વિદ્યુત સહાયક પ્લાન્ટ ઓપરેટર વર્ગ 1 ની 153 જગ્યાઓની ભરતી, અહીથી અરજી કરો

GETCO Recruitment 2024 : રાજ્યની એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ કંપની GETCO માં વિદ્યુત સહાયક એટલેકે પ્લાન્ટ ઓપરેટર વર્ગ 1 ની 153 જગ્યાઓની ભરતી કરવા માટે GETCO દ્વારા જાહેરાત પાડવામાં આવી છે. આ આર્ટિકલમાં અમે જાહેરાતને લગતી શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ,વય મર્યાદા અને પરીક્ષા ફી સહિત પરીક્ષાની વિગત આપને જણાવીશું. જો આપ ઇલેક્ટ્રીક ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત ધરાવો છો અને નોકરીની શોધમાં છો તો આજેજ અહીથી અરજી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો,આપને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાતની સૌથી મોટી એનર્જી કંપની પ્લાન્ટ ઓપરેટર વર્ગ 1 ને સારો પગાર પણ આપવાની છે. માત્ર ત્રણ વર્ષ ફીક્સ પગાર અને એ પણ દર વર્ષે વધારા સાથેનો ફિક્સ પગાર ત્રણ વર્ષ પુરાં થતાં પુરા પગારમાં સમાવેશ થવાની તક અહી મળશે તો ચાલો જોઈએ વિગતવાર માહિતી.

અરજી કરવાનો સમયગાળો :

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશનની આ જગ્યા માટે માત્ર લાયક ઉમેદવારો તારીખ : 11/03/2024 ના સમય 12.00 કલાકથી તારીખ 01/04/2024 સાંજના 6.00 કલાક સુધી પોતાની ઉમેદવારી માટેની અરજી ઓન લાઇન સબમિટ કરી શકશે. ઉમેદવારોએ કંપનીની વેબ સાઇટ www . getco gujarat .com પર ઓન લાઇન અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત :

Gujarat Energy Transmission Corporation Limited પ્લાન્ટ એટેન્ડન્ટ વર્ગ 1 ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીની ઇલેક્ટ્રિકલ એંજિનિયરનો રેગ્યુલર ડિપ્લોમા કરેલ હોવો જોઈએ.  
  • ડિપ્લોમાના  છેલ્લા પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં 55 ટકા માર્ક સાથે પાસ કરેલ હોવો જોઈએ.

પગાર ધોરણ :

GETCO દ્વારા ઉમેદવારોને ત્રણ વર્ષ માસિક ફિકસ પગાર આપવામાં આવશે. જ્યારે ચોથા વર્ષથી નિયમો અને શરતો પૂર્ણ થતાં પ્લાન્ટ ઓપરેટર વર્ગ 1 ને સાતમા પગાર પંચ અનુસારનું નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે.

  • પ્રથમ વર્ષ :- 22750   રૂપિયા કિક્સ પગાર
  • દ્વિતીય વર્ષ :- 24700  રૂપિયા કિક્સ પગાર
  • તૃતીય વર્ષ :- 26650   રૂપિયા કિક્સ પગાર
  • ચતુર્થ વર્ષ :- 26000-56600  પગાર ધોરણ

પરીક્ષા ફી ની વિગત :

ઉમેદવારોએ પોતાની અરજી કન્ફર્મ થયા બાદ માત્ર ઓન લાઇન મોડમાં જ પરીક્ષા ફી ભરવી પડશે સામાન્ય વર્ગમાં સમાવેશ થતા ઉમેદવારો એ રૂપિયા 500 અને અનામત વર્ગમાં સમાવેશ થતા S.C,S.C અને દિવ્યાંગ ઉમેદવારોએ 250 રૂપિયા વત્તા બેંક ચાર્જ સહિત પરીક્ષા ફી ઓન લાઇન ગેટ વે મારફત ડેબિટ કાર્ડ,ક્રેડિટકાર્ડ,નેટ બેંકિંગ જેવી સુવિદ્યાઑ મુજબ ફી ચૂકવવાની રહેશે. ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહી. GETCO ની જાહેરાત માં દર્શાવેલ ભરવા પાત્ર જગ્યાઓ અને તે પૈકી અનામત જગ્યાઓની વિગતો જાણી લીધા પછીજ અરજી ફી ભરવાની રહેશે.

ઉમેદવારની વય :

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશનની પ્લાન્ટ એટેન્ડન્ટ માટે અરજી કરનાર ઉમેદવાર વય મર્યાદા તારીખ : 06/03/2024 ના રોજ 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી. અનામત કક્ષાના ઉમેદવારો માટે વય મર્યાદા 40 વર્ષ રાખવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો,માજી શૈનિક અને વિભાગના નિવૃત કર્મચારીઓ સહિત અનામત કક્ષામાં સમાવેશ થતા ઉમેદવારોએ જાહેરાતનું નોટિફિકેશનનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે.

અરજી કરવાની રીત :

Gujarat Energy Transmission Corporation Limited ની વિદ્યુત સહાયક ( પ્લાન્ટ એટેડન્ટ વર્ગ 1 ) ઉમેદવારીની અરજી GTCO ની વેબ સાઇટ પર જઈ ઓન લાઇન કરવાની રહેશે.સૌ પ્રથમ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરી પછીજ અરજી પત્રક ભરવાનું રહેશે. અરજી પત્રકની માગેલ તમામ વિગતો કાળજી પૂર્વક ભરી ત્યારબાદ પરીક્ષા ફી પણ ભરવાની રહેશે. સંપૂર્ણ અરજી પત્રક ભરાઈ ગયા બાદ ઉમેદવારોએ પોતાની અરજી કન્ફર્મ કરવી તેમજ અરજી અને પરીક્ષાફીના ચલણની પ્રિન્ટ કાઢી લેવી. અને પોતાની પાસે રાખવી. અરજી ઓન લાઇન કરતાં પહેલા GETCOનું  વિદ્યુત સહાયક જાહેરાતનું નોટિફિકેશન વાંચી લીધા પછીજ અરજી કરવી.

પરીક્ષા પરીક્ષા પધ્ધતિ :

વિદ્યુત સહાયક ( પ્લાન્ટ એટેડન્ટ વર્ગ 1 ) ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે આ પરીક્ષા MCQ Based OMR પધ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારોએ પ્રથમ પરીક્ષામાં GETCO દ્વારા નક્કી કરેલ ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. પ્રથમ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.મિત્રો GETCO એ જાહેરાત સાથે પરીક્ષાનું માળખું અને સીલેબસને પણ જાહેર કરેલ હોઈ કાળજી કાળજી પૂર્વક વાંચી લીધા પછીજ અરજી કરવી. ઉમેદવારોને વધુ માહિતીની જરૂર પડેતો GETCO દ્વારા જાહેર કરેલ હેલ્પ લાઈન પર ઈમેઈલ કરી માર્ગદર્શન મેળવી શકશો.

આ પણ વાંચો : – GSSSB Recruitment 2024 : ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિંટિગ પ્રેસો માટે તાંત્રિક સંવર્ગોની વિવિધ જગ્યાઓની ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment