ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી: માર્ચ મહિનો મધ્યમાં છે, માર્ચના મધ્યાંતરે જ ગુજરાતના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, ધીમે ધીમે વાતાવરણમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. થોડાક દિવસોથી લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. વાતાવરણમાં ઉનાળાની શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. આ વર્ષે વાતાવરણમાં તોળાઈ રહેલા હીટવેવના સંકેતો પહેલાંથી જ જોવા મળી રહ્યા છે, તે મુજબ ઠેર ઠેર આંબાપર વહેલા ફૂલોના આવવાથી સ્પષ્ટ થઈ ગયું છે. પરેશ ગોસ્વામીએ, હવામાનના ફેરફારની જાહેરાત કરતાં કહ્યું હતું કે હજી બે ત્રણ દિવસ સુધી હવામાન માં પલટો અને ક્યાક ક્યાંક વાદળાં જોવા મળી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે.

પરેશ ગોસ્વામીની આગાહી :

હાલમાં ગુજરાતના ઘણાખરા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં હળવાં તો ક્યાંક ભારે વાદળછાયા વાતાવરણે ખાસ કરીને ખેડૂતોના મનમાં ચિંતાનું મોજું ખડું કર્યું છે. ગુજરાતના લગભગ બધાજ વિસ્તારોમાં ઘઉંની કાપણી સહિત રાયડો અને જીરુની કાપણી લણણી અને થ્રેસરની કામગીરી પૂર જોરમાં ચાલી રહી છે. આ સમયે કમોસમી વાદળાં દેખાતાં ખેડૂતેને ચિંતા સતાવે તે સ્વાભાવિક છે. પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ વાતાવરણને લઈને હૈયાધારણ આપતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં, વાતાવરણમાં ફેરફારને કારણે વરસાદ થવાની સંભાવના નથી . ગોસ્વામીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તૂટક તૂટક વાદળો ક્યાંક ઘાટાં વાદળો છવાયેલાં જોવા મળી શકે છે, ત્યારે નજીકના સમયમાં વરસાદ અંગે આગાહી કરવાનું કોઈ કારણ નથી. વર્તમાન સ્થિતિ જોતાં માર્ચ મહિનામાં તાપમાનમાં સ્થિરતાનું વલણ સૂચવે છે. 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેનું તાપમાન, અને ક્યારેક ક્યારેક ગરમી 40 થી 41 ડિગ્રી સેલ્સિયસને આંબી શકે. ગુજરાતના ગણા વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી આ સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે.

માર્ચના અંતિમ સપ્તાહમાં વાતાવરણ કેવું રહેશે ?

માર્ચ મહિનો આગળ વધી રહ્યો છે અને વાતાવરણમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. કે માર્ચના અંતમાં શું થશે ? પરંતુ પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે માર્ચના અંતમાં હમામાનના કોઈ મોટા ફેરફારની શક્યતા નજીવી છે. ગરમીમાં થોડોક ઘટાડો થઈ શકે પરંતુ મોટો ઘટાડો થાય એવું જણાતું નથી. તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી થોડો ઘટાડો થવાની અપેક્ષા રાખીએ છીએ. જો કે, પવનની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યા છે, ખાસ કરીને પાછલા કેટલાક દિવસોમાં જોવા મળતા પશ્ચિમી પવનોની દિશામાં ફેરફાર થઈ શકે.

પવનની દિશા અને ગતિ :

હાલમાં, પવનની ગતિ સરેરાશ 4 થી 6 પોઈન્ટ જેટલી વધી છે, જે વેગમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. પવનની આ તીવ્ર ગતિવિધિ આગામી ચારથી પાંચ દિવસ સુધી ચાલુ રહેવાનો અંદાજ છે. એક સાથે, વાતાવરણીય દબાણ પ્રમાણમાં સ્થિર રહેશે.વાવાઝોડાની સંભાવના હાલમાં દેખાતી નથી. આમ માર્ચ માસના અંતમાં ગરમીમાં થોડાક ઘટાડા સાથે પવનની દિશા બદલાઈ શકે છે. પશ્ચિમીયા પવનો વાવવાનું પણ શરૂ થઈ ગયેલ છે. વાદળછાયું વાતાવરણ અને માવઠાની તદન ઓછી સંભાવના વિશે વાત કરતાં પરેશભાઈ ગૌસ્વામી એ માવઠાનો ડર મનમાંથી કાઢી નાખવાની વાતતેમણે તેમના એક વિડિયોમાં કરી છે .

વાવાઝોડા ની શક્યતા કેટલી ?

માર્ચના પાછળના દિવસોમાં પવનની ગતિમાં વધારો થવાની ધારણા હોવા છતાં, વાદળોની રચનામાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. પરિણામે, વાવાઝોડાની સંભાવના ઓછી રહે છે. ગોસ્વામીએ ખેડૂતો મિત્રો અને રહેવાસીઓને આશ્વાસન આપતાં જણાવ્યું છે, પ્રતિકૂળ હવામાન અને માવઠાથી આવનાર નજીકના દિવસોમાં ખતરો દેખાતો નથી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર :

ગોસ્વામીએ વાવાઝોડાની અસરને નકારી હતી. વાતાવરણના ફેરફાર થવા માટેનું કારણ ઉત્તર ભારતમાંથી ઉદ્ભવતા પ્રચલિત પશ્ચિમી વિક્ષેપને આપે છે. આ વિક્ષેપ મુખ્યત્વે ઉત્તરપશ્ચિમ વિસ્તારોને અસર કરે છે, પરિણામે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થાય છે. અને હિમવર્ષાના લીધે ભારત અને મધ્યભારતના કેટલાક વિસ્તારો રાજસ્થાન,ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાય છે. પરંતુ હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહિવત હોવાથી વરસાદની કોઈ શક્યતા જોવા મળતી નથી. માત્ર પર્વતીય વિસ્તારોના વિક્ષેપને લીધે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારત તરફ આગળ વધે છે, અને વાદળછાયું વાતાવરણ બનાવે છે.

હોમપેજઅહી ક્લિક કરો
અમારા વોટસએપ ગ્રૂપમાં જોડાઓઅહી ક્લિક કરો

નિષ્કર્ષ :

મિત્રો,ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાઓના વાતાવરણ હળવા પવાનોની દિશામાં બદલાવ વાદળછાયું વાતાવરણ કે ક્યાંક વધારે પ્રમાણમાં ગાઢ વાદળો સિવાય કોઈ પરિસ્થિતી સર્જાય તેવું જણાતું નથી. અમે આપને વિનંતી કરીએ છીએ કે હવામાનની સચોટ આગાહીઓ માટે માહિતીના અધિકૃત સ્ત્રોતો, જેમ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતી સત્તાવાર આગાહીઓ અને ચેતવણીઓને અનુસરવા વિનંતી છે. અમે હવામાન સબંધી કોઈ પણ આગાહી સાચી હોવાની ખાતરી આપતા નથી.

આ જુઓ:- PM Saubhagya Yojana: પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના અંતર્ગત મેળવો મફત વીજળી કનેકશન, અરજી કરવા અહીં જુઓ

Leave a Comment