જગ્યા માટે ઉમેદવાર Ph.D કેમિસ્ટ્રી / ઓર્ગેનિક કેમિસ્ટ્રી / ઈન ઓર્ગેનિક કેમિસ્ટ્રીની લાયકાત માન્ય યુનિવર્સિટી માંથી પાસ કરેલ હોવી જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર (QC ) : આ જગ્યા માટે ઉમેદવાર Ph.D કેમિસ્ટ્રી / ઓર્ગેનિક કેમિસ્ટ્રી / ઈન ઓર્ગેનિક કેમિસ્ટ્રીની લાયકાત માન્ય યુનિવર્સિટી માંથી પાસ કરેલ હોવી જોઈએ.

ચીફ મેનેજર ( સિક્યુરિટી ): આર્મી /નેવી /એરફોર્સ /સી.પી.એમ.એફ.

ચીફ મેનેજર ( ફાયર &સેફ્ટી ) : બીઇ /બીટેક (કેમિકલ ) બી.એસ.સી. (કેમિસ્ટ્રી ) પી.ડી.આઈ. એસ. સાથે માન્ય યુનિવર્સિટીમાંથી પર્યાવરણ વિજ્ઞાન પાસ કરેલ હોવું જોઈએ.

મેનેજર (QC ) : ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની એમ.એસ.સી. (કેમેસ્ટ્રી ) પૂર્ણ સામના અભ્યાસ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોવી જોઈએ.

Read More:- BSNL Cheapest Plan: માત્ર 107 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા, જાણો BSNL ના વેલ્યુ ફોર મની પ્લાન વિશે

વય મર્યાદા

GACL ખાતે વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે અરજદારો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની પૂરી વિગતો તેમજ અનુભવ વગેરેની વિગતો સત્તાવાર નોટીફીકેશન અથવા ઓફિશિયલ વેબસાઈટ પરથી જોવા વિનંતી.

મહત્વની તારીખો

જે ઉમેદવારો આ ભરતી માટે રસ ધરાવતા હોય તેઓ GACL વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વિન્ડો 9 એપ્રિલ, 2024 થી ખુલ્લી છે અને 21 એપ્રિલ, 2024 ના રોજ બંધ થશે. તો અરજી કરવાની લિન્ક અને વિગત અમે અહી આ લેખમાં પ્રદાન કરેલ છે જેની મદદથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં GACL વેબ સાઇટ શોધો
  • ત્યારબાદ વેબસાઈટના હોમપેજ પર “Career” ટેબ પર ક્લિક કારીને કરન્ટ જાહેરાત સર્ચ કરો.
  • જ્યાં તમને જાહેરાત જોવા મળશે જેના સામે “Apply” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ જાહેરાતની લાયકાતો કાળજી પૂર્વક વાંચો.
  • જો તમે નોકરી માટે પાત્રતા ધરાવતા હો અને જે જગ્યા માટે અરજી કરવા માગતા હો તે માટે અરજી કરવા સારું તમે તમારા સાચા ઈમેઈલથી લોગીન કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અરજીની વિગતો કાળજી પૂરવ ભરી જરૂરી પ્રમાણપત્રો વગેરે અપલોડ કરો.
  • જરૂરી હોય તો ફી ભરો અને તમારી અરજીને કન્ફર્મ કરો ત્યારબાદ તમારી અરજીની પ્રિન્ટ આગળની કાર્યવાહી માટે કાઢી લો.

Read More:- ગુજરાત પોલીસ ભરતીની તમામ તારીખો જાહેર, જાણો પરીક્ષાની તારીખ થી લઈને પરિણામની તારીખ

આ રીતે તમે GACL Bharti 2024 માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી ડાયરેક્ટ લિન્ક માટે નીચે આપેલ લિન્કની મદદ મેળવી શકો છો.

GACL Bharti 2024 માટે ઓનલાઈન અરજી કરવા :- અહીં ક્લિક કરો

આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ સબમિટ કરવા અને આ આકર્ષક તકોનો લાભ લેવા માટે ઝડપથી કાર્ય કરવું જોઈએ. વધુ વિગતો માટે, સત્તાવાર GACL વેબસાઇટની મુલાકાત લો, આભાર.

Leave a Comment