GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગની કચેરી હસ્તકના પ્રિંટિગ પ્રેસો માટે તાંત્રિક સંવર્ગોની વિવિધ જગ્યાઓની ભરતી કરવા તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સારું ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિભાગની ગુજરાતમાં આવેલી અમદાવાદ,ગાંધીનગર,રાજકોટ,ભાવનગર અને વડોદરાની કચેરીઓમાં ત્રાંત્રિક સંવર્ગોની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સારું Ojas ની વેબ સાઇટ મારફત ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
GSSSB Recruitment 2024 :
મિત્રો નમસ્કાર ! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગની પ્રિંટિગ પ્રેસોની ગુજરાતની વિવિધ કચેરીઓમાં આસિસ્ટન્ટ બાઈન્ડર,આસિસ્ટંટ મશીનમેન,કોપી હોલ્ડર અને પ્રોસેસ આસિસ્ટન્ટ,ડેસ્કટોપ પબ્લિસીંગ વર્ગ 3 ની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સારું ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો, જો તમે ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવો છો અને નોકરીની શોધમાં છો તો લેખ આપને ખૂબ ઉપયોગી છે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
અરજી કરવાનો સમયગાળો :
ઉદ્યોગ અને ખાણ વિભાગની પ્રિંટિગ પ્રેસોની કચેરીઓ માટે વિવિધ તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ માટે અરજી કરવાનો સમયગાળો તારીખ : 16/04/2024 સમય બપોરે 14.00 કલાકથી થી તારીખ :30/03/2024 સમય 23.59 સુધી રાખવામાં આવ્યો છે તેમજ તમારે માત્ર Ojas વેબ સાઇટ પર અરજી કરવાની રહેશે.
જગ્યાઓની વિગત :
નીચે કોષ્ટક્મમાં દર્શાવ્યા મુજબ જગ્યાઓની ભરતી કરવા માટે નિયમોનુસાર અનામત જગ્યાઓ રાખવામાં આવેલ છે. અનામત જગ્યાઓની વિગત જાણવા માટે આપ ગૌણ સેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો.
- આસિસ્ટન્ટ બાઈન્ડર વર્ગ 3 : 66
- કોપી હોલ્ડર વર્ગ 3 :- 10
- આસિસ્ટંટ મશીનમેન વર્ગ 3:- 70
- કોપી હોલ્ડર અને પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3:- 03
- ડેસ્કટોપ પબ્લિસીંગ વર્ગ 3 :- 05
શૈક્ષણિક લાયકાત :
ઉપરોક્ત જગ્યાઓમાટે એસ.એસ.સી /એચ.એસ.સી. અને જગ્યાને અનુરૂપ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત માગવામાં આવી છે. તેમજ જગ્યાને અનુરૂપ કોમ્પ્યુટરની જાણકારી ,ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકારી સહિત કેટલીક જગ્યાઓ માટે મશીનને ચલાવવા સબંધી અનુભવ પણ માગવામાં આવ્યો છે. મિત્રો શૈક્ષણિક અને વધારાની લાયકાત જોવા માટે સત્તાવાર જાહેરાત જોઈ લેવા વિનંતી છે.
વય મર્યાદા :
ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિંટિગ પ્રેસ માટેની વિવિધ જગ્યાઓ માટે વય મર્યાદા નીચે દર્શાવ્યા મુજબ નક્કી કરવામાં આવી છે. અનામત સંવર્ગોમાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ આપવામાં આવશે તે માટે આપ જાહેરાતનું નોટિફિફેશન જોઈ લેશો.
- આસીસ્ટંટ બાઈન્ડરની વય તારીખ :30/04/2024 ના રોજ ઉમેદવારની 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
- આસિસ્ટન્ટ મશીનમેનની ઉમર તારીખ :30/04/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહી તેમજ 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
- હોપી હોલ્ડરની ઉમર તારીખ :30/04/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહી તેમજ 34 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
- પ્રોસેસ આસિસ્ટન્ટની ઉમર તારીખ :30/04/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહી તેમજ 36 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
- ડેસ્ક ટોપ પબ્લીસીંગની ઉમર તારીખ :30/04/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહી તેમજ 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
- અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોના કિસ્સામાં નિયમોનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ આપવામાં આવશે.
પગાર ધોરણ :
આ જગ્યાઓ માટે હાલમાં માસિક ફિક્સ પગાર તેમજ પાંચ વર્ષ પૂરાં થતાં નાણાં વિભાગના નિયમોને આધીન નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવશે. હાલ ફિક્સ પગાર મુજબ તમામ જગ્યાઓ માટે 26000 રુપિયા પ્રથમ પાંચ વર્ષ રહેશે.
પરીક્ષા ફી :
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી સામાન્ય ઉમેદવારો માટે રૂપિયા 500 અને અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારો માટે રૂપિયા 400 મુજબ ફી ભરવાની રહેશે.
- ઓન લાઇન અરજી કન્ફર્મ થઈ ગયા બાદ ઉમેદવારો માત્ર ઓન લાઇન માધ્યમ દ્વારાજ પરીક્ષા ફી ભરવાની રહેશે.
- પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ : 03/05/2024 સમય 23.59 કલાક સુધીની રહેશે.
- ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહી. તેમજ પરીક્ષામાં ગેરહાજર રહેનાર ઉમેદવારને ફી પરત આપવામાં આવશે નહી.
પરીક્ષા પધ્ધતિ :
રાજ્ય સરકારે નક્કી કરેલ પધ્ધતિ મુજબ CBRT (Computer Base Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવશે. પ્રશ્ન પત્ર MCQ ટેસ્ટ પધ્ધતિ અનુસાર બહુ વૈકલ્પિક રહેશે. પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને લક્ષમાં રાખીને સંખ્યાના આધારે એક સેસન અથવા મલ્ટી સેસનમાં પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રનું લેવલ જગ્યાની શૈક્ષણિક લાયકાત અનુરૂપ રહેશે. અને બે વિભાગમાં રહેશે. પ્રશ્નપત્રનો ઢાંચો (માળખું )અને અભ્યાસક્રમ માટે સત્તાવાર નોટિફિકેશન જોઈ લેશો એવી વિનંતી.
અરજી કરવાની રીત :
અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ગૌણસેવા પસંદગી મંડળની જાહેરાત કાળજી પૂર્વક વાંચી લીધા બાદ ojas વેબ સાઇટ પર જઈ અરજી કરવી. દરેક કૉલમ કાળજી પૂર્વક અને ડોકયુમેંટમાં દર્શાવ્યા મુજબ ભરવાં. વિગતો ભર્યા બાદ ફોટો,સહી વગેરે અપલોડ કરવાની વિગતો અપલોડ કરી, અરજી કન્ફર્મ કરવી. છેલ્લે ફી ની ઓન લાઇન ચુકવણી કરવી અને અરજી સહિત ફીનું ચલન પ્રિન્ટ કરી ઉમેદવારોએ પોતાની પાસે રાખવું.
આ પણ વાંચો : PM Saubhagya Yojana: પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના અંતર્ગત મેળવો મફત વીજળી કનેકશન, અરજી કરવા અહીં જુઓ
વધુ માહિતીની જરૂર પડેતો ગૌણ સેવા પસંદગી મંડળના હેલ્પ લાઇન નંબર પર કચેરી સમય દરમ્યાન ફોન કરી માહિતી મેળવી શકશો.
જાહેરાતનું નોટિફિકેશન જોવા માટે :- અહી ક્લિક કરો.
અરજી કરવા માટે :- અહી ક્લિક કરો.