Purak Pariksha: ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, અહિંથી ચેક કરો

Purak Pariksha: નમસ્કાર વિદ્યાર્થીમિત્રો ! ગત માર્ચ 2024 માં લેવામાં આવેલી ધોરણ 10 SSC તેમજ ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી  પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો અનઉત્તીર્ણ  થયેલા છે. તેમજ તેઓએ પૂરક પરીક્ષા 2024  માટેનું અરજી ફોર્મ પણ ભરી દીધેલું છે.  તેમજ પરીક્ષા આપવા માટેની લાયકાત ધરાવે છે તેમના માટે આજે પૂરક પરીક્ષાને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છીએ. 

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓ માટેનો વિગતવાર કાર્યક્રમ આજરોજ જાહેર કરવામાં આવેલો છે. આજના આ આર્ટિકલમાં અમે આપને ધોરણ 10 તેમજ ધોરણ 12 ના તમામ પ્રવાહો માટેની પૂરક પરીક્ષાના કાર્યક્રમની  વિગતવાર માહિતી આપને જણાવી રહ્યા છીએ.

GSEB Purak Pariksha

 આપ સૌ મિત્રો જાણો છો તેમ ગત તારીખ 9 મે 2024 ના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલું હતું. આ પરિણામમાં ધોરણ 10 અને ધોરણ 12 ના જે વિદ્યાર્થી ભાઈ બહેનો અનુતીર્ણ  થયા છે. તેમના માટે પૂરક પરીક્ષા નું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવેલ હતું. અને આપ સૌ અનુતીર્ણ  થયેલ વિદ્યાર્થી મિત્રોએ પૂર્વક પરીક્ષા આપવા માટે પણ આપ સૌએ ફોર્મ ભરી દીધેલા હશે  તો આપને પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ નોધી લેવો જોઈએ અથવા આપના મોબાઇલમાં સાચવી લેવો જોઈએ. જે  અહીં અમે જણાવી રહ્યા છીએ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તેમની સતાવાર વેબ સાઇટ પર ધોરણ 10 SSC તેમજ ધોરણ 12 HSC ની પૂરક પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પરીક્ષા પૂરક પરીક્ષા 2024 નું આયોજન કર્યા મુજબ આ પરીક્ષાનો સમયગાળો તારીખ :  24 જૂન 2024 થી તારીખ 06 જુલાઇ 2024  દરમિયાન આ પરીક્ષાઓ લેવામાં આવશે આ પરીક્ષા નો કાર્યક્રમ આપ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર થી પણ ડાઉનલોડ કરી શકો છો. જે આપ સૌ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો તેમજ શિક્ષક મિત્રો ની જાણ સારું અત્રે રજૂ કરી રહ્યો છું.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ

ઉ.મા.પ્ર. પરીક્ષા પરીક્ષા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા બે વિભાગમાં લેવામાં આવશે.

પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART :A  એ કે જેમાં બહુ વિકલ્પ પ્રકારના OMR  પદ્ધતિ 50 પ્રશ્નો હશે. અને તેના કુલ ગુણ 50 તથા પ્રાશન પત્રનો  સમયગાળો 60 મિનિટનો રહેશે.

બીજા ભાગમાં પ્રશ્નપત્ર નો PART: B  રહેશે જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. તેના કુલ ગુણ 50 રહેશે તેમજ  તેનો પ્રશ્નપત્રનો સમયગાળો 120 મિનિટનો રહેશે.  

કમ્પ્યુટર એજ્યુકેશન સૈદ્ધાંતિક ની પરીક્ષા ફક્ત OMR  પધ્ધતિથી  થી લેવામાં આવશે જેનો સમય 3.00થી 5.15 સુધીનો રહેશે.

GSEB SSC Purak Pariksha

ધોરણ 10 SSC ની પૂરક પરીક્ષાનાં તમામ પ્રશ્નપત્રો 80 ગુણનાં રહેશે જ્યારે વોકેશનલ  વિષય કોડ 41, 42,43, 44, 49, 50 76, 78, 83, 82, 84, 86, 88 અને  90 વિષયના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે.

પ્રશ્નપત્ર નો સમય સવારે 10:00 કલાક થી 10:15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે  તથા 10:15 થી 11:15 સુધી વિદ્યાર્થી મિત્રોને ઉતરો લખવા માટે નો રહેશે. વિષય ક્રમાંક 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84,86, 88, 90 માં 11:15 સુધી વિદ્યાર્થીઓને ઉત્તરો લખવા દેવામાં આવશે.

આ પણ વાંચો:- GSSSB Exam Fee Refund: CCE ની પરીક્ષા આપી છે તો ખાતામાં આવશે રુપીયા, જાણી લો જુનિયર ક્લાર્ક પરીક્ષાની તમામ વિગતો

પરીક્ષાર્થીએ  પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષયકોડ નંબર અવશ્ય લખવાનો રહેશે,પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈપણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.

 પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના અડધો કલાક અગાઉ હાજર થવાનું રહેશે.

ધોરણ 12 પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ

ધોરણ 12 HSC ના પરીક્ષાથીઓ માટે સંગીત સૈદ્ધાંતિક (146) વિષય ની પરીક્ષા નો સમય 10:30 થી 12:45 નો રહેશે.

કોમ્પ્યુટર પરિચય (૩૩૧) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR  જવાબથી લેવામાં આવશે. જેનો સમય 10:30 થી 12:45 નો રહેશે.

હેલ્થ કેર(401) રિટેઈલ (403) બ્યુટી એન્ડ વેલનેસ (405) એગ્રીકલ્ચર (409) અપેરલ મેડઅપ એન્ડ હોમ ફર્નિશિંગ (411) ઓટોમોટીવ (413) ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર (415) ટુરીઝમ એન્ડ હોસ્પિટાલીટી (417) વિષય ની પરીક્ષા નો સામાન્ય ૧૦ થી ૧૧ ૪૫ નો રહેશે.

GSEB Class 12 Purak Pariksha

મિત્રો વધુ માહિતી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી SSC તેમજ Hsc પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને સુચાનાઓ ડાઉનલોડ કરી શકશો.

Read More:- Post Office Scheme: 300 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 4 લાખ રૂપિયાનું વળતર

Leave a Comment